મધ્પૂડો- 2

 1. હરિ આવોનેકવિ ન્હાનાલાલ

આ વસંત ખીલે શતપાંખડી, હરિ! આવોને!

આ સૃષ્ટિએ ઘરિયા સોહાગ, હવે તો

હરિ આવોને!

આ વિશ્વ વહે છે વધામણી હરિ! આવોને!

આવી વાંચો અમારાં સૌભાગ્ય, હવે તો

હરિ! આવોને!

આ ચંદરવો કરે ચંદની, હરિ! આવોને!

વેર્યા તારલિયાના ફૂલ, હવે તો

હરિ! આવોને!

પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં, હરિ આવોને!

દિલ વારિ કરીશ સહુ ડૂલ, હવે તો

હરિ! આવોને!

આ જળમાં ઊઘડે પોયણાં, હરિ! આવોને!

એવા ઊઘડે હૈયાના ભાવ, હવે તો

હરિ! આવોને!

આ માથે મયંકનો માણી તપે, હરિ! આવોને!

એવા આવો જીવનમણી માવ! હવે તો

હરિ! આવોને!

આ ચંદની ભરી છે તળાવડી, હરિ! આવોને!

ફૂલડિએ બાંધી છે પાજ, હવે તો

હરિ! આવોને!

આ આસોપાલવને છાંયડે, હરિ! આવોને!

મન મહેરામણ મહારાજ! હવે તો

હરિ! આવોને!

મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવોને!

મ્હારે સૂની જીવનની વાટ, હવે તો

હરિ! આવોને!

મ્હારે કાજળ કેરી કુંજમાં, હરિ! આવોને!

મ્હારા આતમ સરોવર ઘાટ હવે તો

હરિ! આવોને!

******************************************************************************

 

 

 1. લોક ગીતાસ્વામી આનંદ

સાંખ્યયોગ

કહે ક્રુષ્ણ, અરે! આ શું સૂઝયું આવે સમે તને?

લડવાનો ધર્મ છે તારો, તેમાં તું થી ડગાય નૈ…..6

ન કેવાના વર્ણ, કેશે સૌ, તું ભાગ્યો યુધ્ધથી ડરી

અકીર્તિ, કીર્તિવંતાને મોતથી આગળી મકી……7

તું હું ને આ બધા રાજા હતાં પહેલાં અને

હું જાણું, તું ના જાણે, એ બધુએ, માન નિશ્ચિત હશું,….8

આત્મા તો અવિનાશી છે, હણ્યો કોઇથી હણાય નૈ

મારનારું મરનારું કો’ મૂળમાં નથી આ જગે……9

વસ્ત્ર જીરણ કે ફાટયા છોડીને માનવી નવાં,

પેરે છે તેમ, આ આત્મા દેહ બદલી નવાં ઘરે…..10

વળી જે માનીએ કે મરે જન્મે ફરી ફરી

જન્મ્યુ તે તો મરશે નિશ્ચે, મોત કોને ટળ્યું કદી?…..11

માટે જે જિંદગીમાંથી કહી ટાળ્યું ટળાય નૈ

તે તણો શોક છે મિથ્યા, આવે-જાય બધુ જગે…….12

હક તને કર્મનો માત્ર, ફળ તો હરિ હાથમાં,

મેલ્ય તું ફળની આશા, મેલ્ય વેન’ન લડું તણું…….13

સુખ દૂ:ખ, લાભને હાણ, હાર કે જીત ભૂલીને

નિરલેપ રહીને ઝૂઝાય; પાપ એમાં નથી કહ્યું……14

 

 1. 15. ભક્તિયોગ

આમ જે ભક્ત મારા થૈ

સગુણરૂપે ભજે મને

તે સરસા નિરગુણિયાથી

નિરગુણની ભક્તિ આકરી…..

 

કોયનો ના કરે દ્રેષ,

મૈત્રીને કરુણા ભર્યો,

હું મારુ ના ગણે,

સાંખે સુખ દુ:ખે ક્ષમા બળે….

 

સંતોશી થિર હૈયાનો,

ભક્ત જે દ્ઢ નિશ્ચયી

અર્પી મનબુધ્ધી મારામાં વસે,

તે વહાલો મને……

 

અકારું લોકના જેને,

અકારો લોકને ન જે,

હરખ, શોખ, ભય, ક્રોધ નૈ જેને,

તે મને પ્રિય…..

ટાઢો કાબેલ ખંતીલો, ની:સ્પૃહી

મન નિર્મળો,

અધૂરા નૈ આદર્યા જેનાં,

ભક્ત એ વહાલો છે મને….

 

લાભે ફુલાય ના મનથી

મુંખે શોયે બળે નહીં,

શુભ – અશુભ ગણી સરખા,

ભજે તે વહાલો મને…..

 

શત્રુ મિત્ર સામા જેને,

માન કે અપમાનયે

દૂ:ખ સુખ શીત કે ઉષ્ણ,

સમ જેને તે મને પ્રિય….

 

મળે તેનાથી સંતોશી,

સ્તુતિ નિંદા ગણે નહી,

મૂંગો સાબુત બુધ્ધિનો

ઘરવાણો, તે મને પ્રિય…..

 

મારામાં મન પરોવીને

શ્રધ્ધાથી ધર્મસાર આ,

આચરે નિત્ય તે ભક્ત

મને અતિશે પ્રિય….

 

 1. મોક્ષ સંન્યાસ યોગ

તય સામર્થ્યથી જેનાં, વિશ્વ આ વિસ્તર્યું બધું

તેને સ્વકર્મથી મૂજી, માનવી સિધ્ધી મેળવે…….

 

નૈ કર્તાભાવ, મનબુધ્ધી, જેવા નિરલેપ નેહ થી,

કર્યા કદીક, નાશ પ્રથમીનો, નૈ તેનું પાપ બંધન …..

 

ના છોડવું કર્મ પોતાનું, ખામીવાળું ભલે દિસે,

ધુમાડો અગ્રિમાં તેમ દોશ સૌ કર્મમાં રહ્યો……

 

ભલે ઊણો છતાં નરવો, ધર્મ કર્તવ્યનો જગે,

કર્યું જે કર્મ પોતાનું, કર્યાનું પાપ છે નહીં…..

 

હૈયે હૈયે હરિ બેઠો, નિશ્ચયે આ જગના બધે,

માયાથી ફેરવે જીવો, ચડાવ્યા જેમ ચાકડે…..

વિક્લપ શંધાય મેલીને, માની લે વાતનું મુજ,

શોચ માં; સર્વ પાપોથી છોડાવી લૈશ હું તને…..

 

ગૂઢમાં ગૂઢ આ ભેદ જિંદગીનો મે તને કહ્યો,

પૂરું સમજી વિચારીને, કર હવે જે તને ગમે……

 

ધ્યાનથી સાંભળ્યુ કૈ? જે મે તને આટલે કહ્યું

મોહને મૂઝવણ તારા ટળ્યા કે ન રાખ્યા હજુ?…….

 

ટળ્યો મોહ, સમજ આવી, પ્રભુ! તારી કૃપા થકી,

હવે તૈયાર ઊભો હું, આજ્ઞા તારી ઉઠાવવા……

 

આમ જ્યાં કરણ ભગવાન, જ્યાં બાણાવળી અર્જુન;

જીદગીની જીત જ્યાં નિશ્ચયે, ધર્મ, શ્રી, ન્યાય, વૈભવ…..

 

અમથાની લોકગીતા આ સૂણી, વાંચી, વિચારશે

જીવયાનો જાણશે ઇલ્મ, છૂટશે ભવબંધથી……

 

 

 1. તોરા મન દર્પણ કહેલાએ / ફિલ્મ : કાજલ    

તોરા મન દર્પણ કહેલાએ,

ભલે બુરે, સારે કર્મો કો દેખે ઔર દિખાયે,

મન હી દેવતા, મન હી ઈશ્વર, મનસે બડા ન કોય,

મન ઉજિયારા જબ જબ ફૈલે, જગ ઉજિયારા હોય,

ઇસ ઉજલે દર્પણ પર પ્રાણી ધૂલ ન જમા પાયે

……..તોરા

સુખકી કલીઓ, દૂ;ખ કે કાંટે મન અબકા આધાર,

મનસે કોઈ બાત છૂપે ના, માન કે નૈન હજાર,

જગસે ચાહે ભાગલે કોઈ, મનસે ભાગ ન પાએ,

………તોરા    

તનકી દોલત, ઢલતી છાયા, મન કા ધન અનમોલ,

તનકે કારણ, મન કે ધન કો મત મિટ્ટીમે રોલ,

મન કી કદર, ભુલાને વાલાં, હીરા જન્મ ગવાયે

……….તોરા

******************************************************************************

 

 

 1. દો દિનકા જગમે ખેલા….

દો દિન કા જગમે ખેલા,

સબ ચલા ચાલીકા ખેલા,…… ટેક

કોઈ ચલા ગયા કોઈ જાવે

કોઈ ગઠરી બાંધ સિવેજી,

કોઈ ખડા તૈયાર અકેલા…… સબ ચલા

કર પાપ કપટ ખલ માયા,

ધન લાખ કરોડ કમાયાજી,

સંગ ચલે ન એક અઘેલા……. સબ ચલા

સુત નાર માતપિતુ ભાઈ

કોઈ અંત સહાયક નાહી જી!

ક્યો ભરે પાપકા ઠેલા……. સબ ચલા

યહ નશ્વર સબ સંસારા,

કાર ભજન ઈશકા પ્યારા જી,

બ્રહ્માનંદ કહે સુન ચેલા…. સબ ચલા

*****************************************************************************

 

 

 1. તે મને શીખવકુંદનિકા કાપડિયા

( પરમ સમીપે, પ્રાર્થના ) 

હે પ્રભુ,

સંજોગો વિકર હોય ત્યારે,

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ,

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ

કામ અત્યંત મુશ્કેલ લાગતું હોય ત્યારે,

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ

કઠોર ટીકાને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું,

તે મને શીખવ

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે

તટસ્થ કેમ રહેવું

તે મને શીખવ

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,

શ્રધ્ધા ડગુમગુ થૈ જાય

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,

ત્યારે ધૈર્ય અને શાંતિથી

તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી

(કેવી રીતે કરવી)

તે મને શીખવ

****************************************************************************

 

 

 1. બોલીએ ના કઈરાજેન્દ્ર શાહ

બોલીએ ના કઈ (2)

આપણું હદય ખોલીએ ના કઈ,

વેણને રેવું ચુપ

નેણ ભરીને  જોઈએ વીરા,

વ્હેણના પાણી ઝીલનારું;

તે સાગર છે વા કૂપ

બોલીએ ના કઈ…….

વનવેરાને મારગ વીજન

સીમ જ્યા કેવળ ગૂંજતી સૂની,

આપણું ગાયું ગાન.

ગામને આરે હોય બહુ જન,

લાખનો મેળો મળીએ રે

ત્યાં કોણને કોની તાન?

વનમાં જાવું એકલવીરા!

તારલિયો અંધાર કે ઓછીને,

રણનો દારૂણ ધૂપ

બોલીએ ના કઈ…….

આપણી વ્યથા,

અવરને મન રસની કથા,

ઈતરના કઈ તથા,

જીરવી એને જાણીએ વીરા!

પ્રાણમાં જલન હોય ને તોયે

ધારીએ શીતલરૂપ,

બોલીએ ના કઈ…….

 

 1. ઘર મને એવું ગમે

 

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,

બારણાં બોલે ભલે પધારો, ઘર મને એવું ગમે

 

હો  પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,

હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે,

 

કાયમો જ્યાં છમ્મલીલા લાગણીના ઝાડ હો,

કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે,

 

 

નીદની ચાદર હટાવે, જ્યાં ઝાડવાના કલરવો,

હો સુંગધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે,

 

જે ઘરે લાગે અજાણ્યાને ય પોતાપણું,

લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે

 

થાકનો ભાર ઉતારે, કોઈ આવી ડેલીએ

 

 

 1. મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો

દયામય મંગલ મંદિર ખોલો – ધ્રુવ

જીવન – વન અતિવેગે વટાયું,

દ્વારે ઊભો શિશુભોળો,

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઉરમાં લો લો…….મંગલ

નામ મધુર ત રટયો નિરંતર

શિશુ સહ પ્રેમે બોલો

દીવ્ય – તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ – અમીરસ ઢોળો…..

મંગલ મંદિર ખોલો……

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: