ગીતાનો સમશ્લોકી અનુવાદ :અધ્યાય: 9

ગીતા ધ્વનિ

કિશોરલાલ મશરૂવાળા

નવજીવન પ્રકાશન …મંદિર-અમદાવાદ 380014

(શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)

અધ્યાય: નવમો   

                જ્ઞાનનો સાર

શ્રીભગવાન બોલ્યા—

તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ

કહું વિજ્ઞાનની સાથે,જે જાણ્યે દોષથી છૂટે.           …1

શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ;

અનુભવાય પ્રત્યક્ષ, સુકર, ધર્મ્ય અક્ષય.              …2

જે મનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહીં;

તે ફરે મૃત્યુસંસારે, મ’ને તે પામતા નહીં.              …3

           ********

 અવ્યક્ત રૂપ હું-થી જ ફેલાયું આ જગત્ ;

હું-માં રહ્યાં બધાં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;      …4

નથીયે કો હું-માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;

ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત-સર્જક-રૂપ હું.            …5

સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;

તેમ સૌ ભૂત મારામાં રહ્યાં છે, એમ જાણજે.       …6

             *******

 કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;

આરંભ કલ્પનો થાતાં સર્જું છું હું ફરી ફરી.        …7

નિજ પ્રકૃતિ  આધારે સર્જું છું હું ફરી ફરી;

સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ.         …8

પણ તે કોઈયે કર્મ મુજને બાંધતાં નથી;

કાં જે રહ્યો ઉદાસી-શો કર્મે આસક્તિહીન હું.       …9

પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા વડે;

તેના કારણથી થાય જગનાં પરિવર્તનો.          …10

             ********

 અવજાણે મ’ને મૂઢો માનવી દેહને વિશે;

ન જાણતા પરંભાવ મારો ભૂત મહેશ્વરી.      …11

વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધિનાં;

રાક્ષસી-આસુરી જેઓ સેવે પ્રકૃતિ મોહિની.     …12

             *********

મહાત્માઓ મ’ને જાણી ભૂતોનો આદિ અવ્યય;

અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા.      …13

કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન્ ,વ્રતે દૃઢ,

ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી.     …14

જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી મ’ને ભજે;

એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા.       …15

 હું છું ક્રતું, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;

મંત્ર હું, ઘૃત હું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ:     …16

 હું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ;

જ્ઞેય, પવિત્ર ઓંકાર, ઋગ્, યજુર્ ,સામવેદ હું.   …17

પ્રભુ, ભર્તા, સુહ્રદ્ ,સાક્ષી, નિવાસ, શરણું, ગતિ;

ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય.   …18

તપું હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;

અમૃત હું, હું છું મૃત્યુ, સત ને અસતેય હું.         …19

         પી સોમ નિષ્પાપ થઈ ત્રિવેદી

             યજ્ઞો વડે સ્વર્ગનિવાસ યાચે;

         ને મેળવી પુણ્ય સુરેન્દ્રલોક,

             ત્યાં દેવના વૈભવ દિવ્ય માણે.   …20

             ત્યાં ભોગવી સ્વર્ગ વિશાળ એવું,      

                 પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિશે પ્રવેશે;

સકામ તે વૈદિક કર્મમાર્ગી,

           આ રીતે ફેરા ભવના ફરે છે.    …21

             *******

અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,

તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવુ હું.     …22

તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,

વિધિપૂર્વક ના તોયે, તેય મ’ને જ પૂજતા.         …23

કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;

પરંતુ તે પડે, કાં જે ન જાણે તત્ત્વથી મ’ને.           …24

 દેવપૂજક દેવોને, પિતૃના પિતૃને મળે;

ભૂતપૂજક ભૂતોને, મારા ભક્ત મ’ને મ્ળે.          …25

                 *******

 પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી મ’ને,

ભક્તિએ તે અપાયેલું આરોગું યત્નવાનનું.        …26

જે કરે, ભોગવે વા જે, જે હોમે, દાન જે કરે;

આચરે તપને વા જે, કર અર્પન તે મ’ને.         …27

કર્મનાં બંધનો આમ તોડીશ સુખ દુ:ખદા;

સંન્યાસયોગથી યુક્ત મ’ને પામીશ મુક્ત થૈ.   …28

 સમ હું સર્વ ભૂતોમાં, વા’લા વેરી મને નથી;

પણ જે ભક્તિથી સેવે, તેમાં હું, મુજ માંહી તે.   …29

                 *******

 મોટોય કો દુરાચારી એકચિત્તે ભજે મ’ને;

સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો.   …30

શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;

પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી.    …31

સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,

 જો મારો આશરો લે તો, તેયે પામે પરંગતિ.   …32

પવિત્ર બ્રાહ્મણ-ક્ષત્રી ભક્તની વાત શી પછી?

દુ:ખી અનિત્ય આ લોક પામેલો ભજ તું મ’ને.   …33

મન-ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ;

મ’ને જ પામશે આવા યોગથી, મત્પરાયણ.   …34

***************************************************** 

          

 

               

               

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ગીતાનો સમશ્લોકી અનુવાદ :અધ્યાય: 9
  1. nabhakashdeep કહે છે:

    Reblogged this on આકાશદીપ and commented:
    સાભાર…ભગવદ ગીતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 415,028 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: