રળીયામણી ઘડી/ નરસિંહ મહેતા ++

 

(1) રળિયામણી ઘડી

ધન્ય આજની ઘડી તે રળિયામણી,

હાં રે મારો વહાલોજી પધાર્યાની વધામણી હો જી રે,

ધન્ય  આજની ઘડી તે.

હાં રે હું તો કદલીના થંભ રોપાવતી,

હાં રે મારા વા’લાજીના મંડપ રચાવતી હો જી રે,

ધન્ય  આજની ઘડી તે.

હાં રે પૂરે પૂરે સોહાગણ સાથિયો,

હાંરે જેમ મલપંતો આવે હરિ હાથિયો હો જી રે,

ધન્ય  આજની ઘડી તે.

હાં રે હું તો મોતીડાંના ચોક પુરાવતી,

હાં રે મારા વાલાજીની આરતી ઉતારતી હો જી રે,

હાં રે હું તો જાઉં શ્રી વલ્લભકુળ વારણે

હાં રે મેતા નરસીનો સ્વામી ઊભો બારણે હો જી રે

ધન્ય  આજની ઘડી તે.

–નરસિંહ મહેતા

 

(2) લાલનકી આરતી

સબ આરતી ઉતારો મેરે લાલનકી,

મેરે લાલનકી મેરે બાલનકી.

સબ.

માતા યશોમતી કરત આરતી,

ગિરિધર લાલ ગોપાલનકી.

સબ.

કંસ—નિકંદન જય જગવંદન,

કૃષ્ણ કૃપાળુ દયાલનકી.

સબ.

બ્રજજન મીલી સબ મંગલ ગાવત,

છબી નીરખત નંદલાલનકી.

સબ.

મોર મુગુટ પીતાંબર કુંડલ,

મુખ પર લાલી ગુલાબનકી.

સબ.

મૌતીન માલકી ઔર છટા અરૂ,

ઉપર તુલસી માલનકી.

સબ.

કૃષ્ણદાસ બલિહારી છબીપેં,

કૃષ્ણ કનૈયા લાલનકી.

સબ.

–કૃષ્ણદાસ

******

(3)શિવ જોગી જશ ગાયો…

શિવ જોગી જશ ગાયો રે બાવા,

મેં જોગી જશ ગાયો રે,

બ્રહ્મા ગાયો વિષ્ણુ ગાયો, ખોજત પાર ન પાયો રે…

પર બ્રહ્મ કો મુખ દેખનકું, સકળ સૃષ્ટિ ફિર આયો…

શિવ જોગી.

દેવકી—જાયો ગોકુળ આયો, જશોમતી સુખ પાયો રે,

કૈલાસ સે એક આયો હે દિગંબર, આ કે અલખ જગાયો.

શિવ જોગી.

ભિક્ષા લેકર આઈ નંદરાણી, શંકર શિષ ધુણાયો,

નગન દેખકર ગઈ ભુવનમેં , આય કે અંબર ઓઢાયો રે….

ક્યાં કહું મૈયા તેરા પાટ પીતાંબર ક્યા કરું કંચન માયા,

ચાર ખુટકો સોનો રુપો ભર્યો હે મેરી ઝોલી મેં, દર્શન કું આયા…

શિવ જોગી

હાથ જોડકે ખડી નંદરાણી, સુનો જોગી રાયો રે,

બાલકકો તન દિખાઉં દિગંબર, બાલક જાત ડરાયો રે….

શિવ જોગી.

જાકી દૃષ્ટિ સકળ સૃષ્ટિ પર, સો ક્યું તું ને છુપાયો રે,

મેરો ઠાકોર અલખ નિરંજન , વો નહીં જાત ડરાયો રે….

શિવ જોગી.

બાલકૃષ્ણ લે આઈ નંદરાણી, શંકર શિષ નમાયો રે,

સેવા કરી ચરણામૃત લીનો, શ્રુંગી –નાદ બજાયો રે….

શિવ જોગી.

સફળ ફળો માઈ બાલક તેરો, દેખ શંકર સુખ પાયો રે,

સૂર કહે બડો ભાગ્ય જશોદા, પૂરણ પૂન્યસે પાયો…

શિવ જોગી

—સૂરદાસ

************************************

(4)કનૈયાને માટી ખાઈ

મૈયા મોર મારન આઈ !

કનૈયાને માટી ખાઈ,

મોહનાને માટી ખાઈ–

ઈતના સુનકર ચલી જશોદા

આંગન બહાર આઈ,

લે લકડી જબ મારન લાગી–

ક્યોં રે કનૈયા તુને અંગ ભરઆઈ ?

–કનૈયા.

હે મૈયા, તુમ બની બાવરી, મૈંને માટી ખાઈ,

બીન દેખે મોહે મારન લાગી,

કે કોઈ ગોપીને હે લગાઈ.

–કનૈયા.

મુખ ખોલકર બતાવો કૃષ્ણજી,

અબ હમ માનત નાહીં,

તબ કૃષ્ણને વો મુખ ખોલા,

ચૌદા ભુવન મુખમેં માઈકો દિખાઈ !

—કનૈયા.

અઢસઠ તીર્થ ગંગા—જમના

ચંદ્ર—સૂરજ મુખમાંહી,

“સૂરદાસ” ભજ પ્રભુકી લીલા,

દેખકર જશોદા અપને મન પસ્તાઈ

–કનૈયા.

—સુરદાસ

*****

(5) મૈં નહિ માખન ખાયો !

ઓ મૈયા મોરી , મૈં નહિ માખન ખાયો,

ભોર ગયે ગૈયન કે સંગમેં , મધુબન મોહે પઠાયો;

ચાર પ્રહર બંસી વટ ભટક્યો, સાંઝ પર્યે ઘર આયો,

ઓ, મૈયા મૈં નહિ માખન ખાયો…

મૈં બાલક સબનસેં છોટો, સિંકો કિસ બિધ પાયો?

ગ્વાલબાલ સબ બેરબેરકે,પરવસ મુખ લપટાયો,

ઓ, મૈયા મૈં નહિ માખન ખાયો…

દેખ, તુહી સીકે માખન, ઊંચે ધરિ લટકાયો;

તુહી નિરખી નન્હેં કર અપને, મૈં કેસે કરિ પાયો ?

ઓ, મૈયા મૈં નહિ માખન ખાયો…

તૂ જનની મનકી અતિ ભોરી, ઈનકે કહે પતિયાયો,

જિય તેરે ક્છુ ભેદ ઉપજી હૈ, જાની પરાયો જાયો,

ઓ, મૈયા મૈં નહિ માખન ખાયો…

લે લે અપની લકુટી કમલિયાં, બહુત હી નાચ નચાયો;

સૂરદાસ જબ બિંહસી જશોદા, લે ઉર કંઠ લગાયો.

“ઓ, કન્હૈયા તે નહિ માખન ખાયો.”

—સૂરદાસ

*****

(6) જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા,

તુજ વિના ધેનમાં કુણ જાશે?

ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,

વડો રે ગોવાળિયો કુણ થાશે?…જાગને.

દહી6 તણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં,

કઢિયલ દૂધ તે કુણ પીશે?

હરિ તાર્યો હાથિયો, કાળિનાગ નાથિયો,

ભૂમિનો ભાર તે કુણ લેશે?…જાગને.

જમુનાને તીરે, ગૌધણ ચરાવતાં,

મધુરે શી મોરલે કુણ વહાશે?

ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીઝીયે,

બૂડતાં બાંહોડી કુણ સહાશે ?…જાગને.

—નરસિંહ મહેતા

*****

(7) નહિ જાઉં રે માત

નહિ જાઉં રે માત, ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

મને સવારમાં વે’લો ઉઠાડે, મને દહીં ને રોટલી ખવરાવે;

ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

હું વનમાં જાઉં તો વન ગાજે, મને વાઘ-વરુની બીક લાગે,

મને વાઘ-વરુની બીક લાગે,નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

હું તો નીરમાં જોઉં તો નીર ગાજે, મને મગરમચ્છની બીક લાગે,

મને મગરમચ્છની બીક લાગે, નહિ જાઉં રે માત ;

ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

મને વનમાં ગોવાળિયા મારે, મને ગોપિયુંની બહુ બીક લાગે,

મને ગોપિયુંની બહુ બીક લાગે, નહિ જાઉં રે માત;

ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

મને આંબલી-પીપરી રમાડે, મને ભૂલ-ભૂલામણીમાં ભુલાવે,

મને ભૂલ-ભૂલામણીમાં ભુલાવે, નહિ જાઉં રે માત,

ગાવલડી ચારવાને, જશોદાને માવડી.

*******

(8)

વા’લો નંદ ઘેર ધેનુ ચરાવે રે

(કીર્તન)

ભૂધર ભક્તિ સદા મન ભાવે રે

વા’લો રે નંદ ઘેર ધેનુ ચરાવે રે…           ….ટેક

અકળ સ્વરૂપ અખંડ અવિનાશી તે,

ગૌધન કે સંગ આવેરે…                1

કોટિ-કોટિ બ્રહ્માંડ કેરો કર્તા,

તાકું જશોમતી ગોદ ખેલાવે રે…             2

શુક શારદ નારદ જશ ગાવે તે,

હરિ વિનતાને હાથ વેચાવે રે…         3

શિવ—વિરંચી જાકો પાર ન પાવે,

તે ઉચિછષ્ટ આહિરડાનું ખાવે રે…           4

શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર,

જાકુ નિગમ “નેતિ નેતિ” ગાવે રે…      5

ભોજો ભગત કહે ભાગ્ય જોજો,

વૃજવાસીને લાડ લડાવે રે….

–ભોજો ભગત

*******

(9) ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી.

ભોળી રે….

અનાથના નાથને વેચે આહીરની નારી;

શેરી-શેરીએ સાદ એ પાડે: લ્યો કોઈ મોરારી.

ભોળી રે….

મટુકી ઉતારી, માંહે મોરલી વાગી;

વૃજનારીને સહેજે જોતાં મૂરછા લાગી.

ભોળી રે….

બ્રહ્માદિક ઈંદ્રાદિક સરખા કૌતુક એ પેખે;

ચૌદ લોકના નાથને કાંઈ, મટુકીમાં દેખે.

ભોળી રે….

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યાં અંતરજામી;

દાસલડાંને લાડ લડાવે નરસૈંયાનો સ્વામી.

ભોળી રે….

–નરસિંહ મહેતા

******

(10) હાં રે કોઈ માધવ લ્યો

હાં રે કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો;

કોઈ વેચન્તી વૃજનારી, હોં રે કો માધવ લ્યો.

માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે ચાલી;

સરખે સરખી મળી સંગાથે, ગઈ વૃંદાવન—વાટે.

હાં રે કોઈ માધવ લ્યો…

શેરીએ—શેરીએ સાદ પાડે છે, “કોઈ ને લેવા મુરારિ ?”

ગોપી ઘેલું શું બોલતી જાય? માધવ મટુકે ન માય,

હાં રે કોઈ માધવ લ્યો…

નવ માનો તો જુઓ ઉતારી, મટુકીમાં “કુંજવિહારી”

“મીરાં” કહે, પ્રભુ ગિરિવરધારી, ચરણ કમલ બલિહારી…

હાં રે કોઈ માધવ લ્યો….

— મીરાં

*******

(11) કનૈયાને વારજો

જસોદાજી, હવે કનૈયાને વારજો,

માડી, હું તો જળ રે જમનાનાં પાણી ગઈ’તી,

માડી, મારાં રેઢાં તે બાર ઉઘાડિયાં,

જસોદાજી, હવે કનૈયાને વારજો…

માડી, મારાં સૂતાં તે બાળ જગાડિયાં,

માડી, મારાં રમતાંને રોવરાવ્યાં;

જસોદાજી, હવે કનૈયાને વારજો…

માડી, મારાં શીંકેથી ગોરસ ઉતારિયાં,

માડી, મારાં ખાધાં ને એટલાં ઢોળ્યાં;

જસોદાજી, હવે કનૈયાને વારજો…

માડી, મારાં ચૂલેથી દૂધ ઉતારિયાં,

માડી, મારાં પીધાં ન એટલાં ઢોળ્યાં ;

જસોદાજી, હવે કનૈયાને વારજો…

માડી, મારાં ખીલેથી વાછરું છોડિયાં,

માડી, મારા અણદોયાં અઢાવ્યાં;

જસોદાજી, હવે કનૈયાને વારજો…

—લોકગીત

*******

(12)મહીડાં વલોવે કાન

માતા જશોદા, તમારા કાનને,

મૈડાં વલોવવા મેલો રે લોલ.

અમારો કાન તો નાનેરું બાળ શો,

મૈડાંની વાત શું જાણે રે લોલ.

માથે મુગટ ને મુખ પર મોરલી,

લટકે નેતરાં તાણે રે લોલ.

ખંભે ખંભાતી એને ખેસિયાં ને

કેડે કંદોરો હીરના રે લોલ.

માતા જશોદા, તમારા કાનને,

મૈડાં વલોવવા મેલો રે લોલ.

અમારો કાન તો નાનેરું બાળ શે,

મૈડાંની વાત શું જાણે રે લોલ.

ભાતીગળ ચૂંદડી ને ભાતીગળ ઘાઘરો,

રાધા નેતરાં તાણે રે લોલ.

કાંબિયું, કડલાં ને અણવટ વીંછિયા,

લટકે નેતરાં તાણે રે લોલ.

છશ-પાણી તો સોકરાં ખઈ જિયાં,

માખણ ખાશે કાન નાનો રે લોલ.

માતા જશોદા, તમારા કાનને,

મૈડાં વલોવવા મેલો રે લોલ.

—લોકગીત

*******

(13) રાધા-કહાનનું વલોણું

બાર બેડાંની મેં તો ગોળી ઉતારી,

સમદર મહીડાં પૂર્યાં રે લોલ.

વાસુકી નાગનાં નેતરાં કીધાં,

મેરુનો કીધો રવૈયો રે લોલ.

એક પાસ કાનજી કાળા વલોવે,

એક પાસ રાધિકા ગોરાં રે લોલ.

હળવે વલોવો, કાન, ગોળી નંદાશે,

મહીડાંની રીત નોય આવી રે લોલ.

ગોળી નંદાશે,મારી ચોળી છંટાશે,

મોતિયાંની માળા તૂટશે રે લોલ.

એટલું કીધું ને કાન રીસાઈને ચાલ્યા,

જઈ વનરાવન વસિયા રે લોલ.

આવો—આવોને કાન, કેડે બેસારું,

માખણ ને રોટલો આલું રે લોલ.

લાડવાયો હો તો, કાન, લાડુ જમાડું,

ઝેણી એક ચૂંટણી ભરું રે લોલ.

બોરું આલીને મેં તો ઢોરાં ચરાવ્યાં,

એવાં અમે રાધિકા ગોરાં રે લોલ.

—લોકગીત

*******

(14) કાનુડો માગ્યો દે ને

કાનુડો માગ્યો દે ને, જશોદા—મૈયા

કાનુડો માગ્યો દે ને !

આજની રાત અમે રંગભર રમશું

પ્રભાતે પાછો લે ને….

જશોદામૈયા.

કડલાં, કાંબી ને અણવટ વીંછિયા,

હાર હૈડાનો લે ને…

જશોદામૈયા.

હસ્તી, ઘોડા ને માલ—ખજાના,

વેલ સજૂતી લે ને…

જશોદામૈયા.

મીરાંબાઈ કહે, પ્રભુ ગિરધરના ગુણ,

ચરણકમળચિત્ત લે ને…

જશોદામૈયા.

—મીરાંબાઈ

*******

(15) માતા રે જશોદા તમારો બેટડો

એજી એવાં માતા રે જશોદા તમારો બેટડો,

નટ ખટ નંદજીનો લાલો,

દુ:ખડાં દઈને દેયુંને દૂભવે,

(અમને) તોય લાગે હૈયામાં વા’લો…

એ જી એવાં…

એ જી માડી ગરજ રે પડે તારા ગોવિંદને,

થઈને આવે ઈ કાલો—કાલો

 

 

 

 

 

 

 

 

 

 

2019 મા ગુર્જરીના ચરણે….

 

Blog at WordPress.com.

a

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “રળીયામણી ઘડી/ નરસિંહ મહેતા ++

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,249 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: