જોયેલું અને જાણેલું /અ.આનંદ ફેબ્રુઆરી 2019/

A.ANAND /FEB2019

 

જોયેલું અને જાણેલું /અ.આનંદ ફેબ્રુઆરી 2019/પાનું:94

 

પ્રામાણિકતા/હેમા આચાર્ય

થોડા સમય પહેલાંની વાત છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મારા પપ્પાને મળવાનું થતાં હું મિર્ઝાપુર કોર્ટમાં ગયેલ. મને ત્યાં જાણવા મળ્યું કે મિરઝાપુર કોર્ટમાં કામસર આવેલા એક ભાઈનો, કિંમતી મોબાઈલ પડી ગયેલો અને તેનો ખ્યાલ એમને ન આવ્યો. એ ઉતાવળે કામ પતાવી નીકળી ગયા.

ગ્રામ્ય કોર્ટમાં પ્રેક્ટિસ કરતા જુનિયર એડવોકેટ ગૌરાંગ કે. વાઘેલાનું કોર્ટ કમ્પાઉન્ડમાં પડેલા એ મોબાઈલ ઉપર ધ્યાન પડ્યું.તેમણે મોબાઈલ ઉપાડી પોતાના ખિસ્સામાં મૂક્યો. પહેલાં તો માનવસહજ સ્વભાવ પ્રમાણે અનેક વિચારો મનમાં આવ્યા—મનમાં અનેક તર્કવિતર્ક ઉત્પન્ન થયા તો સાથે સાથે જે માણસનો મોબાઈલ ગુમ થયો છે તેને કેટલી મનોવ્યથા –વેદના થઈ હશે તેવો વિચાર આવ્યો. દરમિયાન જે ભાઈનો મોબાઈલ ગુમ થયેલ હતો તેની નાની દીકરીનો ફોન આવતાં, વકીલ શ્રી ગૌરાંગ કે.વાઘેલાએ તે ઉપાડ્યો. સામેથી અવાજ સાંભળવા મળ્યો,’પપ્પા, આજે મારો જન્મ દિવસ છે, તમે મારા માટે શું ગિફટ લાવશો?’

આ અવાજ આવતાં જ શ્રી ગૌરાંગ વાઘેલાએ મનોમન વિચાર્યું કે જાણે પોતાની દીકરીની જેમ નાની બાળકી ગિફ્ટ માટે કેટલી ઉત્સુક હશે.તરત એડવોકેટશ્રીએ પોતાની ઓળખાણ બાળકીને આપી અને જણાવ્યું કે ‘તારા પપ્પા તેમનો મોબાઈલ કોર્ટમાં ભૂલી ગયા છે માટે તારા પપ્પાને જાણ કરી મોબાઈલ લઈ જવા જણાવજે.

ત્યારબાદ બાળકીના પિતાનો ફોન આવ્યો. તે ઘણા ચિંતાતુર હતા તેવો અહેસાસ થયો. તેમણે કોર્ટમાં આવી, એડવોકેટશ્રીનો સંપર્ક સાધ્યો અને જણાવ્યું કે ’મોબાઈલ તમારે રાખવો હોય તો રાખો પરંતુ તેમાંથી સીમકાર્ડ અને મેમરી  કાર્ડ જેમાં નાની બેબીના વિડિયો અને ફોટા છે તે મને આપો, તેમાં મારા ઘણા અગત્યના નંબરો છે.’

એડવોકેટે જણાવ્યું કે તમારો મોબાઈલ છે, મારે ન જોઈએ.  આ  વખતે સદગૃહસ્થે નાણાં આપી આભાર વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો પરંતુ એડવોકેટે નાણાં લેવાનો ધરાર ઈન્કાર કરી કહ્યું કે ‘ કે એ પૈસામાંથી તો તમારી દીકરી માટે સુંદર મજાની ગિફ્ટ લઈ જજો. આ મારા તરફથી  ગિફ્ટ ગણશો.’

આ ઘટના વિશે મેં જાણ્યું ત્યારે મન મનમાં થયુ6 કે આવા જ લોકો હોવાના કારણે જગત ટકી રહ્યું છે. એ જુનિયર એડવોકેટની મહાનતા-ઉદારતા ઉપર મન વારી ગયું.

*************

402, તેજ્શ્રી રેસિડેન્સી—1 , વિમલ હાઉસ સામે,

નારણપુરા, અમદાવાદ—380014

મો0 : 9824011996

**********************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: