ગાંધી-ગંગા-ભાગ :1માંથી

ગાંધી-ગંગા-ભાગ :1માંથી

(1) ‘એ જ તમે કે બીજા ?’/મુકુલ કલાર્થી

(ગાંધી-ગંગાભાગ-1/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું:6)

સાબરમતી આશ્રમમાં એવો નિયમ હતો કે, આશ્રમમાં થતાં શાકભાજીનો જ જેમ બને તેમ ઉપયોગ કરવો, બહારથી મંગાવવાં નહીં.

તે વખતે આશ્રમના ખેતરમં કોળાં બહુ થતાં; એટલે સંયુક્ત રસોડે રોજ કોળાનું શાક થાય. કોળાનું શાક એટલે પાણીમાં કોળાના મોટા મોટા કટકા બાફેલા !અંદર મીઠું પણ નહીં નાખવાનું. જેને જોઈએ તે ઉપરથી મીઠું લે.

કેટલીય બહેનોને કોળાંનું શાક એક યા બીજી રીતે માફક આવતું નહોતું. પણ કાંઈક સંકોચને કારણે બહેનો આ વાત બાપુને કરે નહીં અને છાનાંમાનાં બધું ચલાવી લે !

એકવાર બા બહેનોનું ઉપરાણું લઈને બાપુ પસે પહોંચ્યાં અને કહે :”કોળાનું શાક તે બાફેલું થતું હશે? એમાં તો મેથીનો વઘાર થાય, ગરમ મસાલો ને બધું નાખ્યું હોય તો જ નડે નહીં. નહીં તો કોળું નડ્યા વિના રહે ?”

બીજે દિવસે પ્રાર્થના પછી બાપુ હસતાં હસતાં કહે :”ચાલો, તમારી ફરિયાદ મંજૂર છે. જેમને વઘારીને અને મસાલો નાખીને શાક ખાવું હોય તે પોતાનાં નામ મને લખાવે.”

પરંતુ ત્યાં તો બા બોલી ઊઠ્યાં :”અમે તમને નામ આપવાનાં નથી. અમે અમારી મેળે મળીને નક્કી કરીશું.”

પછી બધી બહેનોએ મળીને પોતાનાં નામ નોંધાવ્યાં અને મસાલો ખાવાની છૂટ મેળવી.

પણ બાપુજી કોઈને સુખે મસાલો ખાવા દે એવા ઓછા હતા ? બહેનોની પંગત બાપુની સામે જ બેસતી. એટલે બાપુ જમતાં જમતાં વિનોદમાં  ટકોર કરતા જાય : “કેમ વઘાર કેવો થયો છે? શાક બરાબર મસાલેદાર છે ને ?”

બા પણ બાપુથી ઊતરે એવાં નહોતાં. કહે : “હવે રહેવા દો ! તમે પણ ઓછા હતા? પહેલાં દર રવિવારે મારી પાસે વેઢમી અને ભજિયાં અથવા પાતરાં કરાવીને બરાબર ઝાપટતા હતા એ જ તમે કે બીજા?”

(2) ‘એવો પતિ કોઈને નહીં હોય !’ (પાનું:7)

બાપુજી બહુ ભણેલા, દેશના મોટા નેતા, જ્યારે બા હતાં અભણ ! વળી બાપુજી પોતાના જીવનમાં ઉત્તરોત્તર ભારે પરિવર્તનો કરતા જતા હતા અને પોતાના વિચારોના પાલનનો ખૂબ આગ્રહ રાખતા.

એટલે કેટલાંક લોકો એમ જ માનતાં કે બિચારાં બાને તેનું ખૂબ દુ:ખ રહ્યા કરતું હશે. એક બહેને તો બા પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરતો એક પત્ર જ બાને લખી મોકલ્યો.

બાએ એ પત્રના જવાબમાં લખ્યું હતું: “ તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો બહુ વખત નથી આવ્યો. તો તમે કેમ જાણ્યું કે, મને ગાંધીજી બહુ દુ:ખ આપે છે? મારો ચહેરો ઊતર્યો હોય છે, મને ખાવા વિશે પણ દુ:ખ આપે છે, તે તમે જોવા આવ્યાં હતાં? મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. સત્યથી આખા જગતમાં પૂજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે. અને કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક નથી કાઢ્યો. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય, તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે. ગાંધીજી છાપે ચડાવે, બીજા ઘરમાં કંકાસ કરે. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. મારાં સગાંવહાલાંમાં ખૂબ પ્રેમ છે. મિત્રોમાંમારું ઘણું માન છે.”

********

(3)  ‘બા ન ખાય તો હું ખાઈશ’ (પાનું:9)

બા બહુ સારી રસોઈ કરી જાણતાં. બાપુજીએ જ્યારથી પોતાના જીવનવ્યવહારમાં અસ્વાદવ્રત દાખલ કર્યું ત્યારથી બાની એ કળા નકામી જેવી થઈ ગઈ હતી. છતાં બા કોઈ વાર કોઈને કોઈ ચીજ બનાવતાં તો ખરાં જ. સારી સારી વસ્તુઓ ખવડાવવાનો તથા ખાવાનો તેમને શોખ હતો.

બાની છેલ્લી માંદગી વેળાએ પણ આગાખાન મહેલમાં ડૉ.ગિલ્ડરના નાસ્તાને માટે મનુબહેન પાસે બા રોજ કાંઈ ને કાંઈ કરાવતાં.

એક દિવસ બાએ મનુબહેનને પૂરણપોળી બનાવવાનું સૂચવ્યું અને કહ્યું: “આજ તો હું પણ પૂરણપોળી ખાઈશ. બાપુજીને પૂછી આવ કે તમે લેશો ?”

બાની તબિયત નબળી હતી અને બા ભારે વસ્તુ ખાય તો હ્રદયના ધબકારનો હુમલો થઈ આવે એમ હતું. એટલે મનુબહેન જ્યારે બાપુને પૂછવા ગયાં, ત્યારે બાપુએ આ વાતનો ખ્યાલ કરીને કહ્યું : “ બા ન ખાય તો હું ખાઈશ.”

બાને નિશ્ચય કરતાં એક પળ પણ વાર ન લાગી. બા કહે : “તો ભલે, હું નહીં ખાઉં.”

પછી પાસે બેસીને બાએ બાપુને માટે તેમ જ બીજાં બધાંને માટે પૂરણપોળી બનાવરાવી; સૌને ખવડાવી અને પોતે જરાક ચાખી પણ નહીં.

************************************

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “ગાંધી-ગંગા-ભાગ :1માંથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 350,773 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: