હવે શું કરવું?

હવે શું કરવું?

( જન્મભૂમિ, સોમવાર , ગાંધી જયંતિ, 2જી ઓક્ટોબર,2017

મેઘધનુષ વિભાગ/વિસામો પાનુ:10)

 

વસંતલાલે પચાસ વર્ષની ઉંમરથી જ પાછલી જિંદગીના આયોજનની શરૂઆત કરી દીધી હતી. વૃદ્ધાવસ્થાની તકલીફો , શારીરિક પીડા, સ્વજનોની ઉપેક્ષા અને આર્થિક તંગદિલી, આ બધાંનો જ વિચાર કરીને એમણે જીવનને અલગ રીતે જીવવાનું ચાલુ કરી દીધું હતું. વૃદ્ધાવસ્થા સ્વમાનથી જીવી શકાય એ માટે એમણે અલગથી ધનરાશિ ભેગી કરતાં સારી એવી રકમ જમા કરી હતી. નિયમિત કસરત અને યોગાસનો દ્વારા શરીરનું સૌષ્ઠવ જાળવી રાખ્યું હતું. સ્વજનો સાથે પણ મિલાપ રાખતા, અલિપ્ત રહીને કેમ જીવવું તેની કળા શીખી લીધી હતી. વૃદ્ધાવસ્થામાં સમય કઈ રીતે પસાર કરવો, એ પ્રશ્ન ઊભો ન થાય તે માટે વાંચન-લેખનની પ્રવૃત્તિ ચાલુ કરી દીધી હતી. આધ્યાત્મિક ગ્રંથોના વાંચન દ્વારા એમણે શરીર અને આત્માના ભેદને સમજી લીધો હતો.દુ:ખ, દર્દ અને પીડા સહન કરી શકાય તે માટે મનને મજબૂત કરી લેધું હતું. બાંસઠ વર્ષે નિવૃત્ત થયાં પછી પણ એક ગૌરવભર્યું જીવન જીવવાનું ચાલુ રાખ્યું હતું. જરૂરત વગર ન સલાહ આપતાં કે ન વધુ બોલતાં.

ત્યાં જ અચાનક પાંસઠ વર્ષની ઉંમરે પક્ષાઘાતનાં હુમલાનો ભોગ બન્યો. આખુંય જમણું અંગ નકામું થઈ ગયું. હૉસ્પિટલના પલંગ પર સૂતાં સૂતાં એમણે બંધ આંખે સાંભળેલા ડૉક્ટરના શબ્દો’ પક્ષાઘાતનો હુમલો બહુ જ જોરદાર હતો. ઘણા લાંબા સમયની કસરત પછી  જમણા અંગમાં સિત્તેર ટકા જેટલી સક્રિયતા આવી શકે’ એમને કંપાવી રહ્યા હતા. અચાનક જ જિંદગી એમની સામે પ્રશ્ન બનીને ઊભી રહી ગઈ. એમણે લખેલું, વાંચેલું અને વિચારેલું એક જ ઝાટકે જાણે નકામું થઈ ગયું જે જિંદગીને એ જીવંતતાથી જીવવા ચાહતાં હતાં તે જાણે રસહીન થતી જણાતી હતી. હવે શું કરવું? એ પ્રશ્નનો ઉકેલ જ તેમને જડતો ન હતો.

ત્યાં જ ‘ગુડ મોર્નિગ’ના મીઠા ટહુકા સાથે એક નર્સ તેમને દવા પીવડાવવા આવી. સૂતાં સૂતાં તેમણે જોયું કે નર્સ બધું જ કામ ડાબા હાથે કરી રહી હતી અને એ જોતાં જ તેમનાં મનમાં એક ઝબકારો થયો. તેમણે પોતાનો ડાબો હાથ અને ડાબો પગ હલાવી જોયાં. એ બંને અંગોમાં સંપૂર્ણ શક્તિનો અહેસાસ થતાં તેમની આંખમાં ચમક આવી ગઈ. હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ જમણા અંગની કલાકો સુધી કસરત કરવાની સાથે ડાબા અંગ પાસેથી કામ લેવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષના અથાક પ્રયત્નો પછી ડાબા હાથ અને ડાબા પગથી લગભગ બધું જ કામ કરવાની કળા સાધ્ય કરી લીધી અને જમણા અંગમાં પણ સિત્તેર ટકા તાક્ત પાછી આવી ગઈ.

વસંતલાલ કહે છે કે ઈશ્વરે બક્ષેલી આ જિંદગીમાં એક પ્રશ્નનો ચોક્કસ જવાબ હોય છે જ. જરૂર છે ખુદમાં વિશ્વાસ રાખીને એ જવાબ શોધવાની ધીરજ અને હિંમતની. આપણે આત્મવિશ્વાસ દ્વારા જીવનને રંગીન બનાવવાનું અને જીવનની હર ક્ષણને દિલથી માણવાની છે.

—રોહિત ખીમચંદ કાપડિયા

——————————————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “હવે શું કરવું?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: