જમણવાર

 

જમણવાર / કામિની સંઘવી lજન્મભૂમિ.

‘દુઆ એક માંગી થીજો કબૂલ હોય ગઈ!’ મહાલક્ષ્મી મંદિરના પગથિયાં ચડતા ચડતા આશાબહેનના મનમાં આ વિચાર રમતો હતો. પચાસ વર્ષે પણ પચ્ચીસ વર્ષની યુવતી જેવી ફિટનેસ ધરાવતા આશાબહેને મંદિરમાં માતાજી સમક્ષ હાથ જોડી આશીર્વાદ માંગ્યા,

હાથમાનો ભોગ અને પૂજાપો મંદિરના પૂજારીના હાથમાં પકડાવીને શાંજમણવારતીથી બેઠા,

પૂજારીએ ભોગ ભગવાનને ધરાવ્યો. ભોગ ભગવાનને ધરવાથી પ્રસાદ બન્યો હતો તે આશાબહેનને પાછો આપ્યો. એ પ્રસાદ મંદિરના પરિસરમાં બેઠેલા સર્વ ભકતોમાં વહેચવા લાગ્યા. મંદિરમાં હાજર બધાને પ્રસાદ વહેચાઈ ગયો એટલે આશાબહેન મંદિરના રસોડા તરફ ગયા. ત્યાં કામ કરતાં રસોઈયા, મદદગાર બાઈઓ બધાને પ્રસાદ આપવા લાગ્યા. આ લોકોએ પ્રસાદ લીધો ત્યારે એમના મો પર સંકોચ સાથે આશ્ચર્ય હતું, કારણકે આજ સુધી પ્રસાદ વહેચવા માટે કોઈ રસોડા સુધી લાંબુ ન થયું હતું. આશાબહેને વાસણ સાફ કરતી બાઈઓને પણ પ્રસાદ આપ્યો. પણ પેંડા હવે ખૂટવા આવ્યા હતા. એટલે એમણે અડધો અડધો પેંડો આપવો પડ્યો. પણ એમનું મન કોચવાતું હતું કે મંદિરમાં પોતે છૂટા હાથે પ્રસાદની લ્હાણી ન કરી હોત તો કદાચ આ બધાને આખો પેંડો આપી શક્યા હોત. પ્રસાદ વહેચાઈ ગયા પછી એ ગાડીમાં ઘર તરફ નીકળ્યા ત્યારે આશાબહેનના મનમાં વિચાર રમતો હતો.

આજસુધી એ જોતાં આવ્યા હતા. ગણેશ ચતુર્થીનો તહેવાર હોય કે પછી નવરાત્રી, હમેશા પ્રસાદની વહેંચણી વખતે લોકો પ્રસાદને નાસ્તાની માફક જ ઝાપટતા હોય છે. ઘરે ભલે ને દસ પેઢી ખાય એટલું પડ્યું હોય પણ પાંચ વાર પ્રસાદ લીધા વિના ચેન ન પડે તેવા ગરીબ અમીરો એ સોસાયટીમાં કાયમ જોતાં હતા.

આ વિચારે એમને વિચારતા કરી દીધા. એકની એક દીકરીના લગ્ન હતા એટલે પ્રસંગમાં કોઈ કમી રાખવી નથી. પણ આ બધા ખાધેલાને  ફરી ફરી જમાડવાનો શું અર્થ? એના કરતાં ગરીબ પણ મહેનતુ લોકોને ચાર પાંચ ટંકનું કરિયાણું આપે તો લેખે લાગે! આ વિચાર મનમાં આવ્યો એટલે તરતજ એમણે એમની દીકરીનું કહ્યું, દીકરી નવા જમાનાની યુવતી હતી એથી એને આવું કાઇ અલગ કરવાનું ગમતું હતું. પણ વેવાઈ માનવા જોઈએ. તે વાત મહત્વની છે. એમના ઘરે પહેલો પ્રસંગ છે એથી એમને પણ લોકોને આંજી દે તેવો જમણવાર કરવાનો હરખ હોય. નાતજાતમાં વાટ પાડવા ઇચ્છતા હોય તેમ બને.

લગ્ન સમજવા માટે વેવાઈ અને વેવાણ આવ્યા એટલે આશાબહેને પેહલા પોતાના મનની વાત કરી દીધી,

‘આપણે એક જમણવાર કોમન કરી દઈએ અને બીજા જમણવારના પૈસાથી ગરીબ વસ્તીમાં કરિયાણાની કીટ વહેચીએ તો?’

પહેલા તો વેવાણ જ  આ વાત પર છેડાઈ ગયા.

‘મારે ઘેર પહેલો પ્રસંગ છે અને તમે આવી વાત કરો તો કેમ ચાલે?’

આશાબહેને એમને ધીરજથી સમજાવવાની કોશિશ કરી,

‘બહેન હું મારા જાત અનુભવથી કહું છુ, કદાચ મને જેવો અનુભવ થયો છે તે તમને પણ થયો હશે.’ પછી એમણે વિગતથી વાત કરી. વેવાઈ સહમત થઈ ગયા. પછે કમને પણ વેવાણે હા ભણી દીધી, પણ એમણે પોતાની શંકા વ્યક્ત કરી,

‘આશાબહેન તમે કહો છો તેવા પ્રમાણીક ગરીબ લોકો ક્યાથી શોધવા? કારણ કે મને જ બહુ ખરાબ અનુભવ થયા છે. ગરીબોને મોંઘી વસ્તુ આપી હોય તો એ વહેચીને એ લોકો પૈસા દારૂ જૂગારમાં ઉડાવી દે છે.’

‘તમારી વાત સાંચી છે, પણ આપણે આ ચીજ વસ્તુ એવી વ્યક્તિઓને આપવી છે જે લોકો નાનો મોટો કામ-ધંધો કરીને કમાતા હોય પણ સારી વસ્તુ ખરીદીને ખાવા જેવી હેસીયત ન હોય! મંદિરમાથી લઈને શાક માર્કેટમાં કામ કરતાં નાના મોટા માજીર વગેરે અનેક લોકો હોય છે જે ગરીબ હોય પણ ઈમાનદાર પણ હોય!’

આશાબહેનની આ વાત વેવાઇ ના ગળે ઉતારી ગઈ. પછી તો આશાબહેને એમના ઘરે કામ કરતી બાઈ સાથે મળીને લિસ્ટ બનાવ્યું કે કોને કોને મદદરૂપી ગિફ્ટ આપવી.

લહનના પહેલા દિવાળીના દિવસોમાં કીટ વહેચવા માટે વેવાણ સાથે આશાબહેને ગરીબ કામદારોની વસાહતમાં પહોછી ગયા. સાથે દીકરી-જમાઈ પણ  હતા. એમના હાથે કરિયાણાને કીટની વહેચણી કરી ત્યારે ગરીબ બાઇઓના ચહેરા તો શુધ્ધ ઘી જોઈને હરખાતા હતા અને એમના હરખાયેલા ચહેરા જોઈને આશાબહેનની સાથે એમના વેવાણ પણ હરખાયા. પહેલી વાર પૈસાનો સદુપયોગ થયો તે વિચારથી આશાબહેન મલકી રહ્યા. ત્યાં આશાબહેનના ઘરે કામ કરતી બાઈ એના વાર અને વસ્તીમાં રહેતા બીજા ચારપાંચ જણા સાથે આવી અને દીકરી-જમાઈના હાથમાં એક કવર મૂક્યું, તે આશાબહેને સ્વીકારવાની ના પાડી, એટલે બાઈ બોલી,

બહેન અમે નાના માણસ છીએ પણ તમે અમારી દીવાળી ઉજાણી તો અમે તો કેમ ખાલી હાથે દીકરી જમાઈને વાસમાંથી જવા દઈએ? બસ દીકરીના કાપડાના કરીને આ પૈસા લઈ લો. આશાબહેનના વેવાણ આ ગરીબ લોકોની અમીરાત જોઈ મનોમ નક્કી કર્યું કે આજ પછી ખાધેલાને ખવડાવવું નહી.

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: