ઉત્તરવસ્થામાં જીવવાની જડીબુટ્ટી

 

ઉત્તરવસ્થામાં જીવવાની જડીબુટ્ટી

(જન્મભૂમિ, સોમવાર,10/12/2018/વિસામો)

*પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં. તેને તમારી મિત્ર માનો, પરંતુ પુત્રને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય.

*પુત્ર હવે પરિણીત અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે એટલે તેની પત્નીની આદતોને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં.

*પુત્ર સાથે રહેતાં હો ત્યારે એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી પુત્રવધૂ ન કહે ત્યાં સુધી રોજિંદાં જીવનમાં તેમના છોકરાં સાચવવા કે અન્ય કોઈ  કામ જો થઈ શકે એમ હોય તો જ જવાબદારી લેવી અને કામ કરી આપ્યા પછી કોઈપણ પ્રકારની આશા રાખવી નહીં.

*જ્યારે પુત્ર—પુત્રવધૂ વચ્ચે બોલાચાલી કે વિવાદ થાય ત્યારે મૌન રહેવું. આજકાલના પુત્ર અને પુત્રવધૂ ને તેમની અંગત બાબતમાં કોઈનો ચંચુપાત ગમતો નથી.આ તેમનો અંગત મામલો છે અને તેનો ઉકેલ તેમને જ લાવવા દો.

*તેમના સંતાનો એ તેમના જ છે અને તેમને કેમ ઉછેરવા તે અને સારા સંસ્કાર આપવાની અને કેમ ભણાવવા તે સૌ જવાબદારી તેમની જ છે તમારી હરગીઝ નથી તે ખાસ સમજો.

*તમારી પુત્રવધૂ તમારી લાગણી સમજે, તમારી વાત માને કે તમારી સેવા કરે એ જોવાની જવાબદારી પુત્રની છે. તમે તમારા પુત્રને કેવી રીતે ઉછેર્યો છે અને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર બધું નિર્ભર છે.

*નિવૃત્તિનું પ્લાનિંગ પોતાની રીતે કરવાનું હોય છે. તેમાં પુત્ર મદદરૂપ થાય તો સારી વાત છે, પણ તમારે તેની આશા રાખવી નહીં. તમારી અડધી કરતાં વધુ જિંદગી પસાર થી ગઈ છે અને હજુ ઘણું જીવવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે તેમ સમજી નિવૃત્તિનું પ્લાનિંગ કરવું.

*નિવૃત્તિ કેવી અને કેટલી સુંદર રીતે માણવી એ ફક્ત તમારા પોતાના પર નિર્ભર છે. જે અને જેટલી શક્ય હોય તે બધી જ મજા કરો અને બને તો તમારી બધી જ બચત બધી જ સંપત્તિ જીવતાં જીવત જે યોગ્ય લાગે તે મોજ મજામાં વાપરી નાખો જેથી ભરપૂર જિંદગી જીવ્યાનો સંતોષ થાય.

(ઈન્ટરનેટપરથી)

**************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 771,802 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો