સરગવો

સરગવો

સરગવાના ઝાડને શોભાંજન પણ કહેવામા આવે છે. તે ગુણોમાં તીક્ષ્ણ હોવાથી તેને શિગ્રુ પણ કહેવામા આવે છે. તે મીઠો અને કડવો એમ બે જાતના સરગવા થાય છે. આપણે મીઠો સરગવો લેવાનો છે.

ગુજરાતી : સરગવો

હિન્દી : સહીજન, મુનગા

અંગ્રેજી : Moringa

લેટીન :  Moringa oleifera

તેલુગુ : Mulakkaya

સંસ્કૃત : શોભાંજન

મલયાલય : Uringa

પંજાબી : Surajana

મરાઠી : Shevga

સરગવો તીખો, પચ્યા પછી વિપાકમાં પણ તીખો છે. પચવામાં હલકો છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ખોરાકમાં રુચી ન થતી હોય તો સરગવો લેવાથી રુચી વધે છે.

સરગવાની શિંગો(તાજી) પાન અને પાવડર(સૂકા)નું પોષણ મૂલ્ય

(100 ગ્રામ જથ્થામાં)

ક્રમ વિગત ગ્રામ  શિંગો  પાન પાવડર
1 ભેજ ટકા ૮૬.૯ ૭૫ ૭.૫
2 કેલેરી ગ્રામ ૨૬ ૯૨ ૨૦૫
3 પ્રોટીન ગ્રામ ૨.૫ ૬.૭ ૨૭.૧
4 ચરબી ગ્રામ ૦.૧ ૧.૭ ૨.૩
5 કાર્બોહાઈડ્રેટસ ગ્રામ ૩.૭ ૧૩.૪ ૩૮.૨
6 રેસા ગ્રામ ૪.૮ ૦.૯ ૧૯.૨
7 ક્ષારો ગ્રામ ૨.૦ ૨.૩
8 કેલ્શિયમ મિ.ગ્રામ ૩૦ ૪૪૦ ૨૦૦૩
9 મેગ્નેશિયમ મિ.ગ્રામ ૨૪ ૨૪ ૩૬૮
10 ફૉસ્ફરસ મિ.ગ્રામ ૧૧૦ ૭૦ ૨૦૪
11 પોટાશ મિ.ગ્રામ ૨૫૯ ૨૫૯ ૧૩૨૪
12 કોપર મિ.ગ્રામ ૩.૧ ૧.૧ ૦.૫૭
13 લોહ મિ.ગ્રામ ૫.૩ ૨૮.૨
14 સલ્ફર મિ.ગ્રામ ૧૩૭ ૧૩૭ ૮૭૦
15 ઓકઝલિક એસિડ મિ.ગ્રામ ૧૦ ૧૦૧ ૧.૬%
16 વિટામિન ‘બી’૩ મિ.ગ્રામ ૦.૨ ૦.૮ ૮.૨%
17 વિટામિન ‘સી’ મિ.ગ્રામ ૧૨૦ ૨૨૦ ૧૭.૩%
18 વિટામિન ‘ઇ’ g/16g.N ૧૧૩%
19 આર્જીનાઇન g/16g.N ૩.૬ ૧.૩૩%
20 હીસ્ટોનાઇન g/16g.N ૧.૧ ૨.૧ ૦.૬૧%
21 લાયસીન g/16g.N ૧.૫ ૪.૩ ૧.૩૨%
22 ટ્રાયપ્ટોફેન g/16g.N ૦.૮ ૧.૯ ૦.૪૩%
23 ફીનાયલેન બેન્ઝાઇન g/16g.N ૪.૩ ૬.૪ ૧.૩૯%
24 મિથીઓનાઇન g/16g.N ૧.૪ ૦.૩૫%
25 થ્રિઓનાઇન g/16g.N ૩.૯ ૪.૯ ૧.૧૯%
26 લ્યુસાઇન g/16g.N ૬.૫ ૯.૩ ૧.૯૫%
27 આઇસોલ્યુલાઇન g/16g.N ૪.૪ ૬.૩ ૦.૮૩%

 

સરગવાના પાનનું મૂલ્યા જાણો

17 times the Calcium in Milk 0.5 times the Vitamin-c in Orange 10 times the Vitamin-a in Carrots
15 times the Potassium in Banana 25 times the Iron in Spinach 9 time the Protein in Yogurt

Moringa

Dried Leaf

(comparison

Of 100grams

Edible portion

Of each)

 

 

 

 

સરગવાને જાણો

 

સરગવો બટકણો છે. આપણો વારસો હવે લુપ્ત થવામાં છે. ઓળકોળામણી જેવી રમત કુદરતના સાનિધ્યથી દૂર થવાથી ભૂલાવા માંડ્યુ. સરગવો બટકણો હોવાથી તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં ક્યારેક ઇયળો પણ થાય છે. કુદરતી દવાનો છંટકાવ કરી ‘ગાય આધારીત’ જીવામૃત- પંચગવ્ય દ્વારા બનાવેલો સરગવો અનેરા સ્વાદનો બનશે અને ‘આગનીહોત્ર’ દ્વારા અનુઠો બનશે.

 

પાન

     સરગવાના પાન વિશ્વમાં સુપર ફુડ તરીકે ગણાય છે. આપણે તેનાથી અજાણ્યા છીએ. વિશ્વના અનેક દેશોમાં તેની માંગ છે. વૈશ્વિક શાકમાર્કેટમાં સરગવાના પાન ટપોટપ ખાલી થઈ જાય છે. દક્ષિણ ભારતમાં અનેક જગ્યાએ ભોજન પરંપરામાં પાનનો ઉપયોગ થાય છે. આપણે તેને શેઢે બેસારી, દવાખાનાની, દવાની, વણઝાર લગાવી એમ કહીએ તો ખોટું નથી. વિદેશમાં તેની માંગ અને ફેલાવાની અસર છે. સરગવાના પાનમાં વિટામીન અને કેલ્શિયમ સારા પ્રમાણમાં જોવા મળે છે. સરગવાના પાનને ચાક્ષુષ્ય કહેવામા આવે છે. કૃષિવિજ્ઞાન ફેબ્રુઆરી-એપ્રિલ ૧૯૯૮ના સરગવાના લેખમાં જણાવે છે કે સરગવાના પાનનું નિયમિત સેવન કરવાથી આંખનાં રોગોથી બચી શકાય છે. આંખોના રોગવાળા કૂણા પાનની ભાજી વૈધની દેખરેખ નીચે ચાલ કરે તો પરિણામ સારું પ્રાપ્ત થઈ શકે છે. આ માટે ‘The Story of Sanjeevani Booti’ Tree of Life ની વાર્તાની પત્રિકા વાંચવા જેવી ચ્હે. આપણે બર્ગર, પીઝા, મેગીમાં તરબોળ થયા છીએ ત્યારે હવે સરગવાનુ સરબત, ભાજી, ખાખરા, ખાવાની પીવાની જરૂરિયાત જરૂર ફાયદો પહોચાડશે. આ સરગવાના પાનને ઓળખી તેનો ઉપયોગ કરી આપણી તન્દુરસ્તી વધારીએ. આપના દરેક વ્યંજનો જેવા કે સૂપમાં ચટણીમાં, શાકમાં, દાળમાં, રોટલીમાં, ભાખરીમાં કે અન્ય રીતે લીલા કે સૂકા પાનનો ઉપયોગ કરી પોષણનો ખજાનો મેળવી ‘કૂપોષણ’ મુક્ત બનીને. બાળકો, સિનિયર સીટીઝન યુવાનો, રમતવીરો એ ન્યૂટ્રીશનની સલાહ લઈ Moringa નો ઉપયોગ ચાલુ કરવાની જરૂર છે. સૂકા પાનનો (છાયે સૂકવેલા) ઉપયોગ વધારે વિટામિન્સની પૂર્તિ કરે છે. બાળકોને ઉપયોગી છે. ખાસ કરીને તેમાં કેલ્શિયમ વધારે છે. બાળકોને હાડકાને લગતી મુશ્કેલીઓથી બચાવી શકાય છે. આપણી વસુધારાના વૃક્ષનો પ્રભુપ્રાસાદ છે. હાથવગો ઉપચાર છે. સરગવાના પાનામાં 90 Nutrients + 46 Antioxi dants + 36 Anti Inflammatory Compounds + 18 Amino Acids સમાયેલા છે અને 300 જેવા રોગોમાં કામ કરે છે. તો ચાલો આપણે આપણી ખાલી જમીનમાં આપણો દેશી સરગવો વાવી ગાય આધારીત જીવામૃત આપીને મંદિર, ધર્મશાળા, શાળા, કોલેજ સોસાયટીમાં વાવી-વવરાવી-ગરીબ કુંટુંબોને પહોંચાડી તેનો ઉપયોગ કરી અનેક રોગોમાંથી બચી શકાય.

 

શેઢે બોલતા સરગવાને

હવે તો તમે જાણી લો

પાનમાં ભર્યા છે અદભૂત તત્વો

તેને ખાઈ તબિયત માણી લો.

 

 

Eat Moringa, Well Moringa,

Immediately start your diet with Moringa

 

ૐ સર્વે ભવન્તુ સુખીણ: સર્વે સન્તુ નિરામયા: |

સર્વે ભદ્રાણીપશ્યન્તુ માં કશ્ચિત દૂ:ખ ભાગ્ભવેત ||

 

 

 

ફૂલ

     કુદરતે આપણને અનેક રંગ-સ્વાદ-સુંગંધ આપ્યા છે. સરગવાને સુંદર મજાનાં ફૂલો આવે છે. માટે તેને શોભાંજન પણ કહેવામા આવે છે. આ ફૂલ માથી ભાજી બનાવી ખાવામાં આવતી હોય છે. તેમજ આ શક્તિદાયક ફૂલમાથી ચા અને ગુલકંદ જેવો પાક બનાવી શકાય છે. ફૂલો મધમાખીના જતન માટે અને ફળોને જીવંત રાખવા પણ જરૂરી છે. સરગવાના ફૂલો માઠથી મધમાખી મધ પણ સારું બનાવે છે. જો મધમાખી નહી રહે તો ફળ બનવાની પ્રક્રિયા બંધ થાય કૃત્રિમ ફળો ખાવાના વખતને વાર નથી. સરગવાના ફૂલ, તીખા, ગરમ, તીક્ષ્ણ છે. પરદેશમાં Moringa Flowers ની સ્ટ્રોંગ ચા બનાવી પીવાય છે.

 

શિંગ

     Moringa (સરગવા) ની અનેક જુદી જુદી જાતો છે. કારેલીયો સરગવો – બારમાસી સરગવો અને હાઇબ્રીડ જાતો પણ છે. પણ દેશી સરગવા જેવી એક પણ નહી. જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડો. એલ. એ. ધડૂકનું કહેવું છે કે સરગવાની શિંગો આરોગ્ય માટે અમૂલ્ય ખજાનો છે. ગ્રામ દક્ષિણામૂર્તી લોકશાળા આંબલામાં પૂ. મનુભાઈ પંચોલી અવશ્ય સરગવો નાંખવાનું કહેતા. આ કહેવા પાછળ કઇંક તો હશે ને! આપણી વિસરાતી જતી પરમપરાગત વાનગીને બચાવવાની જરૂર છે. નહીંતર નામશેષ થઈ જશે. અનેક વ્યંજનોમાં શિંગો વપરાતી, સરગવાની શિંગોના પાકથી ખેડૂતોને પણ ફાયદો થાય છે તેને સૂકવી તેનો પાવડર બનાવી વેચી શકાય છે અને આર્થીક લાભ લઈ ગામડાની નકામી જમીનમાં વાવી નવસર્જન કરી શકાય છે. અનેક દેશોમાં એક્સપોર્ટ પણ કરી શકાય છે. ઓર્ગેનિક ખેતી આધારીત શિંગોનો સ્વાદ અનેરો હોય છે.

 

 

સૂક્કા બી

સરગવાની જાતો પ્રમાણે તેને અનેક શિંગો આવે છે. અને સૂકાયેલી શિંગો ઘણા બી આપણની આપે છે. વળી પંચમહાભૂતનો પ્રસાદ લઈ નવા પાન સાથે આંકૂરિત થઈ જાય છે. સરગવાના બીની પણ માંગ વિશ્વમાં વધી છે. શિંગો ને ફોલી તેના બીનો ઉપયોગ Moringa Oil બનાવવામાં, જે કિંમતી છે અને અનેક દવાના તેલ બનાવવામાં ઉપયોગ થાય છે. બીને રોસ્ટ કરી પણ પ્રમાણસર ખાવામાં આવે છે એવું જાણવા મળે છે. સહકારી ધોરણે જગતના તાત ભેગા થઈ નાનકડી ઘાની દ્વારા તેલ બનાવી શકે છે. જરૂર છે નવા વૈજ્ઞાનીક અભિગમથી આપણાં વિરાસતને ઓળખવાની.

 

મૂળ

સરગવાના મૂળના ઉપયોગ આપણાં આયુર્વેદે આપ્યા છે હજુ સંશોધનો ચાલુ છે. વૈધના માર્ગદર્શન નીચે સરગવાના મૂળ, હિંગ, સૂઠ, અજમાની સાથે કાઢો બનાવી થોડીમાત્રામાં પ્રકૃતિ અનુસાર પીવાથી સાયટીકામાં રાહત આપે છે.

 

છાલ  

સરગવાની છાલનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. વિદેશમાં સરગવાની છાલમાથી Moringa Paper બનાવવામાં આવે છે. સરગવો એકજ એવું વૃક્ષ છે જે પોતાના બધા જ અંગો આપણને સમર્પિત કરી સાજા રાખે છે-છાયો આપે છે-શાતા આપે છે. છાલમાથી ઘણી દવાઓ પણ બને છે.

 

ગુંદર

સરગવાના ઝાડમાથી ગુંદર નીકળે છે અને તે ગુંદરનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. દાંતના દૂ:ખાવામાં પણ સરગવાના ગુંદરનો ઉપયોગ થાય  છે.

બી દ્વારા પાણી શુદ્ધિકારણ

આજે વિશ્વમાં દરેકને સારું સ્વચ્છ પાણી મળવું મુશ્કેલ છે. ગરીબોના ઝૂપડા સુધી સારું પાણી પહોચતા વાર લાગે અને 21 મી સદીની આંધળી દોટમાં પાણીનું પ્રદુષણ અનેક ગણૂ વધતાં જોવા મળે છે. આજે પાણી જન્ય રોગો વધારે થાય છે અને અનેકને ખુવાર કરે છે. સરગવાના બી મારફત પાણી શુદ્ધિકરણ સારું થાય છે. ડહોળા પાંચ થી છ બી ફોલી તેમાથી નીકળતા સફેદ મીંજનો ભૂકો કરી નાનકડી પાણીની બોટલ નાખી, હલાવી તે વાસણમાં નાખતા એકાદ કલાક બાદ સ્વચ્છ પાણી જોવા મળશે. ઘણા દેશોમાં આ રીતે શુદ્ધ કરેલું પાણી પીવાય છે. આ પ્રયોગ આપણે કરીશું અને બાળકોને બતાવીશુ તો બાળક ભવિષ્યમાં તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી કદાચ ફિલ્ટરપ્લાન્ટ બનાવી સમાજને ચરણે ધરસે. આપણી ધરોહર જાગતી રહેશે. આ જ્ઞાનનો ઉપયોગ કરી પ્રભુએ આપેલી પ્રસાદીનો લાભ લઈ શકાય છે.

 

સરગવાના બી માંથી તેલ

સરગવો અનેક વસ્તુ સમર્પિત કરે છે. તેના બીમાથી સારી ઉચ્ચ કક્ષાનું, અનેક રીતે ઉપયોગમાં લેવાતું તેલ મળે છે. એક કિલો બી માઠી (મીંજ) 200થી 225 ગ્રામ તેલ મળે છે.

 

ઉપયોગ 

 • લૂબ્રિકેટિંગ માટે
 • વાળ, ચામડી, દૂ:ખાવા
 • પરફ્યુમ કોસ્મેટિકમાં
 • રસોઈ માટે
 • ખાસ ઊજણ તરીકે
 • બાયો ડિઝલમાં

જોયું ને ઝાડ પોતાના સ્વયં શરીરને તજીને આપણી સુખાકારી માટે સમર્પિત થાય છે? જેનુ ઋણ અદા કરવાનો સમય પાકી ગયો છે, તમામ વૃક્ષ વનસ્પતિ ફળ- ફૂલને સાચવવાનો સંવારવાનો જેથી ભાવી પેઢી તેનાથી વંચિત ન રહે. સરગવાના તેલની વિશ્વમાં મોટી માંગ છે. તેલ નીકળી ગયા પછી તેના ખોળનો ઉપયોગ પણ અનેક જગ્યાએ થાય છે. ખાતર તેમજ ગાયો, ભેંસો, બકરા, માટે તન્દુરસ્ત કેટલાફીડ બનાવવામાં આવે છે. બીજાના પાવડરમાથી અનેક દવાઓ બને છે. માઈક્રોસાઇનના નિશિથભાઇ મહેતાના સહયોગથી, મે પણ અનેક પ્રયોગોમાં સફળતા મેળવી છે. તેના એવી વ્યક્તિએ કોડિયામાં અખંડ દિવેલ પૂરી તેને સાચવવાની નિસ્વાર્થ ભાવના દ્વારા વસુંધરાનું તર્પણ કર્યાની પ્રતીતી અનેક વખત માણી છે.

 

ઔષધ તરીકે ઉપયોગો

 • પેટમાં થતા ક્રુમિમા સરગવાના 50 થી 60 પાન લઈને તેની ચટણી બનાવી તેનો લાભ લઈ સકાય છે. આ ચટણીમા સ્વાદ મુજબ મરીનો પાવડર, મીથું નાખી તવામા અડધી ચમચી તેલ નાખી સેકી થોડી વાર બાદ ઉપયોગમા લય શકાય છે.
 • વૈધની સૂચના અનુસાર સરગવાની છાલનો પવડર+ મધ લેવાથી શીઘ્રપતનની કમજોરીમા ઉપયોગી થાય છે.
 • સરગવાના તાજા નાના પાન લઈને ધોઇને ક્રશ કરી એક ગ્લાશ પાણીમા થોડા ધીમા તાપે ગરમ કરી આદૂનો રસ, દેશીગોળ, લીંબુ જરૂર પડતુ નાખી સરસ ચા-પીણુ બનાવી તેનો અનેરો સ્વાદ આરોગ્ય સાચવે છે.
 • એક શુદ્ધ બોટલમા સરગવાના છાંયે સૂકવેલા પાવડર લઈ તેમાં જરૂર મુજબનુ મધ નાખી હલાવી બે-ત્રણ વ્યક્તિ પી શકે છે. સુપર ફુડનો ખજાનો છે. તેને રાખી મૂકવું નહી.
 • ઘરે બનતા શાક, દાળ, સુપ, પીણામા સરગવાના પાનનો પાવડર નાખી તેનો ઉપયોગ કરી લાભ મેળવી શકાય છે.
 • સરગવાના પાન ન્યુટ્રિશન – વિટામિન – એમિનો એસિડથી ભરપૂર હોય કેન્સરમા સહાયક બને છે. હદયના રોગીઓને ઉપકારક અને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામા સહાયભૂત બને છે.
 • કુપોષણથી પીડિત લોકો માટે આહારના રૂપમા સરગવાના પાનમા ઉપયોગથી પરિણામ મળે છે.
 • સરગવાના પાન ચામડીના રોગોમા સહાય કરે છે.
 • સરગવાના પાન, શિંગના સૂપથી શરીરનુ લોહી શુદ્ધ થાય છે. તેના પાંદડા માથી તૈયાર કરવામા આવેલ સૂપ અસ્થમા અને બ્રોંકાઇટિસ જેવા રોગો નાબૂદ કરવામા રાહત આપનાર છે.
 • તાવમા સરગવાના પાનના પાણીની વરાળ લેવાથી જકડન ઓછી થાય છે.
 • સરગવાને આપણા આયુર્વેદ 80 પ્રકારના વાયુ વિકારોમા શમન કરવા વાળો કહ્યો છે.
 • સરગવાના પાનની ભાજી ખાવાથી જૂનો ગઠિયા અને સાંધાનુ દર્દ દૂર થઈ રાહત આપે છે.
 • સરગવાના પાનનો રસ એક બે ટીપા કાનમા નાખવાથી દર્દમા રાહત જણાય છે.
 • સરગવાની છાલનો કાઢો, પીવાથી પિત્તાશયની પથરીમા મદદ કરે છે.
 • સરગવાની શિંગનો રસ સવાર સાંજ પીવાથી ઉચ્ચ રક્તચાપમા લાભ થાય છે.
 • કબજિયાત સરગવાના કૂણા પાનનુ શાક ખાવાથી મટે છે.
 • સાંધાના દુ:ખાવામા કોપરેલ સાથે સરગવાના બી નાંખી લગાવવાથી રાહત મળે છે.
 • સરગવાના બી માથી સારી જાતનુ તેલ મળે છે. જેનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે.
 • શાકાહારીઓ માટેની મિનરલની ઉણપો પાન દ્વારા પૂરી થાય છે.
 • સરગવાના પાનનુ જ્યુશ + નાળિયેરનુ દૂધ ઝાડા માટે તેમજ સફેદ કણોની પૂર્તી માટે ફાયદાકારક છે.
 • સરગવાના પાનનુ જ્યુશ + ગાજર ઉત્તમ ડાયેટ છે. ડાયાબીટીઝ તેમજ હાઇપરટેન્શન માટી ઉપયોગી છે.
 • સરગવાના સુંદર ફૂલનુ જ્યુશ / ગળા અને નાક જેવા અવયવોના રોગોમા કામ આપતું હોય છે.
 • સરગવાના પાનનો પાવડર એક ચમચી લેવાથી પોષક તત્વોની ઉણપ પૂરી કરે છે. શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે. આંખો અને મગજને સહાય કરે છે. કોલેસ્ટ્રોલને કુદરતી રીતે કન્ટ્રોલ કરે છે.
 • કિડની અને લિવરને ચાલવાનુ નોર્મલ કરે છે.
 • કમરના દુ:ખાવામા સરગવાની છાલ ગરમ કરે બાંધવામા આવે છે.

 

ખેડૂતોને કામનો સરગવો

વ્રુક્ષો માનવજાતની મહામૂલી સંપત્તિ છે. તેનુ સંવર્ધન અને જતન જરૂરી છે. સરગવો શેઢે વાવતા હતા. હવે એની વૈજ્ઞાનીક અભિગમ અને સમ્પૂર્ણ ઓર્ગેનીક ગાય આધારીત જીવામ્રુત આપી, અગ્નિહોત્ર ફાર્મિંગ કરી ઉછેરવાની જરૂરીયાત ઉભી થઈ છે. સરગવાની ખેતીને પ્રોતસાહન પણ મળી રહ્યુ છે. સરગવાની શિંગ, ફળ, ફૂલ, છાલ જુદા જુદા અંગો દ્વારા સહકારી ધોરણે આગળ વધી આવક મેળવી શકાય છે. ગાય આધારીત ખેતી કરવાથી ગાયને બચાવી શકાશે. સાથો સાથ અન્નમય કોષની સારી ચીજ પેટમા પધરાવવા આપણી જનમ ભોમકાના ઝાડથી આવક મેળવી શકાશે.

શેઢે પણ સરગવા નાંખી, ઘરમા-ગરીબોને આપી ઉપયોગ કરી આરોગ્ય સારુ પ્રાપ્ત કરી શકીએ છીએ અને સાથો સાથ વ્રુક્ષ જતન પણ થાય છે. ભારતીય સંસક્રુતિ અરણ્ય સાથે સંકળાયેલી હતી. વ્રુક્ષોથી સભર વનોમા આપણી સંસ્ક્રુતિનુ પોષણ થયુ છે. તો ચાલો સરગવો વાવીને વવરાવીએ ખવડાવીએ.

 

શાળામા સરગવો

શાળાનુ પ્રાગણ વ્રુક્ષોથી આચ્છાદિત હોય છે. બાળકો વિધયાર્થીઓ તેમા કિલ્લોલ કરીને કુદરતની પ્રયોગશાળામા, તેના સાનિધ્યમા અનેક વસ્તુઓ શીખે છે. અનેક ઝાડ-વ્રુક્ષ-લતા ફૂલ હોવા જોઇએ. આ બાળકો વાધારે કિલ્લોલ કરતા થાય તે માટે બાળકોને વિટામિન્સ યુક્ત ખોરાક મળવો જરૂરી છે. આ આપશે સંજીવની વ્રુક્ષ સરગવો. દરેક બાળકને વિટામિન્સ મળશે અને એમાય ‘અમ્રુતપાણી’ ‘જીવામ્રુત’ જેવા પ્રયોગો દ્વારા સરગવો તૈયાર કરાવી વિધાર્થીને વિજ્ઞાનના અભિગમ દ્વારા વિકાશ સાધી શકે છે. શાળામા તેનુ પ્રદર્શન, પોસ્ટર, ન્યુટ્રિશન ચાર્ટ, નાટક, રોલપ્લે દ્વારા સમજાવી જગ્રુતતા લાવી શકાય. સરગવો બટકણો હોવાથી એવી જગ્યાએ વાવવો જ્યા બાળકો સતત જતા ન હોય – વાલીઓને સમજાવી ગામે ગામ ઘર ઘર ‘સરગવા અભિયાન’ બાળકોને બી આપી તેના મારફત ઉછેરાવી, વવરાવવાનુ અભિયાન આપણે એક નવી દિશા આપશે તેમા સંશય નથી. તો ચાલો… શાળામા… સોસાયટીમા… તળાવ… નદી કિનારે… મંદિરોમા સરગવો વાવીએ… વવરાવી… જતન કરીએ, ખવરાવીએ… વસુંધરાને સમજાવી સરગવો એક વર્ષમા મોટો અડીખમ બને છે, છે ને કમાલ…?

 

સરગવો અનુભવના એરણે

 • ભાવનગરના સેવાભાવી ડોક્ટરનુ કહેવું છે કે ‘મોરીંગા’ લેવાથી ઓસ્ટિયોપોરોસિસ તેમજ આર. એ. અને આર. ઓ. મા નોંધનીય પરેણામ મેળવેલ છે.
 • બજારમા મળતા સીંન્થેટિક કેલ્શિયમ કરતા મોરીંગાના પાનમા કુદરતી વનસ્પતિ જન્ય અનેક ગણુ કેલ્શિયમ છે. અને પાચન કર્તા છે.
 • રોગ પ્રતિકારક શક્તિ વધારવામા ખૂબજ સારુ પરિણામ આપે છે. કારણકે મોરિંગામા કુદરતી વનસ્પતિજન્ય એન્ટિ ઓક્સિડન્ટ, મલ્ટી વિટામિન્સ, એમીનો એસીડ ભરપૂર માત્રામા છે.
 • બ્લડપ્રેશર માટે પણ મોરિંગા ફાયદાકારક જણાયુ છે. કારણકે તેમા રહેલા એન્ટિઓક્સિડન્ટના કારણે દર્દી મા રહેલા ઓક્સિટેલીસસ્ટ્રેસ ઘટે છે. તેના પરીણામે એલોપથી દવાની ડોઝ ઘટાડવામા સહાયરૂપ થાય છે.
 • વાળ અને ચામડીમા મોરિંગામા રહેલ મલ્ટી વિટામિન્સ મિનરલ્સ ખરતા વાળ ને રોકે છે. વાળના મૂળ ને પોષણ પૂરુ પાડે છે. વાળ મજબૂત અને લાંબા થાય છે.
 • શરીરની નબળાઈમા મોરિંગા ભરપૂર પોષણયૂક્ત ખોરાકની ગરજ સારે છે. તેમા રહેલ કેલ્શિયમ, પ્રોટીન સમતોલ આહાર ની ગરજ પૂરી પાડે છે. તેથી નિયમિત રીતે મોરિંગાના સેવનથી કુપોષણ દૂર થાય છે.
 • ભરપૂર માત્રામા વિટામિન હોવાથી આંખોનુ તેજ વધે છે. અને રતાંધળાપણુ દૂર થાય છે.
 • એક્સલ ક્રોપ કેરના શ્રી નિતિનભાઇ દવે- તેમજ તેમના પત્ની પ્રા. મયુરી પંડ્યા મોરીંગાના પાવડરથી હિમોગ્લોબીન તેમજ શારીરીક સ્ફ્રુર્તી ખૂબજ ટૂકા ગાળામા જોવા મળે છે.
 • રાજકોટથી ઉપેન્‍દ્ર પંડયા નિવ્રુત મ. કુલસચિવ સૌ.યુની. જણાવે છે કે ઘરમા જ સરગવાના ઝાડને છાંયે સૂકવેલા પાનનો પાવડર થોડા વખતથી ચાલુ કર્યો છે. થાક ઓછો લાગે છે. સાંધાંના દુ:ખાવા નથી રિપોર્ટ નોર્મલ આવે છે. સરવાળે ફાયદો.

 

 

સરગવાના સથવારે વાનગી

 

મોરિંગા ફ્લાવર કરી

પાણીથી સાફ કરેલા મોરિંગા ફૂલ ત્રણ વાટકી, તેલ ત્રણ ચમચી, ખસ ખસ પાવડર બે ચમચી, ત્રણ મરચા સમારેલા.

રીત : એક કડાઈ મા ત્રણ ચમચી તેલ નાખી તેમા મોરિંગા ફૂલ સાતળો તેમા ખસ ખસ પાવડર નાખો, ઝીણા સમારેલા મરચા તેમજ સ્વાદ અનુસાર મીઠુ અને ખાંડ નાખો તેમા એક કપ માણી નખો. ધીમા તાપે ચડવા દો પાણી બળી જાય પછી તેને રોટલી, ભાખરી સાથે પીરસો.

 

મોરિંગા ફૂલની ચટણી

મરિંગાના ફૂલ સાફ કરેલા દોઢ વાટકી, ટમેટા ઝીણા સુધારેલા, બે ચમચા તેલ, મરચું જરૂર મુજબ.

રીત : મોરિંગા ના ફૂલને થોડુ પાણી લઈ તેને થોડીવાર ઉકાળી નીચે ઉતારી કાણાવાળા પાત્રમા લઈ પાણી કાઢી નાખો. એક કડાઇ મા તેલ નાખી, તેમા ટમેટા સાંતળો, તેમા ખાંડ અને મીઠુ માપસર નાખો. ત્યારબાદ તેમા મોરિંગા ના ફૂલ નાખો પાણી ન રહે અને તેલ છુટુ પડે ત્યા સુધી તેને ધીમા તાપે ચડવા દો પછી રોટલી, ભાખરી કે ખીચડી સાથે પીરસો.

 

મોરિંગા પોડ સૂપ

બે મોરિંગા શિંગના ટૂકડા લો. અડધી વાટકી સમારેલુ ગાજર. અડધી વાટકી સમારેલુ કોબીજ, અડધી વાટકી સમારેલુ ટમેટું.

રીત : તમામ શાક અને સરગવાના ટૂકડા કરી કુકરમા બાફી નાખો, તેને ઉતારી મીક્સરમા મીક્સ કરી, કાણાવાળા વાટકામા નાંખી, ગાળી લો. એલ તપેલી મા માખણ નાંખી કોર્ન ફ્લાવર નાખી સૂપ જેવુ ઝાડુ થાય ત્યા સુધી થોડુ ઉકળવા દો પછી તેને ગરમ કરી પીરસો.

 

મોરિંગાના પાન

 • મોરિંગાના પાંદડા ડાળખી વગરના સમારેલા બે વાટકી
 • ડુંગળી મિડિયમ સઈઝની ઝીળી સમારેલી
 • પાંચ કળી લસણની ફોલેલી સમારેલી
 • બે મરચા લીલા વાટેલા
 • બે ચમચા તેલ

બે ચમચા તેલ ફ્રાઇંગ પેનમા નાખી તેમા રાઇ, જીરુ, હીંગ, નાંખો પછી લસણ અને ડુંગળી નાખી સાંતળો

ડુંગળી ગુલાબી કલર ની થયા બાદ તેમા સમારેલા મોરિંગા પાન બે વાટકી નાખી તેમા પ્રમાણસર મીઠું, હળદર, અને લાલ મરચું નાખી થોડા પ્રમાણસરનુ પાણી નાખી ધીમા તાપે થવા દો, ભાજી ચડે ત્યા સુધી તેને ધીમા તાપે ચડવા દો. પછી બધુ પાણી બાળી દો. હવે ભાજી તૈયાર તેને રોટલી ભાખરી, ભાત સાથે પીરસો.

 

સરગવાના પાનના સક્કરપારા

2 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી મેંદો, સૂકો મસાલો જરૂર મુજબ, તેલ જરૂર મુજબ સરગવાના પાન 100 ગ્રામ

રીત : સરગવાના પાનને ધોઇ વીણી કોરા પાડવા, ઝીણા સમારવા, ઘઉં અને મેંદાના લોટને ભેગા કરી અંદર સરગવાની ભાજી તેમજ સૂકો મસાલો નાખી સક્કરપાડા બનાવવાનો લોટ બાંધો, બરાબર મસણી મોટા લુઆ પાડી પટલા ઉપર સક્કરપારા વણીને કાપી કડાઇમા નાંખી તેલ મૂકી ધીમા તાપે તળવા સક્કરપારા તૈયાર.

 

સરગવાના પાનનુ સૂપ

500 ગ્રામ સરગવાના પાન, 2 થી 3 મોટા ચમચા માખણ, 1 નંગ સમારેલી ડુંગળી, 2 ચમચી ખાંડ, જાયફળ, મીઠુ મરી, બે ચમચા મલાઇ, 5 નંગ પાંઉના તળેલા ટૂકડા

રીત : સરગવાના પાનને લઇ નીતારી લો. તેપેલી મા માખણ મૂકી કાંદો વધારવો. ધીમા તાપે 1 મીનિટ રાખી પાન નાખવા. મીઠુ તથા પાન રેડી પાન ચડવા દેવા જરૂર કરતા વધુ સમય ગરમી પર ન રાખવુ. બરાબર ચડી જાય પછી કિચનમાસ્ટર માથી પસાર કરી પ્રવાહી જેવુ બનાવી ગાળી લેવુ. પિરસતી વખતે તેમા જાયફળનો ભૂકો, ખાંડ, મીઠુ નાખવુ. ઉપર એક ચમચી ક્રીમ તેમજ પાઉ નાખી પિરસો.

 

સરગવાના પાનમા ઉત્તાપમ  

ચોખાનો લોટ 200 ગ્રામ, મેંદો 100 ગ્રામ, બ્રેડ સ્લાઇસ, 3 ટામેટા , 2 કાંદા સમારેલા ઝીણા, 1 મોટો ચમચો છાંસ, 100 મીલી તેલ, મીઠું, આદુ, મરચા જરૂર મુજબ, સરગવાના પાન જરૂર મુજબ.

રીત : બ્રેડ્ને પાણીમા પલાળી તેનો માવો કરવો તેમા ચોખાનો લોટ ભેળવવો તેમા છાસ નાખી જાડુ ખીરુ બનાવવું. તેમા ઝીણા સમારેલા કાંદા, ટામેટા, આદુ, મરચા, પાન નાખી તવી ઉપર તેલ લગાવી ઉત્તપમ બનાવવા.

 

સરગવાના પાનનુ સરબત

સરગવાના પાન 1000 ગ્રામ, ગોળ 25 ગ્રામ, આદુ 100 ગ્રામ, લીમ્બુનો રસ 1 ચમચો, પાણી જરૂર મુજબ.

રીત : સરગવાના પાન ને સ્વચ્છ પાણીથી ધોઇ લો. સરગવાના પાન, ગોળ, આદુ વાટીને, તપેલી મા પાણી લઈ તેમા નાખો. વાટેલા મિશ્રણને પાણી સથે 10 મિનિટ ઉકાળો, ઉક્ળયા પછી નીચે ઉતારી ઠુંડુ પડ્યા પછી ગાળી લો. ત્યારબાદ જરૂરીયાત મુજબ મીઠું, લીંબુ, ઉમેરી શરબતના રૂપમા પીવા માટે ઉપયોગ કરવો.

વિહંગાવલોકનો

સરગવા ના નિયમિત સેવનથી થતા લાભો ઉડતી નજરે.

 • સ્ટેમિના શક્તિ : સરગવો વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિ ઓક્સિડંટ્સ ભરપૂર હોવાથી શરીરના જોમ-બળ સ્ટેમિના મા વધારો કરે છે. વિદ્ધાર્થીઓને એકાગ્રતા વધારવામા અને રમતવીરોને કસરત કે રમતમા લગતો થાક ઓછો કરે છે. આ ઉપરાંત તેના સેવનથી પુરતી શક્તિ મળતી હોવાથી જમવાની ઇચ્છા ઓછી થાય છે, તેથી ઓછુ ખાવાથી વજન ઓછુ કરવામા પણ ઉપયોગી છે.
 • ડાયાબીટીસ : ડાયાબીટીસ ટાઇપ-2 ધરાવતા લોકોને ટીકડી, કેપ્સૂયલ, પાઉડર લેવાથી ડાયાબીટીસ નિયંત્રણમા રહે છે.
 • કેન્સર : સરગવામા રહેલા એન્ટિ ઓક્સિડેંટ, ખાસ કરીને કેટેસીન પોલીફીનોલ્સ તેમા પણ ખાસ કરીને ઇજીસીજી પ્રકાર કે જે બહુ જ શક્તિશાળી છે, તે કેન્સરના કોષોની બેફામ વ્રુદ્ધી રોકે છે.
 • કોલેસ્ટ્રોન : ખરાબ પ્રકારના LDL કોલેસ્ટ્રોન ઘટાડવામા મદદરૂપ છે.
 • બ્લડ પ્રેસર : મોરિંગામા મનને શાંત સરવાની ક્ષમતા લૈને બ્લડ પ્રેસર કાબુમા રાખે છે. સારી ઉંઘ લાવવામા મદદરૂપ છે.
 • આર્થરાઇટિસ : કેલ્શિયમ ભરપૂર હોઈનો સાંધાનો દુ:ખાવામા તથા હાડકાના રોગોમા મદદરૂપ થાય છે.
 • અબાલ વ્રુદ્ધ : 100% ઓર્ગેનીક હોવાથી કોઈ જ આડઅસર જોવા મળતી નથી. તેના નાના બાળકથી લીની વ્રુદ્ધો પણ લઈ શકે છે. આફ્રિકામા કુપોષણથી પીડાતા બાળકોને નિયમિત આપવામા આવે છે.
 • ઇમ્યુનિટી : ઉપર દર્શાવેલ ફાયદાઓ ઉપરાંત મોરિંગામા રહેલ તત્વો રોગપ્રતીકારક શક્તિ વધારે છે. આંખ અને મગજ ને પોષણ આપે છે. ચયાપચનની ક્રિયા નિયમિત બનાવે છે. આંખોના રોગો સામે રક્ષણ આપે છે. રતાંધણાપણુ દૂર કરે છે.
 • ઘડપણ આવતુ અટકાવે : મોરિંગામા ઉત્તમ પ્રકારનો ઓક્ટિકેડેન્સ હોવા ઉપરાંત વિટામિન-એ, વિટામિન-સી, ભરપૂએર મત્રામા રહેલા હોઈ છે. શરીરના તંદુરસ્ત કોષો તથા ટિસ્યુનુ ઓક્શિડેશન થતુ અટકાવે છે. ચહેરા અને હાથ ઉપર પડતી કરચલીઓ અટકાવે છે.
 • ઘા રૂઝાવવા : મોરિંગા પાઊડરને વાગેલી જગ્યાએ અથવા ઘા ઉપર લગાવવાથી જલ્દી ઘા રૂઝાય જાય છે. અને ચામડી ઉપર ડાઘ દેખાતો નથી.
 • વાળ કેશ : પુરુષ કે સ્ત્રીનુ સૌંદર્ય કે દેખાવ તંદુરસ્ત વાળ ઉપર આધાર રાખે છે. વાળને બટકતા, રૂક્ષ થતા, નિસ્તેજ થતા અને ઉતરતા અટકાવે છે. ચહેરા ઉપર તેની પેસ્ટ લગાવાથી ચહેરાની તાજગી-ચમક અને તંદુરસ્તી વધે છે.

 

આપણે શું કરીશું ?    

 • આપણી વિરસતી જાતી વિરાસતને બચાવીએ.
 • ગામે ગામે આપણા દેશી વ્રુક્ષો, વનસ્પતિ, ફૂલ, પંખી સ્થળચર બચાવીએ. સરગવા વાવીએ.
 • દુનીયાને વધારેમા વધારે નિરામય-આરોગ્યમય બનાવવામા યજ્ઞમા આહુતિ આપીએ.
 • ગાય આધારીત ખેતી – અગ્નિહોત્રના આશરે જઈએ.
 • શાળા, કોલેજ, મંદીર, વાડી, ખેતર, પાળે, વાવવાનુ અભિયાન ઉપાડીએ.
 • બાળકના ભોજનમા સરગવાના પાનનો ઉપયોગ કરીએ.
 • સહકારી ભાવનાથી સરગાવો ઉઘાડી સ્વરોજગાર થઈએ.
 • પંચવટી બનાવી તેના લાભો મેળવીએ.
 • ઓર્ગેનીક ખેતી અપનાવી અને ઓર્ગેનીક ખાઇને ખેડૂતને મજબૂત બનાવીએ.
 • ગામનુ પાણી ગામમા, સીમનુ પાણી સીમમા, શાળાનુ પણી શાળામા, સહુના સથવારે સાચવીએ.
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,188 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: