GUJKAAVYA

 

સુરેશ દલાલ સંપાદિત “બૃહત્ ગુજરાતી

કાવ્યસમૃદ્ધિ” માંથી વીણેલાં ફૂલ.”

ઝવેરચંદ મેઘાણી

(18/08/1896—09/03/1947)

લોકસાહિત્યની વિદ્યાપીઠમાં તૈયાર થયેલા આ ‘સાક્ષર ચારણની કૃતિનો મિજાજ જુદો છે. ‘યુગવંદના’કાવ્યસંગ્રહનું શીર્ષક સૂચક છે. ‘કોઈનો લાડકવાયો ‘ જેવો અનુવાદ મેઘાણી જ આપી શકે. રવીંન્દ્રનાથ ટાગોરનાં કાવ્યો પણ એમણે આપણને આપ્યાં. ‘માણસાઈના દીવા’ જેવું રવિશંકર મહારાજના સાત્ત્વિક વ્યક્તિત્વને પ્રગટ કરતું પ્રગટ કરતું પુસ્તક પણ આપણને મળ્યું.’રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.મેઘાણી એટલે ગુજરાતી કવિતાની ખુમારીભરી વાણી.

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ–

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં

પીધો કસુંબીનો રંગ;

ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ

પામ્યો કસુંબીનો રંગ. રાજ0

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં

ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રત્રિ કેરા પહાડોની ત્રાડોએ

ચોળ્યો કસુંબીનો રંગ. રાજ0

દુનિયાનાવીરોનાં લીલાં બલિદાનોમાં

ભભક્યો કસુંબીનો રંગ;

સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં

મહેક્યો કસુંબીનો રંગ;  રાજ0

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર

ચાખ્યો કસુંબીનો રંગ;

વહાલી દિલદારાના પગની મેંદી પરથી

ચૂમ્યો કસુંબીનો રંગ. રાજ0

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ

ગાયો ક્સુંબીનો રંગ;

મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે

પાયો કસુંબીનો રંગ. રાજ0

પીડિતની આંસુડાધારે—હાહાકારે

રેલ્યો કસુંબીનો રંગ;

શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે

સળગ્યો કસુંબીનો રંગ. રાજ0

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે

છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે

મલકાયો કસુંબીનો રંગ. રાજ0

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો !

દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો !

લેજો કસુંબીનો રંગ ! રાજ0

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ–

લાગ્યો કસુંબીનો રંગ.

—————————————————-

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,028 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ઓક્ટોબર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: