કન્યાવિદાય//બાલમુકુંદ દવે

કન્યાવિદાયબાલમુકુંદ દવે

 સોડમાં લીધાં લાડકડી !

આંખ ભરી પીધા લાડકડી !

હીબકાંને હૈયામાં રૂધ્યાં

ને પારકાં કીધા લાડકડી !

        ક્યારામાં ઝપાટાભેર પાંગરી રહેલ તુલસીછોડની ઓળખાણ કલાપીએ આમ કહીને કરાવી છે પિતૃગૃહે જેમ વધે કુમારિકા” પિતૃકુલક્યારામાં આવી પાંગરી રહેલી તુલસીછોડ સમી શુચિત્વાભરી પ્રત્યેક કુમારિકાને એક દિવસ આખીને આખી મૂળ-માટી સોતી બીજા કુટુંબક્યારામાં રોપવાનો અવસર આવે છે. માંડવો બંધાય છે. ઢોલ-શરણાઈ વાગે છે. ગણેશપૂજન થાય છે. અંગેઅંગે પીઠી ચડે છે. મંગળફેરા ફરાય છે અને કોક પરદેશી પોપટડો આવીને બેનીબાને લઈ જાય છે !

        ગૃહસ્થાશ્રમની આખી આયુષ્યયાત્રામાં કન્યાવિદાય જેવો કરુણમંગલ પ્રસંગ બીજો એક્કે નથી. મહારાજ પાસે લગ્નની તિથી જોવડાવીને મુહૂર્ત નક્કી થાય ત્યારથી ઘરને ખૂણે ખૂણે હવે પરણીને પારકી થનાર દીકરીના પગની જ્યાં જ્યાં પગલીઓ પડે છે ત્યાં ત્યાં જાણે કંકુની ઢગલીઓ થતી આવે છે. હવે લગ્ન  આડે ફક્ત આટલા દિવસ રહ્યાં… સાહેલીઓના વહાલ ને વિયોગ બેય ઘેરા બનતા આવે છે. મા અધરાતે-મધરાતે ઝબકીને દીકરીનું મોં જોઈ લે છે. દીકરીના શ્વાસે શ્વાસેથી જાણે સૂર ઊઠે છે: “અમે ચકલીઓના માળા, અમે કાલે ઊડી જઈશું…”

        અડધી રાત આમ ઊંઘતી દીકરીનું મોં જોઈને અને અડધી રાત દીકરી માટે કરકરિયાવરની તૈયારી કરવાના વિચારમાં પૂરી કરીને મા સવારે ઊઠે છે. માના ચહેરા પર ઉચાટ અને ઊમંગ બેય વરતાઈ આવે છે. પણ બાપે તો બધી વેદના ભીતરમાં ભંડારી દીધી છે. એ અસ્વસ્થ થાય તો આ અવસર ઊકળે શી રીતે? દીકરીના લગનની ઝીણી મોટી તૈયારીઓની ગણતરી એના મગજમાં રમે છે.

        ચૂડો-પાનેતર, કંકાવટી, માંચી બાજોઠ, માયામાટલી… એકે એકે ખરીદાવા માંડ્યુ; હવે તો ગણતર વરધો જ બાકી રહી. ઘરનું રંગ-રોગાન પૂરું થયું. રસોડાનો સામાન, પૂજાપો, જાનનો ઉતારો બધું પાકું થઈ ગયું. છતાં દીકરીના બાપ ને થયું: લાવ એક આંટો વેવાઈને ત્યાં મારી આવું. જાનમા કેટલા માણસો એ પાકું કરી આવું. બીજા વટ-વહેવારની વાતો પણ કરતો આવું. માંડવે વાર આવે ને કઈ વાકું પડે તો ફરી વજેતી! મનામા આવા મણકા મૂકાતા દીકરીના બાપ વેવાઈને ત્યાં જય બધું પાકું કરી આવ્યા. ઘરે આવીને ગોરને બોલાવ્યા. નજીકના સગાં-સાગવા આવ્યા અને કંકોત્રીઓ લખાઈ. દીકરીએ એમી બહેનપણીઓ અને મિત્રમંડળમાં વહેચવા પોતાની પસંદગીની ખાસ કંકોતરી છપાવી. માએ આડોશણ-પાડોશણોને કારીવર જોવા બોલાવી. ગોળધાણા વહેંચાયા.

        હવે તો લગ્ન આડે આડી રાત જ રહી. મંડપને છેલ્લો ઓપ અપાયો. લાઇટ ડેકોરેશન થઈ ગયું. આંગણામાં છત્રીઘાટે ઊભેલી બોરસલીમાં નાની નાની લાઇટની આખી જાળ પથરાઈ ગઈ. જુવાન દીકરીના અંતરના અરમાનો જાણે એ બોરસલીના પાંદડે પ્રકાશીત રહ્યાં! ઢોલીડા આવ્યા. શરણાઈ ગુંજી ઊઠી. ચારે બાજુ આનંદમંગલ વરતાઈ રહ્યું. શૈશવમાં જે આંગણામા દીકરી ખેલતી કૂદતી, ત્યાં ચોરીની સજાવટ થઈ. સવાર પડ્યુ. લગ્ન મંડપમાં ગાલીચા પથરાઈ ગયા. પાનબીડા અને ગુલાબના થાળ શગોશન ભરાઈ ગ્યાં. વરકન્યા માટે ખાસ બનાવડાવેલા મોટા હારના કરંડિયા આવી ગયા. વેણી ને ગજરા પણ આવ્યા.

        …અને જાન આવી પહોંચી. સાસુએ વરરાજાને પોખ્યા. વરકન્યા માહ્યાંરામાં બેઠા. ચાર આંખો મળી અને ઢળી, શરણાઈના મંગળ સૂર ગૂંજી ઊઠ્યા. સૂરે સૂરે અંતરની લાગણીઓ અવળાસાવાળા આમળા લઈ રહી. ઢોલ ઢમકી રહ્યાં. વરપક્ષની જાનારડીઓ ઇડરિયો ગઢ જીત્યાના ગૌરવ સાથે ગીતો ગાઈ રહી. ગોર મહારાજે “વરકન્યા સાવધાન નો પોકાર કર્યો. હસ્તમેળાપ થયા અને સહેલીઓ દબાતે આવજે ગાઈ રહી: “પરણ્યા એટલે પારકા બેની…”

        અને આખરે કન્યાને વળાવવાની વસમી ઘડી આવી પહોંચી. શરણાઈના સૂરના તડપન સાથે કન્યાના ઉરની ધડકન વધી રહી. પતિને અનુસરવું પ્રિય તો છે, પળ પિતૃગૃહની માયા કેમ છૂટતી નથી.ઘરની બારસાખે કંકુના થાપા મારતી વખતે તો અંતરની ધ્રુજારી જાણે આંગડીઓના ટેરવાએ આવીને વસી. કંકુનો થાળ ધ્રૂજવા લાગ્યો. મંડપ ધ્રૂજવા લાગ્યો. આંગણાની બોરસલી ધ્રૂજવા લાગી… શરણાઈના સૂર ઝૂરતા પાવામાં પલટાઈ રહ્યાં, ઢોલનો ઢમકારો ધ્રાસકામાં પલટાઈ રહ્યો… માબાપની માયા, સહિયરોનો સાથ… પિયરના ઝાડાવાનું પાનેપાન પોકારી રહયું: “મત જા… મત જા…”

        પણ કોઈ કન્યા રોકી રોકાઈ છે? ઝાલી ઝલાઇ છે? અને આ કન્યા પણ વિદાય થઈ!

        દીકરીને લઈ ને જતી મોટર ઊપડી ત્યાં સુધી હાંફડી-ફાંફડી સાથે ડગ ભરતી, સાસરિયાને દીકરીની સોપણ કરતી, દીકરીને માથે-મોઢે હાથ ફેરવી રહેલી ડૂમાભરી માતા માટે “આવજે બેટા!”

        એટલા શબ્દો બોલતા તો બ્રહમાંડ ડોલી જાય છે. કેમ કરી દીકરી છાતીએથી છૂટતી નથી. “મારી પંખણી…” “મારુ ફૂલ…” એ શબ્દો આવજો આવજો ના શોરબકોરમાં ડૂબી ગયા. મોટરે વેગ પકડ્યો, માના હૈયાના રાતનને લઈને મોટર દૂર ને દૂર… ચાલી જાય… માને આશ્વાસન આપવા સગસ્નેહીઓ વીંટળાઇ વળ્યા. કોઈએ પાણી લાવીને આપ્યુ. માને જરા શાતા વળી. 

        પણ દીકરીના બાપ? અત્યાર સુધી કઠણ છાતી કરીને જે લગ્નનો અવસર ઉકેલી રહ્યાં હતા તે ક્યાં ગયા? ઓશરીમાં જોયું. ઘરમાં જોયું. ક્યાય નથી! તો પછે ગયા ક્યાં? દેવપૂજાની ઓરડીમાંથી એક ડૂંસકું સંભળાયું. જઈને જોયું તો તેઓ ધ્રુસકે રડી રહ્યાં હતા. દીવામા હવે ઘી ખૂટવા આવ્યું હતું તેથી શગ ધ્રુજી રહી હતી. એ ધ્રૂજતી શગના અજવાળામાં રુદન કરતાં બાપના ચહેરાની એકએક રેખા પણ ધ્રૂજી રહી હતી. પાસે મોટો દીકરો બાપ માટે પાણીનો પ્યાલો લઈને ઊભો હતો, પણ આંસુ આડે એને કોણ જુએ? દેવાની મૂર્તી સાથે વાતો કરતા હોય એવો બાપનો કરૂણ સ્વર સંભડાયો: “ભગવાન! અલ્લડ વાછરડી જેવી મારી દીકરી… કોઈ દહાડો બાપડીએ લીલીસૂકી જોઈ નથી… પારકા ઘરમાં શી રીતે સમાશે?” અને અત્યાર સુધી બાપે જાળવી રાખેલા ધીરજના આચ્છાદનના સો સો લીલા વાતાવરણમી ઊડી રહ્યા. ઉપરથી સ્વસ્થ દેખાતા બાપાના હીબકાં કેમેય શમતાં નહપ્તા: “મારી લાડકડી…”

        દીવાનું ઘી ખૂટયું અને શગ એક છેલ્લી ધ્રુજારી સાથે હોલવાઈ ગઈ.                

      

                              

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,191 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: