POSITIVE STORIES-87

અન્નપૂર્ણા રથ

 ડીસા-પાલનપુર-અમદાવાદમાં માત્ર બે રૂપિયામાં ખીચડી-કઢી આપતો અન્નપૂર્ણા રથ

(સમાજનું અજવાળું-પોઝિટિવ સ્ટોરીઝ//રમેશ તન્ના//ગૂર્જર//પાના: 87 થી 89)

ડીસામાં રહેતા રાજુભાઈ જોશી અમદાવાદની એક ખૂબ જાણીતી રેસ્ટોરેન્ટમાં પરિવાર સાથે જમવા ગયા. ખીચડી મંગાવી. એક પ્લેટના 350 રૂપિયા. તેમને જિજ્ઞાસા થઈ કે એક પ્લેટ ખીચડી કેટલાની બને? અમદાવાદથી ડીસા જઈને તેમણે પ્રયોગ કર્યો. મસાલાવાળી ખીચડીની એક પ્લેટ ખીચડી-કઢી ચાર રૂપિયામાં બની શકતી હતી. એ પછી તેમને વિચાર આવ્યો કે ભૂખ્યા લોકોને ખીચડી-કઢી અત્યંત રાહત ભાવે આપવાં જોઈએ. તેમણે હિસાબ માંડ્યો. 1000 પ્લેટ ખીચડી બનાવવા 30 કિલો ચોખા અને 10 કિલો દાળ જોઈએ. બજારભાવ પ્રમાણે ચોખાના 720 રૂપિયા અને દાળના 600 રૂપિયા થાય. 280 રૂપિયા મસાલા ઈત્યાદિનો ખર્ચ.400 રૂપિયાની છાશ. કુલ ખર્ચો થાય 2000 રૂપિયા. ચાર વ્યક્તિનો પગાર 2,000 રૂપિયા ઉમેરીએ તો 4000 રૂપિયામાં આશરે એક હજાર પ્લેટ બની જાય.

કોઈનો જન્મદિવસ હોય, શુભ પ્રસંગ હોય તો તેઓ 2100 રૂપિયા ભેટ આપે અને 2000 રૂપિયાનું ક્લેકશન થાય . રાજુભાઈ જોશી કહે છે કે, “આને સેવાને બદલે એક કન્સેપ્ટ તરીકે મૂલવવો જોઈએ. આજકાલ લોકો ગુટકા પાછળ 20-25 રૂપિયા ખર્ચે છે અથવા તો એક સમોસું લેવા જાઓ તો તે પણ 20 રૂપિયાનું આવે છે તો તેની સાથે માત્ર બે રૂપિયામાં ખીચડી-કઢીની એક પ્લેટકોને ના પોષાય? થોડો સમાજનો સહયોગ મળે અને થોડી રકમ લાભાર્થી પોતે પણ આપે.” રાજુભાઈની આ વાત મૌલિક છે. સમગ્ર ગુજરાતમાં સામાજિક, સેવાકીય અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આવા અન્નપૂર્ણા રથનોપ્રારંભ કરીને ભૂખ્યા જનોના જઠરાગ્નિને ઠારવો જોઈએ. જો એકદમ મફત ખવડાવવામાં આવે તો તે પણ યોગ્ય નથી. રાહત ભાવે ખાવાનું અપાય તે યોગ્ય કહેવાય. વળી, ખીચડી પૌષ્ટિક ખોરાક છે. એક પ્લેટ ખીચડી અને કઢીથી પેટ લગભગ ભરાઈ જાય.

ચાણક્યે કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો હોય છે, તેની સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે જમાડવાનો સંતોષ સૌથી મોટો હોય છે.

રાજુભાઈ જોશીએ સૌ પ્રથમ પાલનપુરમાં અન્નપૂર્ણા રથ ચાલુ કર્યો.  ‘છોટાહાથી’ વાહનમાં બનેલા આ રથમાં ગરમ ખીચડી, ગરમ કઢી અને મિનરલ ઠંડું પાણી માત્ર બે રૂપિયામાં અપાવા લાગ્યું. પાલનપુર પછી તેમણે ડીસા અને અમદાવાદમાં પણ તેનો પ્રારંભ કર્યો. હળવદમાં રોટરી ક્લબ અને સ્વ. હસમુખભાઈ ઠક્કરના પુણ્ય સ્મરણમાં આ માનવીય કન્સેપ્ટને અમલમાં મુકાયો છે. હળવદમાં જે દિવસે રથ ચાલુ થયો એ જ દિવસે 2100 રૂપિયાની એક એવી 209 તિથિ નોંધાઈ ગઈ. સોશિયલ મિડિયામાં ખબર સુગંધની જેમ પ્રસર્યા અને આવો ચમત્કાર થયો.

થરાદમાં કેસર સેવાએ અન્નપૂર્ણા રથ ભેટ આપ્યો છે. હા, અન્ય એક તો મહત્ત્વની વાત, આપણે ત્યાં કોઈ ખીચડી કે કઢીનો વેપાર કરતું નથી. એ રીતે જોઈએ તો આ પ્રવૃત્તિથી કોઈના ધંધાને અસર થતી નથી. રાજુભાઈ જોશી એ બાબતનું પણ ધ્યાન રાખે કે કોઈના પેટ પર પાટુ મારવાનું કાર્ય આપણાથી ના થાય.

રાજુભાઈ કહે છે કે સુપ્રીમ કોર્ટના એક ન્યાયમૂર્તિએ અમદાવાદમાં કહ્યું હતું કે ભારતમાં આશરે 20 કરોડ વ્યક્તિ રોજ જમ્યા વિનાની, ભૂખી સૂઈ જાય છે. આ હકીકત હ્રદય બાળી નાખે એવી છે. અન્નપૂર્ણા રથ જેવા નવા કન્સેપ્ટથી આપણે ભૂખ્યાંજનો માટે કશુંક નક્કર કરી શકીએ તેમ છીએ.

અત્યારે જ્યાં જ્યાં અન્નપૂર્ણા રથ ચાલે છે ત્યાં દરરોજ 1000 વ્યક્તિ લાભ લે છે.જ્યાં વધુ લોકો ભેગા થતા હોય ત્યાં આ રથ ઊભો રાખવામાં આવે છે. માત્ર ગરીબો, શ્રમિકો કે મજૂરો જ તેનો લાભ લે છે એવું નથી. કોર્ટના વકીલો અને ન્યાયમૂર્તિ જેવા પણ હોંશે હોંશે ખીચડી-કઢી ખાય છે.

રાજુભાઈએના પિતા ધુડાભાઈ જોશી લોકોને ખૂબ જમાડતા. તેમના ઘરનું રસોડું મહેમાનો માટે કાયમ ખુલ્લું જ રહેતું. રાજુભાઈનાં માતાનું નામ કેસરબહેન હતું.

લોકોને ઉમંગભેર જમાડતાં પોતાની માતાની સ્મૃતિમાં આવું ઉમદા કાર્ય પુત્રનું અનોખું તર્પણ જ કહેવાય…!

રાજુભાઈ પોતે બિલ્ડર છે, પાલનપુર, ડીસા, અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં ઘણી જ્ગ્યાએ કેસર બિલ્ડકોન પ્રાઈવેટ લિમિટેડના નેજા હેઠળ તેમનો ધંધો ચાલે છે. તેમણે કેસર સેવા ટ્રસ્ટની સ્થાપના કરી છે. રાજુભાઈ બીજી પણ સમાજસેવા કરે છે, જેમકે, તેમની સંસ્થા પાલનપુર અને ડીસામાં પ્રતીકાત્મક રકમ લઈને અંત્યેષ્ટિનો તમામ સામાન આપે છે.(ખૂબ ગરીબ હોય તેની પાસેથી તો પૈસા પણ લેવાતા નથી.)

બ્રાહ્મણો ખાવા માટે જાણીતા, આ એવો બ્રાહ્મણ પાક્યો જેને ખવડાવવામાં આનંદ આવે છે !

***************************************

સંપર્ક: રાજુભાઈ જોશી

કેસર ફાર્મ, કાન્ટરોડ, પાંજરાપોળની નજીક, કાન્ટ, ડીસા.

ફોન નંબર : 9898090657

———————————————

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 396,181 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: