અમારી સાથે ધૂળમાં….//પુ.લ.દેશપાંડે

 

અમારી સાથે ધૂળમાં….//પુ.લ.દેશપાંડે

અનુવાદક: અરુણા જાડેજા

(ગાંધી-ગંગા/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ)

પાના:105-106

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસ સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળુંઆવ્યું હતું . પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યાં. બાજુવાળા એક ભાઈના હાથમાં મૂક્યાં, પોતાનું નામસરનામું આપ્યું અને કહ્યું:

“આટલાં ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું !”

પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઈ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘેર પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?”

“તમારા શરીર પર ખાદી ને માથે ગાંધીટોપી છે ને, એટલે !”

*******

હું અંગ્રેજી બીજી ચોપડીમાં આવ્યો અને ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ શરૂ થઈ. ચોતરફ ગાંધી-ગાંધી –ગાંધી’ સંભળાતું હતું. હું આઠ-નવ વર્ષનો હતો ત્યારે મારા માથ પરથી કાળી ટોપી ગઈ અને ગાંધી ટોપી ચઢી. મૅટ્રિક થતાં સુધી એનો મુકામ મસ્તક પર હતો, એ ટોપીની માફક ગાંધીજીએ અમારા નાનકડા માથાનો કબજો લીધો હતો, પણ એમનાં દર્શન થયાં નહોતાં.

પહેલવહેલાં દર્શન થયાં એકત્રીસની સાલમાં. મુંબઈના પરા વિલેપાર્લાના એક ચર્ચના પટાંગણમાં સભા હતી. ચર્ચના પાદરીબાબા ગાંધીજીનુંઆ સંકટ વહોરી લેવા કઈ રીતે તૈયાર થયા હશે, એ તો ભગવાન જાણે ! પણ ત્યાર બાદ ચર્ચના પરિસરમાં કોઈ રાજકીય સભા મેં તો જોઈ નથી.  સ્વતંત્રતાની ચળવળ એ આપણું કામ નહીં, એવું પાર્લાના ખ્રિસ્તીઓ માનતા. આથી ચર્ચના પટાંગણમાં ગાંધીજીની સભા હોય એ વાતથી જ અમે તો ચકરાઈ ગયા હતા.લોકોનાં ટોળેટોળાં સભાસ્થળ ભણી જઈ રહ્યાં હતાં. અગાઉ ક્યારેય આવી ભીડ જોઈ નહોતી. અમે તો ક્યારનાયે વહેલા વહેલા જઈને જગા રોકીને બેસી ગયા હતા.

જેમના નામનો સતત જપ થઈ રહ્યો હતો એમનાં પ્રત્યક્ષ દર્શન…. કોઈ પણ જાતની નાટકીય ઊતરચઢ વગરની એમની કથનશૈલી…હજારોના મુખમાંથી નીકળેલી ‘મહાત્મા ગાંધીની જય’ એવી ગર્જના… એવી કાંઈક  સંમોહિત દશામાં આખો જનસમુદાય પાછો ફર્યો.

એ પછીનાં કેટલાય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં, છાપાંમાં રોજ ગાંધીજીના નવા કાર્યક્રમની માહિતી, એમના લેખ, એમને વિશેના લેખો. અસંખ્ય માથાં પર ગાંધી ટોપી દેખાવા લાગી. શરીર પર ખાદી ચઢી. કાંતણના વર્ગો શરૂ થયા. આપણા દેશની બધી આધિવ્યાધિઓનું મૂળ અંગ્રેજ રાજ છે, એ જાતું રહે પછી ભારત સુખોનો ભંડાર થશે એવી ત્યારે ધારણા હતી. એવા કેફમાં અઢારમું વર્ષ ઓળંગતાં વિશ્વયુદ્ધ આવીને ઊભું રહ્યું.

*********

પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રૂર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું . સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયોહતો. દરિદ્રનારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, એ ટોપી  નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,”એવા ઉદ્ ગાર  ખુદ ગાંધીજીએ કાઢ્યા હતા. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું. એમ સ્વરજનાં અજવાળાંની રાહ જોઈને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું

સ્વરાજ  કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું. અંબાડી પર બેઠેલા રાજેન્દ્રબાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત એક બાપુ અમારી સાથે ધૂળમાં ચાલી રહ્યા હતા.’

********************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: