વિસામો/વેણીભાઈ પૂરોહિત

 

વિસામો/વેણીભાઈ પૂરોહિત

થાકે ન થાકે  છતાંય હો માનવી !

ન લેજે વિસામો !

તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા,

તારે ઉદ્ધરવાના જીવન દયામણા;

હિમ્મત ન હારજે તું ક્યાંયે–

હો માનવી ! ન લે જે  વિસામો–

જીવનને પંથ જ્તાં તાપ-થાક લાગશે

વધતી વિટંબણા સહતાં તું થાકશે !

સહતાં સંકટ એ બધાંયે

હો માનવી ! ન લેજે વિસામો !

જાજે વટાવી તું જ આફતનો ટેકરો,

આગે આગે હશે વણખેડ્યાં ખેતરો,

ખંતે ખેડ એ બધાં યે

હો માનવી ! ન લેજે વિસામો !

આખા જગતમાં એકલો પ્રકાશજે,

આવે અંધાર તેને એકલો વિદારજે;

છોને આ આયખું હણાયે–

હો માનવી ! ન લેજે વિસામો! —

લે જે વિસામો ન ક્યાંય હો માનવી–

દેજે વિસામો !

તારી હૈયા વરખડીને છાંયે  (છાંયડે)

હો માનવી !

દે જે વિસામો,

ન લેજે વિસામો !

*************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “વિસામો/વેણીભાઈ પૂરોહિત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: