મધપૂડો –3

  1. પાપ તારું પરકાશ પુરાતન જ્યોત / ઝવેરચંદ મેઘાણી

પાપ તારું પરકાશ જાડેજા!

ધરમ તારો સંભાળજી

તારી બેડલીને બૂડવા નહીં દઉં,

તારી નાવડીને ડૂબવા નહીં દઉં,

જાડેજા રે… એમ તોરલ કે છે જી,

 

હરણ હણ્યા લખ ચાર તોળી રાણી!

હરણ હણ્યા લખ ચારજી.

વનના તે મોરલા મારીયા,

મેં તો વન કેરા મોરલા મારીયા,

તોળાં દે રે… એમ જેસલ કે છે જી,

પાપ તારું પરકાશ…

 

ફોડી સરોવર પાળ તોળી રાણી,

મેં તો ફોડી સરોવર પાળજી,

ગોંદરોથી ગોધણ વાળીયા,

મેં તો ગોંદરેથી ગોધણ વાળિયા

તોળાં દે રે… એમ જેસલ કે છે જી

પાપ તારું પરકાશ…

 

લૂંટી કુંવારી જાન તોળી રાણી,

મેં તો લૂંટી કુંવારી જાન જી;

સાતવીસુ મોડબંધા મારિયા,

તોળાં દે રે… એમ જેસલ કે છે જી;

પાપ તારું પરકાશ…

 

જતા (જેટલા) મથે જા વાળ તોળી રાણી,

જતા મથેજા વાળ જી,

એટલાં તો કુકરમ મેં કર્યા,

તોળાં દે રે… એમ જેસલ કે છે જી;

પાપ તરું પરકાશ…

 

પુણ્યે પાપ ઠેલાય જાડેજા!

પુણ્યે પાપ ઠેલાય જો,

તારી બેડલીને બૂડવા નહીં દઉં.

તારી નવડી ને ડૂબવા નહીં દઉં,

જાડેજા રે… એમ તોરલ કે છે જી,

પાપ તારું પરકાશ…

**************************************************************************

 

 

  1. જિંદગી જીવી જાણોરજેંન્દ્ર શાહ

લાંબી આ સફરમાં જિંદગીના

ઘણાયે રૂપ જોયા છે.

તમે એકલા શાને રડો છો

સાથી તો અમે ય ખોયા છે.

 

આપ કહો છો આમને શું દુ:ખ છે.

આ તો સદા હસે છે

અરે આપ શું જાણો

આ સ્મિતમાં કેટલા દુ:ખ વસે છે.

 

મંઝિલ સુધી ના પહોંચ્યા તમે,

એ વાત થી દુ:ખી છો.

અરે ચાલવા મળ્યો રસ્તો તમને

એટલા તો તમે સુખી છો,

 

આપને ફરિયાદ છે કે કોઇને

તમારાં વિશે સૂઝયું નથીં.

અરે અમને “તો કેમ છો?”

એટલુંયે કોઇએ પૂછ્યું નથી.

 

જે થયું નથી એનો

અફસોસ શાને કરો છો.

આ જિંદગી જીવવા માટે છે.

આમ રોજ રોજ શાને મરો છો?

 

આ દુનિયામાં સંપુર્ણ

સુખી તો કોઇ જ નથી.

એક આંખ તો એવી બતાવો.

જે ક્યરેય રોઇ નથી,

 

બસ એટલું જ કહેવું છે,

જિંદગીની દરેક ક્ષણ દિલથી માણો.

નશીબથી મળી છે જિંદગી

તોવ એને જેવી જાણો.

 

 

 

  1. મોતી લેણા ગોતી / સતકેરી વાણી / સાંઇ મકરંદ

દલ દરીયામેં ડૂબકી દેણા,

મોતી રે લેણા ગોતી એ જી,

ખારા સમંદરમેં છીપ બસત હૈ,

ભાત ભાતરા મોતીએ જી,

એ મોતી કોઇ મરજીવા મણે,

નહિ પુસ્તક, નહિ પોથીએ જી…દલ

મુખા કમળ પર મરઘા કમળ હે,

તા પર ગંગા હોતીએ જી,

તન પર સાબુ, મન કર પાણી,

ધોઇ લેણા હરદારી ધોતી રે જી…દલ

રણુંકાર મેં ઝણુંકાર હે,

ઝણુંકારમેં જ્યોતિએ જ્ર્ર,

એ જ્યોતિ અભેપદ હોતી,

વહા હે એક મોતી રે જી…દલ

નવ દુવારા, દસમી ખડકી,

ખડકીમેં એક ખડકી એ જી,

એ ખડકી કોઇ સદ્‌ગુરુ ખોલે,

કૂંચી ઉનરા ઘરકી એ જી,

ડાબી ઇંગલા, જમણી પિંગલા,

નૂરત સૂરત કર જોતી,

દેવ ડુંગરપુરી બોલિયા,

હું હરખે હાર પરોતી….દલ

 

  1. કસ્તુરી તિલકમ્‌

કસ્તુરી તિલકં લલાટ પટલે

વક્ષ: સ્થલે કૌસ્તુભમ્‌

નાસાગ્રે વરમૌક્તિકં,

કરતલે વેણુ, કરે કંકણમ્

સવાઁગે હરીચંદનં સુલલિતં

કંકે ચ મુક્તાવલિ,

ગોપસ્ત્રિ પરિવેષ્ટિતો વિજયતે

ગોપાલ ચૂડામણિ,

******************************************************************************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,054 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: