ઈલાબહેન પંડ્યાનો ઝંઝાવાતોને પડકાર

+ve story-90

(સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 90-91)

ઈલાબહેન પંડ્યા

અનેક ઝંઝાવાતોને નાથીને સફળ થનારાં ઈલાબહેન પંડ્યાએ ભરતકામના માધ્યમથી સેંકડો ગ્રામીણ મહિલાઓના જીવનમાં નવા રંગ ભર્યા છે.

    અમદાવાદનાં ઈલાબહેન પંડ્યાની જીવનકથા રસપ્રદને પ્રેરક છે. જીવનના સંઘર્ષોને નાથતાં નાથતાં તેઓ પોતાની જાતને એ ભૂમિકાએ લઈ ગયાં કે જ્યાં તેમણે અંતરિયાળ ગામોની ભરતકામ કરતી સેંકડો બહેનોને નવજીવન આપ્યું. આ ઉપરાંત ત્રણ વખત આફ્રિકા અને 12 વાર અમેરિકામાં જઈને વિદેશી મહિલાઓને હસ્તકલાની તાલીમ પણ આપી.

    માંડીને વાત કરીએ. તેમના પિતા મણિલાલભાઈ મૂળ તો ખેડા જિલ્લાના અડાસ ગામના. 1930માં મહાત્મા ગાંધીની દાંડીકૂચ આ ગામથી નીકળી ત્યારે 16 વર્ષના મણિલાલભાઈ યાત્રામાં જોડાઈ ગયા, પછી પરત ના આવ્યા. ગાંધીવિચારથી રંગાયા ને ભરૂચમાં શિક્ષક બન્યા. જોકે સ્વજનો તેમને સમજાવીને પરત અમદાવાદ લાવ્યા. એક મિલમાં તેઓ જોડાયા હતા. રહેતા માંડવીની પોળમાં.

    ઈલાબહેન નાનાં હતાં ત્યારથી જ ઈશ્વરે તેમની કસોટી કરવાનું નક્કી કરેલું.  તેઓ બે વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતા હસુમતીબહેનનું સુવાના રોગથી મૃત્યુ થયું. નાનકડી ઈલા નમાઈ થઈ ગઈ. પ્રારંભમાં ફોઈએ અને પછી તો ખાસ મોટી બહેન દેવિક્ષાએ તેમનો ઉછેર કર્યો. ઈલાબહેન દેખાવડાં, ભણવામાં તેજસ્વી અને કામગરાં હતાં. પોતાના ઘરનું જ નહીં, આડોશ-પાડોશનું કામ પણ દોડીને કરતાં. જાણીતા અભિનેતા પી.ખરસાણીનો પરિવાર તેમનો પાડોશી હતો.

    ઈલાબહેન 12 વર્ષનાં હતાં ત્યારે મોટીબહેનનું પણ નિધન થયું.એ વખતે તેમને થયું કે ચોમેર કાળુંધબ્બ અંધારું જ છે.જોકે તેઓ હિંમત હારે તેવાં નહોતાં. નાનપણથી ગરીબી અને પડકારો વેઠેલા.વેઠવું તેમના માટે નવું નહોતું. જાતે મહેનત કરીને ભણેલાં. મોતી જેવા અક્ષરો એટલે નોટબુકો લ્ખી આપીને પૈસા કમાતાં. મોટીબહેનના નિધન પછી તો તેમણે પરિવારનો ભાર પોતાના નાજુક ખભા પર ઉપાડી લીધો. ધીમે ધીમે એ ખભા મજબૂત થતા ગયા.

    વિધુર પિતાને સાચવવા પોતે લગ્ન ન કરવાનું નકકી કર્યું. બહેને તેમને ભરતકામ શીખવાડ્યું હતું . ઉત્તર ગુજરાતમાં કાર્ય કરતી એક સંસ્થામાં જોડાયાં અને એ વિસ્તારમાં પ્રચલિત સૂફ અને ખારેક ભરતકામ શીખ્યાં. અંતરિયાળ વિસ્તારની ગ્રામીણ મહિલાઓના જીવનમાં અજવાળું પાથરવાનું ઈશ્વરે તેમને સોંપ્યું હશે. પોતે ભરતકામ શીખ્યાં અને ભરતકામ કરતી બહેનોને રોજગારી અપાવી. રણના સૂકા પ્રદેશની અનેક બહેનોને દેશ-વિદેશ લઈ ગયાં. સ્વભાવ સમાજસેવાનો અને પ્રકૃતિ પરગજુ. સમાજસેવક કૃષ્ણવદન જોશી સાથે મળીને તેમણે કિશોરકાળે ખૂબ સમાજસેવા કરેલી. ભૂકંપગ્રસ્ત કચ્છમાં સતત એક મહિનો તેમણે થાક્યા (અને ઈવન નાહ્યા) વિના કામ કરેલું.

    એક કાર્યક્રમમાં ગ્રામીણ બહેનોને આઈસક્રીમ ખવડાવ્યો. એક ગ્રામીણ બહેન કહે, આઈસક્રીમ તો મોંમાં જતાં ઓગળી જાય છે, ગામમાં અનાજ દળવાની ઘંટી  આવે તેવું કંઈક કરો ને. ઈલાબહેને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી ગામમાં ઘંટી નહીં આવે ત્યાં સુધી હું આઈસક્રીમ ન્હી6 ખાઉં…છેવટે ગામમાં ઘંટી લાવીને જ જંપ્યાં.

    અમેરિકા, આફ્રિકા અનેક વખત જઈ આવ્યાં છે. વિદેશની મહિલાઓને ભરતકામની તાલીમ પણ આપી છે. સ્કાઉટ, રમતગમત વગેરેનાં સહિત 56 જેટલાંપ્રમાણપત્રોથી પોર્ટફોલિયો સમૃદ્ધ છે.ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે તેમને ભરતકામ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ભરતકામ માટે અનેક આંતરરાષ્ટ્ર્રીય એવોર્ડ મળ્યા છે. પોતે સ્થાપેલા ટ્રસ્ટ દ્વારા તેઓ આજે પણ ગ્રામીણ મહિલાઓ, જેલની કેદી બહેનોને ભરતકામ શીખવે છે. એનાઆઈડી, નિફ્ટ વગેરે સંસ્થામાં તજ્જ્ઞ

તરીકે તાલીમ આપવા પણ જાય છે.

    તેમનામાં ઊર્જા, નિષ્ઠા, હિંમત અને નિસબત છે. આનંદી અને પ્રસન્નતાથી છલકતું વ્યક્તિત્વ ધરાવતાં ઈલાબહેનની હાસ્યવૃત્તિ પણ ગજબની છે. તેમણે જીવનના તમામ પડકારોને હસતાં હસતાં નાથ્યા છે. થાકને તેમણે થકવી દીધો છે. સમાજે તેમને જેટલું આપ્યું તેના કરતાં તેમણે સમાજને વધારે આપ્યું છે.

    આવાં સમાજનિષ્ઠ ઈલાબહેન પંડ્યાને આજે તેમના જન્મદિવસે અઢળક શુભકામનાઓ.

             *****************

સંપર્ક:ઈલાબહેન પંડ્યા

એ/70 શિલ્પાલય એપાર્ટમેન્ટ

ધરણીધર રોડ, અંજલિ સિનેમા પાછળ, વાસણા અમદાવાદ—380007

elaapandyaa@gmail.com

ફોનનંબર:91942702839

********************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: