મધપૂડો–1

  1. આંખ મારી ઊઘડેને… /વલ્લભજી ભણજી કવિ

આંખ મારી ઊઘડેને હરીવર દેખું,

ધન્ય મારું જીવન ક્રુપા એની લેખું.

ગોપી વલ્લભ ક્રુષ્ણ ક્રુષ્ણ રસના ઉચ્ચારે,

હરિનો આનંદ મારે અંતર ભારે.

હરિના વિચારો મારું અઢળક નાણું,

ગાવું મારે રાત દિવસ શ્રીક્રુષ્ણનું ગાણું.

ભાગવત-ગીતા મારી અંતર આંખો,

પ્રભુએ દીધી છે મને ઉડવાને પાંખો.

પ્રભુજીના ભક્તો મારા સાચા સંબંધી,

તૂટી માયા, છૂટી મારા મોહની આંધિ.

પ્રભુભક્તિ વધો મારી પૂણિઁમા જેવી,

પ્રાણ વલ્લભ ભક્તો દેજો આશીષ એવી.

********************************************************************

 

 

9.શિખરું ઊંચા… /મનસુખલાલ ઝવેરી

શિખરું ઊંચા ને મારગ આકરા,

નહી કોઇ સાથ કે સંગાથ,

નહી ત્યાં કેડી કે નહી વાટ,

ચડવા ચઢાણો તસુ તસુ એકલા,

શિખરું ઊંચા ન એ…

 

લિયે એ મારગ નર કોઇ બંકડા,

છોડી આળને પંપાળ,

રાખી રમૈયો રખવળ,

કાચીરે છાતીનાં બેસે તાક્તાં,

શિખરું ઊંચાને…

 

ચડે એ ઊંચે જે માંહે ડૂબતા,

જેને આતમનો સંગાથ,

એનો ઝાલે હરિવર હાથ,

પંડને ખૂએ તે પ્રીતમ પામતાં,

શિખરું ઊંચાને…

****************************************************************************

 

  1. રોકી શક્યું છે

રોકી શક્યું છે,

કોઇ જાનારને?

 

“જાઓ છો એ ગમતું નથી.

આવજો – બાપુજી”

આમ તો ખૂબ અઘરું છે

તમરા નામની આગળ “સ્વગઁવાસી” શબ્દ મૂકવાનું

છતાંયે

 

છતાંયે

આજે તમારી છબી આગળ દીવો ધરતાં,

આંખો બની જાય છે આષાઢી આભ,

 

બાપુજી,

હવે સદેહે તમે નથી ત્યરે,

અમને સાંભરે તવ સંભારણા,

***************************************************************************

 

  1. સજન રે જૂઠ મત બોલો / ફિલ્મ : તિસરી કસમ

સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાનાહે,

ન હાથી હૈ, ન ઘોડા હૈ, વહાઁ પૈદલ હી જાના હૈ,

…………સજન

તુમ્હારે મહલ ચોબારે, યહીં રહ જાયેંગે સારે,

અકડ કીસ બાતકી પ્યરે (2) યે સિર ફિરભી ઝુકાના હૈ,

………….સજન

ભલા કીજે ભલા હોગા, બુરા કીજે બુરા હોગા,

વહી લિખ લિખ કે ક્યા હોગા (2) યહી સબ કુછ ચુકાના હૈ,

………….સજન

લડકપન ખેલમેં ખોયા, જવાની નિંદ ભર સોયા,

બુઢાપા દે કર રોયા (2) વહી કિસ્સા પુરના હૈ,

……………..સજન

 

 

 

 

 

  1. મોજમાં રે’વું રે

મોજમાં રે’વું મોજમાં રે’વું

મોજમાં રે’વું રે,

અગમ અગોચર અલખ ધણીની

મોજમાં રે’વું રે,

 

સંસાર ખોટો કે સપનું ખોટું

સૂઝ પડે નઇ રે,

યુગ વિત્યાને યુગમી પણ

જુઓ સદીયું થઇ ગઇ રે,

મરમી પણ ઈનો મરમ ન જણે

કૌતુક કેવું રે……મોજમાં રે’વું.

 

ગોતવા જાવ તો મળે નહી ગોત્યો,

ગહન ગોવિંદો રે

ઈ હરી ભગતું ને હાથવગો છે

પ્રેમ પરખંદો રે કે ઘુમ

આવા દેવને દિવો, શું દેવો,

દિલ દઈ દેવું રે……

મોજમાં રે’વું…..

લાય લાગે તોય્ર બળે નઈ એવા

કાળજી દીધાં રે

દરિયો ખારોને વીરડો મીઠો એવા

દાખલ દીધાં રે

જીવન નથી જંજાળ

જીવન છે જીવવા જેવું રે

મોજમાં………

 

રામક્રુપા એને રોજ દિવળી

રંગના ટાણા રે

કામ કરે એની કોઠી એ કોઇ દી’

ખૂટે ન દાણા રે

કીયે ‘અલગારી’ કે આળસુ થઇ

‘મન આયખું ખોવું’ રે

મોજમાં રે’વું………

**********************************************************************

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,028 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: