Khichadi Rath

Khichadi Rath

પ્રયાસ

હિંમત કાતરિયા/અભિયાન/26જુલાઈ2017/પાના:48-49

ભૂલકાઓ ભુખ્યા ન સૂવે એટલે દોડાવ્યો ‘ખીચડી રથ’

ભૂલકાઓને રમવાની ઉંમરે જ ભૂખ્યું સૂવું ન પડે, કુપોષણનો ભોગ ન બનવું  પડે તે આશયથી ભાવનગરના 4 મિત્રો ભાવનગરના 4 મિત્રો દ્વારા 3 વર્ષ પહેલાં ‘ખીચડી રથ’ શરૂ કરવામાં આવ્યો. ‘ખીચડી રથ’ દરરોજ સાંજે વિવિધ વિસ્તારોમાં ફરે છે અને જરૂરિયાતમંદ 900 બાળકોને ખીચડી જમાડે છે. હવે આ મિત્રો જરૂરિયતમંદ મહિલાઓને મફત સેનિટરી નેપ્કીન વિતરણનો વિચાર કરી રહ્યા છે.

શૈલેશ પંડ્યા, જય રાજ્યગુરુ, અલ્પેશ કાપડી અને કૌશિક વાઘેલા. આ ચારેય મિત્રોની એક અનોખી પહેલ આજે ભાવનગર શહેરના કેટલાંયે બાળકોને રાત્રે ભૂખ્યા સૂવાથી બચાવે છે. આ ચારેય મિત્રો પોતપોતાના કામમાંથી પરવારી રમવાની ઉંમરે ભૂલકાઓ ભૂખ્યા ન સૂએ એ માટે દરરોજ સાંજે ‘ખીચડી રથ’ ચલાવે છે અને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ફરીને આશરે 700 જેટલા બાળકોને ગરમાગરમ મસાલા ખીચડી પીરસે છે.

કંઈક સમાજોપયોગી કામ કરવું અને વિશેષત: જરૂરિયાતમંદ બાળકો માટે કામ કરવું એવાઆશય સાથે આ ચાર મિત્રો છેલ્લા સાતેક વર્ષથી ભાવનગરમાં મફત બાળ આનંદની પ્રવૃત્તિચલાવે છે. બાળકોને ખીચડી ખવડાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? પ્રશ્નના જવાબમાં શૈલેષ પંડ્યાકહે છે, “જેમની પાસે મનોરંજનના એકપણ સાધન નથી એવા સ્લમાને ઝૂંપડપટ્ટીના 10 વર્ષથી નાની વયના બાળકો માટે અમે કામ કરીએ છીએ. શરૂઆતમાં અમે આવા બાળકોને શહેરમાં એક સ્થળે ભેગા કરીને વિવિધ રમતો રમાડતા. બાળકોને ફિલ્મો બતાવવી, બબલ્સ, ફુગ્ગા ઉડાડવા બાળકોને આકર્ષવા ફ્રી નાસ્તો આપતા. બાળકોને લાવવા-લઈ જવાની પ્રક્રિયામાં થોડા જ દિવસોમાં અમને સમજાયું કે આ બાળકો છતે મા—બાપે અનાથ જેવા છે. બપોર સુધી આ બાળકો પાસે એમના મા—બાપ ભીખ મંગાવે છે અને ભીખમાં જે પૈસા આવે તે તેમની પાસેથી લઈ લે અને માતા—પિતા બંને એ પૈસાનો દારૂ પી જાય. દારૂમાં ટલ્લી થયેલા માવતરને એ પણ પડી નથી હોતી કે સાંજે તેમના બાળકોને ખાવાનું મળશે કે કેમ? ભિખારીના સાંજે ભૂખ્યા થયેલા બાળકોને ખાવા માટે થઈને અમે રડતા જોયા છે. આવા હ્રદયદ્રાવક દૃશ્યોએ અમને વિચરતા કરી દીધા કે, આ કુપોષિત, ભુખ્યા બાળકોને મનો રંજન નથી જોઈતું , સૌ પહેલા તો એમના પેટનો ખાડો પુરાવો જોઈએ. બસ, આ સમસ્યાનું મનોમંથનકરતા અમને સાંજે આ બાળકો માટે ખીચડી રથ ચલાવવાનો વિચાર આવ્યો.”

આ બાળકોના પેટનો ખાડો પૂરવા આપણે શું કરી શકીએ? એ પ્રશ્નને લઈને મનોમંથન કરતા આ કુપોષિત બાળકોને પોષણક્ષમ મસાલા ખીચડી ખવડાવવાનું નક્કી થયું.ચારેય મિત્રોએ ત્રણ વર્ષ પહેલા કરેલા સર્વેમાં માલુમ પડ્યું કે ભાવનગરમાં દરરોજ 500 જેટલા બાળકો ભુખ્યા સૂએ છે. ચારેય મિત્રોએ 300 બળકોને દરરોજ સાંજે ખીચડી ખવડાવવાનું નક્કી કર્યું.એ માટેનો ખર્ચ થતો હતો રોજના 2100 રૂપિયા.હવે, આચાર પૈકી  કોઈની સ્થિતિ નથી કે એ માટે નિયમિત આર્થિક યોગદાન આપી શકે.  જય અને અલ્પેશ બંને કોન્ટ્રાકટ પર નોકરી કરે છે અને બંનેના 12-15 હજારના પગારમાંથી ઘરનું ગુજરાન ચલાવતા કંઈ બચતું નથી. કૌશિક ફાઈનાન્શિયલ કંસલ્ટિંગનું કામ કરે છે. અને શૈલેષ ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે. એવી પહોંચ પણ નહોતી કે ટહેલ નાખતા ખીચડી રથ ચલાવવા જોગ રકમ મળી જાય.

શૈલેષ કહે છે, ભાવનગરમાં કિન્નરોના અખાડાના ગાદીપતિ અતિ સજ્જન છે, તેઓ કદી મઠની બહાર નીકળતા નથી. તેમની સાથે એકવાર અમારી ખીચડી રથની યોજના અંગે વાત થઈ. તેમણે કહ્યું કે તમે ખીચડી રથ ચાલુ કરો. તેને ચલાવવાની બધી જ જવાબદારી અમારી. આમ શરૂઆતમાં જ એક મહિના સુધી બાળકોને ખીચડી ખવડાવવાનો ખર્ચ કિન્નર સમાજે આપ્યો. પચી તો લોકો અમારું કામ જોતા ગયા એમ અમારી સાથે જોડાતા ગયા.

શૈલેષભાઈની ટીમ ખીચડી રથ માટે અનુદાન પેટે માત્ર પૈસા જ નહીં પણ તેલ, ચોખા,તુવેરદાળ , મગ , ગેસનો બાટલો વગેરે પણ સ્વીકારવા લાગી. એક વખત આ ટીમના સભ્ય રાજગુરુ ઉપર અજાણ્યા નંબર પરથી ઉપરાછાપરી 3-4 મિસ્ડકોલ આવ્યા. જયે એ નંબર પર ફોન કર્યો તો સામે છેડેથી અવાજ આવ્યો કે તમારો ખીચડી રથ ફરતો મેં જોયો અને તેમાં આ નંબર લખ્યો હતો.મારે કંઈક દાન કરવું છે . તમે અહીં આવી જાવ. જય આપેલા સરનામે દાન લેવા ગયો તો દાન આપનાર માણસ લારી ખેંચનારો મજુર હતો. એ મજુરે વિનમ્રભાવે પોતાની બચતના 150 રૂપિયા જય સામે ધર્યા. જય એ મજુર દાનવીરને કહ્યું કે તમે રોકડા રૂપિયાનહીં પણ આની નમકની થેલીઓ લઈને અમને આપો. શૈલેષભાઈ કહે છે, “ એ દાન અમને મળેલું સૌથી મોટું દાન હતું. એ મીઠું હજુ અમે ચલાવીએ છીએ અને ખાસ પ્રસંગે એ મજુર દાનવીરના મીઠાનો ઉપયોગ કરીએ છીએ.”

ઘણી વ્કખત મૂંઝવણ થાય કે આવતીકાલે શું ખવડાવીશું, સ્ટોક નથી. ત્યારે ક્યાંકને ક્યાંકથી મદદ આવી પડે છે. બાચકું ચોખા લઈ જાવ, બાચકું દાળ લઈ જાવ, તેલનો ડબ્બો લઈ જાવ, મણ શાકભાજી લઈ જાવ એવો ફોન આવી જાય છે. બે વર્ષની કામગીરીના અંતે આજે તો ખીચડી રથ બે ખીચડી રથ ફરતા થયા છે.અને 700 બાળકોને ખીચડી જમાડતા થયા છે. શરૂઆતમાં તો 300 બાળકોને ખીચડી પીરસતો રથ ભાવનગરના રૂપાણી વિસ્તારથી નીકળતો અને રક્તપિત્ત કોલોની સુધીના તમામ વિસ્તારના ગરીબ, ભિક્ષુક અને નિરાધાર બાળકોને ખીચડી પહોંચાડતો. બીજા વર્ષે બીજો ખીચડી રથ શહેરના પરામાં ફરતો થયો અને આજે ભાવનગરના આશરે 700 બાળકોને ખીચડી પીરસવામાં આવે છે.

જોકે આ સમય દરમિયાન સંકટ કે કસોટીઓ નહોતી થઈ એવું નહોતું. કેટલીક વખત પૈસાની તંગી સર્જાતા કરિયાણાના વેપારી પાસે બિલ બાકી રાખવું પડતું હતું.

વચ્ચે જ્યારે દાળના ભાવ આસમાને પહોંચ્યા ત્યારે પહોંચી વળવા તદ્દન નવા પ્રકારનું ફંડ રેઈઝિંગ કરવામાં આવ્યું. એ સમયેવ ગણેશ ઉત્સવ દરમિયાન જે કાંઈ    ભંડોળ ભેગું થયું તે તમામ ખીચડી રથ માટે વાપરવામાં આવ્યું. આ મિત્રોએ ગણેશોત્સ્વની ઉજવણી પણ ચોખાના દાણા પરની  ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને અનોખા અંદાજમાં કરી.

કસોટીની એરણે ખરા ઉતર્યાનો એક કિસ્સો જણાવતા શૈલેષભાઈ કહે છે, “ભાવનગરમાં દરબારોનું જ્વાલા ગ્રૂપ ઘણું પ્રસિદ્ધ છે. આ ગ્રૂપે 3 મહિના સુધી અમારી ખરાઈ કરવા જાસૂસી કરાવી અને પછી તેમને એવો ભરોસો બેઠો કે ખીચડી રથના લાભાર્થેલોકડાયરાનું આયોજન કર્યુંડાયરામાં એકત્ર થયેલી રકમમાંથી ખીચડી રથનુંવાહન લાવીને અમને ચાવી સુપ્રત કરી.

બીજો કસોટીનો પ્રસંગ કહું તો, નોટબંધી વખતે અમને એક પાર્ટી ત્કરફથી પાંચ કરોડ રૂપિયા અમારા ટ્રસ્ટમાં આપવાની ઓફર થઈ હતી. ઓફર પ્રમાણે, અમારે 25 ટકા એટલે કે 1 કરોડ રૂપિયા રાખીને 4 કરોડ રૂપિયા પાર્ટીને પરત આપવાના હતા. અમે મિત્રોએ મંત્રણા કરીને એ જ દિવસે મોડી રાતે એ ઓફર ઠુકરાવી દીધી હતી. મંત્રણામાં અમારા ચારેયનો એક જ મત પડ્યો કે જે હેતુ માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ, કદાપી તે હેતુફેર ન થવો જોઈએ.”

લગ્નસરાની સિઝનમાં મોટા લગ્નોમાં વધેલું 100-150 માણસોનું ભોજન આ મિત્રો લઈ આવે છે અને એ દિવસ બાળકોને ખીચડી સાથે નીઠાઈનું ભોજન જમાડવામાં આવે છે. આ મિત્રો કોઈની જન્મદિવસ, એનિવર્સરી, તિથિ વગેરે પ્રસંગે બાળકોને રસ-પુરી, સહિતના જમણ જમાડવાના નગરજનોના ભાવ પણ પૂરા કરે છે.

સ્લમ વિસ્તારમાં મહિલાઓમાસિક વખતે હજુ પણ સેનિટરી નેપ્કીનને બદલે કપડાનો ઉપયોગ કરે છે. આવી 14 થી 44 વર્ષની મહિલાઓને નિ:શુલ્ક સેનિટરી નેપ્કીન વિતરણ કરવાનું આયોજન કરી રહ્યા છે. શૈલેષભાઈ અને તેમના મિત્રોએ કરેલા સર્વે પ્રમાણે, 9000 જેટલી મહિલાઓ સેનિટરી નેપ્કીન વાપરી શકતી નથી. આ મિત્રો2000 મહિલાઓને સેનિટરી નેપ્કીન વિતરણ કરીને નવા કાર્યની શરૂઆત કરશે અને 5000 મહિલાઓને

દર મહિને નિ:શુલ્ક સેનિટરી  નેપ્કીન વિતરણ કરવાનો તેમનો લક્ષ્યાંક છે.  હાલ આયોજનના તબક્કામાં છે.                 નેપ્કીન વિતરણ  કરવામાં આ ચાર મિત્રોની પત્નીઓ સહયોગ આપશે. શૈલેષભાઈ કહે છે, “દિવાળી પહેલા અમે સેનેટરી નેપ્કીન વિતરણની અમારી નવી કામગીરી શરૂ કરી દેવા માંગીએ છીએ.”

ખીચડી રથની જેમ આ વિચાર પણ ઘણો  સારો અને આવકાર્ય છે.

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “Khichadi Rath
  1. આપનો ‘ખીચડીરથ’ પરનો લેખ પ્રેરણાદાયી છે.
    આવી ઉમદા સમાજપ્રવૃત્તિ શરૂ કરનાર અને તેમાં જોડાનાર સૌને સલામ! પૃથ્વી ટકે છે આ નોખી ભાતના માનવીઓથી!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,315 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
એપ્રિલ 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: