‘ગરવી ગુજરાતણ’ બ્રિન્દા ઠક્કરની માતૃભાષા પ્રીતિ”

+stories184

‘ગરવી ગુજરાતણ’ બ્રિન્દા ઠક્કરની માતૃભાષા  પ્રીતિ”

(સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 184 થી 186)

25 વર્ષની એન્જિનિયર યુવતી બ્રિન્દા ઠક્કરનો ગુજરાતી ભાષાનો પ્રેમ હ્રદયમાંથી અમલમાં આવ્યો ત્યારે શું શું થયું…? તેની વાત રોમાંચક અને પ્રેરક છે.

પતંગિયા જેવી એક છોકરી. નામ બ્રિન્દા. તેમનો ગુજરાતી ભાષા અન સાહિત્ય માટેનો પ્રેમ, નિસબત અને સક્રિયતા”ઘણી ખમ્મા” કહેવડાવે તેવાં. અત્યારે તે ડિજિટલ ટેક્નોલોજીનો પ્રયોગ અને ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની તબિયત સુધરી જાય તેવું કામ કરી રહ્યાં છે. ‘પ્રતિલિપિ’માં કન્ટેન્ટ માર્કેટિંગ નિષ્ણાત તરીકે ફરજ બજાવી રહ્યાં છે, તેમણે સામા પ્રવાહે તરીને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે અત્યાર સુધી જે જે કર્યું છે તેની વાત ઈન્ટરેસ્ટિંગછે.

માંડીને વાત કરું, તમે કાન માંડીને સાંભળજો.

******

24મી મે, 1993ના રોજ બનાસકાંઠાના શિહોરી ગામે તેમનો જન્મ. માતા ગૃહિણી અને પિતા એન્જિનિયર. હીંચકા પર બેસીને ઝૂલા ખાતાં ખાતાં જૂના દિવસો યાદ કરતાં હોય તેમ બ્રિન્દા કહે છે, મારા નાના(માતાના પિતા) ફરસુભાઈ ચંદારાણા અને મારાં દાદી મૂળીબહેન પાસેથી મેં ખૂબ વાર્તાઓ સાંભળી. નાના પ્રિન્સિપાલ હતા. મારા ભાષાપ્રેમના ઝરાની એક સરવાણી ત્યાં હતી. મારાં દાદી ભણેલાં નહીં, પણ ખૂબ ગણેલાં. એક એક થી ચડિયાતી, જીવનને પોષતી અનેક વાર્તાઓ મેં તેમની પાસેથી સાંભળી. એકથી ત્રણ ધોરણ સુધી બ્રિન્દા કચ્છના અંજારમાં ભણ્યાં. 2001ના ધરતીકંપ પછી તેમનો પરિવાર સાણંદ આવ્યો. અહીં તે ચોથા ધોરણથી દસમા ધોરણ સુધી ભણ્યાં, મિડિયમ એટલે માધ્યમનું પૂછો છો.. ના,ના. ઈંગ્લિશ મિડિયમ નહીં, બ્રિન્દા ગુજરાતી માધ્યમમાં ભણ્યાં.

એ પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરવા તે પાછાં કચ્છ ગયાં. ત્રણ વર્ષ પછી છાત્રાલયમાં મમ્મી—પપ્પા વિના રહેવાનું હતું. ઘરઝુરાપાનો તરાપો તેમને લઈ ગયો સાહિત્યના કિનારે. છાત્રાલયમાં પુસ્તકાલય હતું. અહીં ‘નવનીત સમર્પણ’ સામયિક નિયમિત આવતું, પણ કોઈ વાંચતું નહીં. બ્રિન્દાએ ‘નવનીત સમર્પણ’ વાંચ્યું તો તેમને ખૂબ મજા આવી. એ પછી તો 1970થી 2011 સુધીનાં તમામ અંકો કે જે રેપર ખોલાયા વિના એક કબાટમાં ભરેલા પડ્યા હતા, તે તમામ અંકો તેમણે વારાફરતી વાંચ્યા. કોઈ અંકોમાં પહેલાં ધૂળ ઉડાડીને રેપર ખોલ્યું હશે તો કોઈ અંકોનું રેપર ખોલીને પછી ધૂળ  ઉડાડી હશે. એ પછી તો તેમનું વાંચનવિશ્વ વધતું જ ગયું.

તેઓ સત્ત્વશીલ વાચનનાં વ્યસની થયાં.

********

વાચનપ્રેમ બ્રિન્દાને સાહિત્યાભિમુખ કર્યાં. ડિપ્લોમા પછી તેઓ ત્રણ વર્ષનો ડિગ્રીનો અભ્યાસ કરવા માટે વલ્લભ વિદ્યાનગર ગયાં. અહીં તેમનાં ભાષાપ્રીતિ અને નિસબત બરાબરનાં ખૂલ્યાં  અને ખીલ્યાં. 24મી ઓગષ્ટ, વીર કવિ નર્મદનો જન્મદિવસ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવાય. એક વખત એ જ દિવસે તેમને થયું કે આપણી કોલેજમાં પણ તેની ઉજવણી થવી જોઈએ. તે સંયોજક ડૉ.દર્શનાબહેન પ્રજાપતિને મળ્યાં. મન હોય તો માળવે જવાય જ. માત્ર કલાકોની તૈયારીમાં બ્રિન્દાએ ખૂબ જ સરસ રીતે ગુજરાતી ભાષા દિવસ ઊજવ્યો. આ તો શરૂઆત હતી હજી તો. એ પછી તો બ્રિન્દાએ ત્રણ વર્ષમાં અને વિક્રમની યાદીમાં મૂકવા પડે એવા અનેક કાર્યક્રમો કર્યા. શરીરસૌંદર્યથી ઉપર ઊઠીને, ગુજરાતી ભાષા માટે કામ કર્યા પછી ગુજરાતની કોઈ યુવતીને ‘મિસ ગરવી ગુજરાતણ’ નો એવોર્ડ મળ્યો હોય તો તે કદાચ પહેલી વાર બ્રિન્દા ઠક્કરને મળ્યો હશે(શરીરસૌંદર્યથી આગળ વધીને આ રીતના જે એવોર્ડ મળે એ જ સાચા એવોર્ડ ગણાય.) અહીં તેમણે લોકોને ગુજરાતીમાં લખતા કર્યા. લેંગ્વેજિસ ક્લબ શરૂ કરીને તેને ધબકતી કરી. કોલેજના પ્યુનથી કોલેજના પ્રિન્સિપાલ સુધીન દરેક પાસે તેણે ગુજરાતીમાં કશુંક ને કશુંક લખાવ્યું. બ્રિન્દા ભણવામાં અવ્વલ  અને સાથે સાથે કોલેજની ભાષા ઉપરાંત એનએસએસ, હ્યુમન સેલ અને ક્રિકેટ ક્લબનાં પણ સભ્ય. આ બહેન તો કરે એટલું ઓછું. અને તોય પોત જેટલું કરે તેટલું તેમને ઓછું જ લાગે.

યુથ ફેસ્ટિવલમાં તેમના અને તેમની ટીમના રીતસર ડંકા જ વાગે. કેટલીક સ્પર્ધામાં તેમનો નંબર નક્કી જ હોય. બ્રિન્દા કોલેજમાં કેટલાક એવા કાર્યક્રમો પણ કરાવ્યા,જેમાં મહત્તમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો રસપૂર્વક જોડાયા. માત્ર પ્રેમ જ બધું કરાવે  એવું ના હોય,ભાષાપ્રેમ પણ ઘણું ઘણું કરાવી શકે.

તેમને માત્ર પોતે ભણતાં હતાં તે કોલેજમાં જ નહીં, આજુબાજુ કોલેજમાં પણ ભાષાપ્રેમની સુગંધ પહોંચાડે. પોતાને ગુજરાતી ભાષા ખૂબ ગમતી હતી એટલે આ બધું કર્યું.અને હા, કોમ્પ્યુટર એન્જિયરીંગના અભ્યાસની સાથે સાથે તેમણે ગુજરાતી વિષયમાં એક્સટર્નલ બીએનો  અભ્યાસ પણ કર્યો.

*******

બેન્ગલોરમાં પાંચ યુવાનોએ મળીને ‘પ્રતિલિપિ’ ની સ્થાપના કરી ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રતિલિપિ સમગ્ર દેશમાં નવલેખકોને લખતા કરે છે અને તેમનામાં ભાષાપ્રેમ પ્રકાશિત કરે છે. તે અત્યારે ભારતની આઠ ભાષામાં કામ કરે છે.બ્રિન્દા તેમાં જોડાયાં. રાઈટર એકેડમી પ્રોજેક્ટમાં ગુજરાતી લેખકોની મુલાકાતો કરી રહ્યાં છે.

********

બ્રિન્દાને શબ્દ માટે પ્રેમ છે. તેમને શબ્દ સાથે ખૂબ સારું બને છે. તેમની કવિતાઓ અને ગદ્યખંડો વાંચીએ તો સમજાય કે આ યુવતી ગુજરાતી ભાષાને સમજણ અને નિસબત સાથે ચાહી રહી છે. તેમનામાં સર્જનાત્મક અને મૌલિકતા ભરેલાં છે. તેમને શુભકામના.

******************

સંપર્ક: બ્રિન્દા ઠક્કર

100, સાકાર સ્પર્શ બંગલો, બાવળા રોડ, સાણંદ, અમદાવાદ

ફોન નંબર: 8264608254

ઈ-મેઈલ: brindathakkar7@gmail.com

****************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “‘ગરવી ગુજરાતણ’ બ્રિન્દા ઠક્કરની માતૃભાષા પ્રીતિ”
  1. nabhakashdeep કહે છે:

    Reblogged this on આકાશદીપ and commented:
    માતૃભાષાનો ખીલખીલાટ… સાભાર..,અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: