ગાંધી-ગંગા, ભાગ:1માંથી

ગાંધી-ગંગા, ભાગ:1માંથી

‘ આટલા ગભરાઈ શું કામ ગયા ? ’

(ગાંધી-ગંગા, ભાગ:1/સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ)

પાના:5-6

એક વાર બા અને બાપુજી રોજના નિયમ પ્રમાણે ફરવા ગયાં હતાં. ફરતાં ફરતાં બાપુજીને ઠોકર વાગી અને અંગૂઠામાંથી લોહી નીકળવા લાગ્યું.

એ જોઈને બાપુજીએ બાને કહ્યું: “અરે જલદી પાટો લઈ આવી અંગૂઠો બાંધી દો.”

બાપુજીને આટલા બધા અધીરા થઈ ગયેલા જોઈને બાએ જરા ટકોર કરતાં કહ્યું: “તમને મરણનો ભય નથી એમ તમે કહો છો, તો આ સહેજ ઠેસ વાગી અને થોડુંક લોહી નીકળ્યું એમાં આટલા બધા ગભરાઈ શું કામ ગયા ?”

એ સાંભળી બાપુ બોલ્યા :” આ દેહ પર લોકોની માલિકી છે. મારી બેદરકારીથી અંગૂઠામાં પાણી જાય અને એ પાકે તો સાત-આઠ દિવસ સુધી કામ કરવાનું મારે માટે મુશ્કેલ બની જાય,તો એથી લોકોને કેટલું નુકસાન થાય ! એ તો લોકે આપણા પર મૂકેલા વિશ્વાસનો ભંગ થયો કહેવાય.”

********

‘આપણે હોઈએ તો ફેર પડે ને !’

હરિજન પ્રશ્નને અંગે બાપુએ 1932માં યરવડા જેલમાં આમરણ ઉપવાસ આદર્યા હતા. તે વખતે બા સાબરમતી જેલમાં હતાં.

પોતે બાપુની પડખે નથી એનો બાને મનમાં ખૂબ ઉચાટ રહ્યા કરતો.પોતાના પતિની જિંદગી આમ હોડમાં મુકાયેલી જોઈને બાને દિલમાં શુંનું શું થઈ જતું ! આ વાતનો વલોપાત કરતાં બા એક વાર જેલની બહેનોને કહેવા લાગ્યાં: “આ ‘ભાગવત’ વાંચીએ છીએ, ‘રામાયણ’-‘મહાભારત’ વાંચીએ છીએ, એમાં ક્યાંય આવા ઉપવાસની વાતો નથી ! પણ બાપુની તો વાત જ જુદી. એ આવું જ કર્યા કરે છે !હવે શું થશે ?”

એટલે બહેનો કહે : “બા, બપુને સરકાર બધી સગવડો આપશે, તમે શા માટે ફિકર કરો છો?”

ત્યારે બા કહે :”બાપુ કશી સગવડ લે તો ને ! એમને તો બધી વાતનો અસહકાર ! એમના જેવું માણસ તો મેં ક્યાંય નથી સાંભળ્યું ! પુરાણની ઘણી ઘણી વાતો સાંભળી છે, પણ આવું તપ  ક્યાંય  ન જોયું !”

પછી થોડી વાર અટકીને બા પાછાં કહે :”જોકે કાંઈ વાંધો નથી, એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિનીદેવી છે;પણ આપણે હોઈએ તો ફેર પડે ને !”

******************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: