હરિ તારા છે હજાર નામ / મહેશ દવે
ઈશ્વર અદ્ધૈતરૂપ છે એવી પરંપરા આપણે ત્યાં રૂઢ થયેલી છે. ઈશ્વર એક અને અદ્ધિતીય છે. જોકે ઈશ્વરની શક્તિનાં ત્રણ રૂપ માન્યા છે : સર્જનશક્તિ, સંચાલનશક્તિ અને વિસર્જનશક્તિ. સર્જનશક્તિને બ્રહ્મારૂપે કલ્પી છે. સંચાલનશક્તિ વિષ્ણુરૂપે પૂજી છે. વિસર્જનશક્તિને મહેશરૂપે માની છે. આ ત્રણે વાસ્તવમાં એક જ શક્તિનાં વિવિધ રૂપ છે.
ઈશ્વરીય શક્તિનું સંચાલનરૂપ સંસારીઓને સવિશેષ સ્પર્શે છે. સંસારીઓમાં આથી વિષ્ણુસ્તુતિ વિષ્ણુસહસ્ત્રનામનો ભારે મહીમાં છે. અનેક રીતે સંસારીઓ વિષ્ણુને ભજે છે.
‘વિષ્ણુ’ શબ્દ મૂળ ‘વિશ’ પરથી આવ્યો છે. ‘વિશ’ એટલે વ્યાપવું. માણસના શરીર, મન અને બુધ્ધીમાં વિષ્ણુ આત્મારૂપે વ્યાપ્ત છે. એ જ વિષ્ણુ સમગ્ર વિશ્વમાં બ્રહમરૂપે વ્યાપ્ત છે.
વિષ્ણુની વિભૂતીરૂપે પણ કલ્પના કરી છે. વિષ્ણુના દેહને ભૂરા રંગનો કલ્પ્યો છે. તેમના વસ્ત્રો પીળા રંગના છે.
આકાશ અને સમુદ્રોનો ભૂરો રંગ અનંત, આસીમ વ્યાપકતા સૂચવે છે. પીળો રંગ ધરતીનો સંકેત આપે છે. વિષ્ણુને દૂધના સમુદ્રમાં – ક્ષીરાબ્ધિમાં શેષનાગ પર યોગનીન્દ્રામાં શયન કરતાં પણ કલ્પયા છે. ભગવાન વિષ્ણુના ચાર હાથ દર્શાવાય છે. તેમણે એક કારમાં શંખ, બીજામાં ચક્ર, ત્રીજામાં ગદા અને ચોથામાં પદ્મ ધારણ કર્યા છે. શંખ ધર્મમય જીવન માટે આહવાન આપે છે. તે માર્ગે ઉત્ક્રાંન્તિ સાધી પદ્મ બની શકાય. અન્યથા માણસ કે સમાજ ગદા અને ચક્રથી નાશ પામે છે.
આ રીતે વિષ્ણુને વિભૂતિરૂપ પૂજાય છે. પણ તેના કરતાં પણ વિષ્ણુને અનેક નામે સ્મરવાની, જપવાની પરંપરા વધુ દ્રઢ છે.
ઈશ્વર એક છે, અદ્રિતીય છે તે ખરું, પણ એક જ તત્વને જ્ઞાનીઓ, સાધુઓ,સંતો,ભક્તો,ભાવિકો, અને સંસારીઓ અનેક નામે બોલાવે છે અને સ્મરે છે, તે પણ એટલું જ સાચું છે : એકમ સત વિપ્રા બહુધા વદન્તિ.
એક તરફથી માનવું કે ઈશ્વર એક અદ્વેતરૂપ છે અને બીજે પક્ષે તેનો અનેક નામે જપ કરવો, એ બે વાતમાં વિરોધ લાગે, પણ ખરેખર વિરોધ નથી, વિરોધાભાસ છે. એક ઈશ્વર અને તેનો અનેક નામે જાપ એ વચ્ચે આપણાં ધર્મે સરસ સુમેળ સાધી આપ્યો છે. એટલેજ મુનીવર વ્યાસ ગીતામાં એકેશ્વરવાદ પ્રબોધે છે. અને એ જ મહાભારતના અનુશાસનપર્વમાં વિષ્ણુસહસ્ત્રનામનું સ્ત્રોત પણ આપ્યું છે. જગદગુરુ શંકરાચાર્યે ભારતભરમાં અદ્દેતવાદનો પ્રચાર અને પ્રસાર કર્યો. એમણે જ આગળ જતાં દેવદેવીઓની ભક્તિના સ્ત્રોતો રચ્યા અને વિષ્ણુસહસ્ત્રનામ પર ભાષ્ય પણ લખ્યું॰
હજારો વર્ષથી વિષ્ણુસહસ્ત્રનામનો મહિમા છે. દિવ્ય નામના રણની શક્તિ અને કાર્યસાધકતા વિદ્ધાનો તેમજ ભક્તોએ પ્રબોધી છે. ઉત્તરમાં લક્ષ્મીધરે “ભગવન્નામ કૌમુદી’ માં નામસાધનનું માહાત્મ્ય બતાવ્યુ છે. દક્ષિણમાં નામસિદ્ધાત પર ‘ભગવન્નામભૂષણ’ અને ‘નામામૃતરસાયણ’ જેવા ગ્રંથો લખાયા છે. બંગાળ તેમ જ ગુજરાત-મહારાષ્ટ્રના સંતોએ નામસ્મરણો મહિમા ગાયો છે. આમ વર્ષોથી નામમાહાત્મ્યની ગંગા સતત વહેતી રહી છે. પંડિતો અને જ્ઞાનીઓ, ભાવિકો અને ભક્તો, મહાજનો અને પૃથગ્જનો બધા નામસ્મરણની ગંગામાં સ્નાન કરી પવિત્ર થવાનો લહાવો લે છે. એ ગંગા પ્રજાના લોકગીતોમાં પણ ઊતરી છે ; ‘હારી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી ?!
*****************************************************************************
વિષ્ણુસહસ્ત્રનામનો સંદર્ભ
વિષ્ણુસહસ્ત્રનામનો ઉપદેશ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરના સવાલના જવાબમાં આપ્યો છે. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો :
“બધા ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો ?
કોના જપ કરવાથી જન્મ-મરણના બંધનમાથી જીવ મુક્ત થઈ શકે ?”
ત્યારે ભીષ્મ પિતામહે ઉત્તર આપ્યો :
“માણસ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની સ્તુતિ-પૂજા કરે તેને હું શ્રેષ્ઠ ધર્મ માનું છુ. ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ મારી પાસેથી સાંભળ. તેનું રટણ કરવાથી માણસ સંસારના બંધનમાથી મુક્ત થાય છે.”
આ પ્રમાણે જણાવી ભીષ્મ પિતામહે વિષ્ણૂના સહસ્ત્ર નામ ગાયા. તેનું સ્તવન કરવાનો ઉપદેશ આપ્યો. આ છે વિષ્ણૂસહસ્ત્રનામનો સંદર્ભ.
ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ની ભૂમીકા સમજાવા જેવી છે.
યુધિષ્ઠિર ધર્મના જ્ઞાતા છે, જ્ઞાનવૃધ્ધ છે, અનુભવ-સમૃદ્ધ છે. પણ મહાભારતના શાંતિપર્વમાં તેમની ભૂમીકા સામાન્ય સંસારી જેવી છે. મહાભારતનું દારુણ યુદ્ધ પૂરું થયું છે. પાંડવોનો વિજય થયો છે. દેખીતી રીતે યુધિષ્ઠિર પ્રસન્ન હોવા જોઈએ, આનંદ માં હોવા જોઈએ. પણ યુધિષ્ઠિરના માનની સ્થિતિ કઈક જુદી જ છે. તેઓ કઈ છળકપટ જોઈ ચૂક્યા છે. કઈક છળકપટ એમણે આચરવા પણ પડ્યા છે. તેમણે મહાસંસાર નીહાળ્યો પણ છે. જેમને વત્સલભાવે રમાડયા હતા, જેમના લાલણ પાલન કર્યા હતા તેવા કેટલાય યુવાન લાડકવાયાઓને તેમણે હણાયા જોયા છે. બંને પક્ષે બધા પોતાનાજ કુટુંબ અને કૂળના હતા. પોતાના સમવયસ્કો, સગાસંબંધી અને જોયેલા-જાણેલાઓને વીરગતી પામી સંચારતા જોવાની યાતના તેમણે સહી છે. વિજયનો સ્વાદ ખારો થઈ ગયો છે. ઘેરા શોકથી હદય ભરાઈ ગયું છે.
વરસોથી કૌરવ સાથે અથડામણો થતી રહી, અપમાનો સહ્યા, દૂ:ખ વહોરયા. અંતે સર્વોનો ઉકેલ લાવનારું મહાયુધ્ધ થયું. યુધ્ધ સાથે જાણ4એ જીવન કાર્ય પૂરું થયું. જીવનનો કોઈ હેતુ જ ના રહ્યો. કોઈ કામ ના રહ્યું. જીવન માઠી પ્રયોજન ચાલી જાય ત્યારે ગ્લાનિ ઘેરી વણે છે. બધુ નિરથક લાગે છે.મન ખાલી ખાલી લાગે છે. ઉત્સાહ વધતો નથી. કશુ ગમતું નથી. ક્યાય ગોઠતું નથી.
સંહારને અંતે શોક છે. સંસાર ને અંતે બધુ શૂન્ય છે. સામાની સંસારીની જેમ યુધિષ્ઠિર શોક અને ખાલીપામાં ડૂબેલા છે. જીવનસંધ્યાના આછા અજવાળા-અંધારામાં ઘેરાયેલા છે. ક્રુષ્ણ સિવાય બીજું કોણ ઉગારે ?
ક્રુષ્ણ યુધિષ્ઠિર ને સલાહ આપે છે : ‘ભીષ્મ પિતામહ પાસે જ્ઞાનોપદેશ માટે જાઓ. ઉત્તરાયણની રાહ જોઈ પિતામહ શરશય્યા પર સૂતેલા છે. ઉત્તરાયણ પછી દેહથી મુક્ત થઈ વિદાય લેશે. તેમની સાથે તેમનું બધુ જ્ઞાન પણ જશે. તે પહેલા તેમની પાસેથી બોધ મેળવી લો.’
ભીષ્મ પિતામહ સામાન્ય કોટિકા સંસારી નથી. તેમ હોત તો તેમની મન:સ્થિતિ યુધિષ્ઠિર જેવી જ હોત. યુધિષ્ઠિર કરતાય લાંબી અને વિકટ સંસારયાત્રા અને યાતનામાથી તે પસાર થયેલા છે. મૃત્યુને ભેટવા તૈયાર થઈ બેઠા છે. બાણશય્યા પર સૂતા સૂતા ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા છે. આખો દેહ વીંધાઈને પડ્યો છે. આખો એક યુગ આખો સામેથી આથમી ગયો છે. પણ એ નથી શૂન્ય કે નથી શોકાર્ત. ભગવાન્નામસમરણથી મનોવ્યાથા અને શરીરપીડા સહ્ય બનાવી શકાય છે તે તેમણે આચરી બતાવ્યુ છે. આવી અસામાન્ય વિભૂતી પાસેથી જ્ઞાનોપદેશ લેવાનું ક્રુષ્ણ યુધિષ્ઠિરને સૂચવે છે.
ઈશ્વરની યોજના પ્રમાણે ભીષ્મ પિતામહે કૌરવો સાથે રહીને પોતાનો ધર્મ બજાવ્યો છે. કબૂલાતના ભાવે તેમણે પોતે જ પોતા વિશે અર્ધવ્યંગમાં કહ્યું છે : “પુરુષ અર્થનો દાસ છે. કૌરવોએ મને અર્થથી બાંધી લીધો છે. હું અર્થથી હરાયેલો છુ.” ભીષ્મ પિતામહની આ વાણી અર્ધસત્ય છે. આવી ઉચ્ચ કોટીની વિભૂતિ અર્થથી બંધાઈને રહે તે વાત માનવામાં આવે એવી નથી.
ખરેખર તો ભીષ્મ પિતામહે કૌરવો સાથે રહેવું તેવી ઈશ્વરની યોજના છે. પાંડવો પર પિતામહની અપપર પ્રીતિ છે. ક્રુષ્ણ પ્રત્યે તેમની અતીવ ભક્તિ છે. આ બધુ હોવા છતાં, ગેરસમજ, ટીકા અને ઉપાલભોનો ભોગ બનીને પણ પિતામહ કૌરવ પક્ષે રહ્યા. તેમાં તેઓ ઈશ્વરની યોજનાને વશ વર્તયા છે. તેમ કરીને તેમણે ધર્મ બજાવ્યો છે. તેઓ કૌરવો સાથે ના હોત તો કૌરવોને નિયંત્રણમાં રાખવાનું અશક્ય બની જાત. પાંડવો વિજય અપાવવાનું પણ મુશ્કેલ બનત. પોતાની જાતનો ભોગ આપી ધર્મ બજાવનાર મહામાનવનું ચારીત્ર ભીઢ્મ પિતામહે ભાગે ભજવવાનું આવ્યું. તે તેમણે બરાબર ભજવી બતાવ્યુ. આવા મહામાનવ પાસે યુધિષ્ઠિરને ક્રુષ્ણ મોકલે છે.
ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ધર્મનો વિસ્તૃત અને વિગતવાર ઉપદેશ આપે છે. છતાં યુધિષ્ઠિરને સંતોષ થતો નથી. મૂઝવણ દૂર થતી નથી. મોક્ષ અને મૂક્તી માટેની ઝંખના બાકી રહે છે. યુધિષ્ઠિર આખરે છ પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નના શિરમોર સમો છેલ્લો પ્રશ્ન છે :
“શાનું રટણ કરવાથી માનવ-જીવ જન્મ-પુનર્જન્મના સંસાર-બંધનમાથી છૂટે ?”
આ પ્રશ્નાના ઉત્તરમાં ભીષ્મ પિતામહ વિષ્ણુસહસ્ત્રનામનું સ્ત્રોત આપે છે. સહસ્ત્રનામના જપથી તારી જવાય છે. એ તરાપા પર બેસી ભવસાગર પાર કરી શકાય છે.
સંસારના ઓવારે બેઠેલા યુધિષ્ઠિર જેવા જિજ્ઞાસુ અને સંસારને પાર કરી બેઠેલા ભીષ્મ પિતામહ જેવા દોરવણી આપનાર આ બંનેના સંવાદમાથી આપણને વિષ્ણુસહસ્ત્રનામનું તત્વબોધી સાધન મળ્યું છે.
****************************************************************************
આ પુસ્તક ક્યાંથી પ્રાપ્ત થશે. મહેશ દવેનું વિષ્ણુસહસ્રનામ. જણાવશોજી. 9925549483 (હાર્દિક પુરોહિત)