સેકન્ડ ઇનિંગને ભરપૂર જીવો//ખ્યાતિ શાહ

સેકન્ડ ઇનિંગને ભરપૂર જીવો//ખ્યાતિ શાહ

J29

સેકન્ડ ઇનિંગને ભરપૂર જીવો//ખ્યાતિ શાહ

જન્મભૂમિ, સોમવાર 29/10/2018/પાનું : 10: વિસામો

    જ્યારે સંતાનો ઘરથી દૂર થાય અને પાછળમા-બાપ એકલા રહી જાય ત્યારે એમના માટે જીવન અઘરું બની જતુ6 હોય છે.

    સ્મિતા થોડી થોડીવારે મોબાઈલમાં નોટિફિકેશન ચેક કરી, ફરી નિરાશ ચહેરે ગરબામાં જીવ પરોવવા કોશિશ કરી રહી હતી. ન તો એનું ધ્યાન ગરબા રમવામાં હતું, ન બેસીને ગરબા જોવામાં કે ન તો સોસાયટીના ફ્રેન્ડ્ઝ  સાથે વાતો કરવામાં. એનો જીવ મુંજાઈ રહ્યો હતો એટલે એ ઘરે જતી રહી. ઘરમાં બધું જ એકદમ વ્યવસ્થિત હતુ6, અને આજે એને એજ તો ખૂંચી રહ્યું હતું !            શિખા અહીં હોત તો એનો રૂમ જ નહીંપણ ડ્રોઈંગ રૂમમાં પણ નવરાત્રીના અવશેષો બંગડીઓ-ઓર્નામેન્ટ્સ –દુપટ્ટા-પાયલ વગેરે વગેરે જ્યાં ત્યાં પડ્યા મળે. સ્મિતા યાદ કરી રહી ગઈ નવરાત્રીના પોતે શિખા પર કેવી ગુસ્સે થઇ હતી, ત્યારે દીકરીએ કેટલા હેતથી કહેલું, “મોમઝી, લાસ્ટ વન નવરાત્રી… નેક્સટ યર યુ વીલ મીસ મી. કોઈ તને હેરાન કરવાવાળું નહીં હોય, ન તો તારે મારી રાહમાં મોડી રાત સુધી જાગવું પડશે.’ ને તારું ઘર…એકદમ તને ગમે એવું વ્યવસ્થિત હશે ! ત્યારે યાદ કરજે મને…” એટલામાં વોટ્સએપ પર શિખાનો ગરબા રમવા જતો તૈયાર થયેલો ફોટો આવ્યો અને સ્મિતાના ચહેરા પર સ્મિત સાથે આંખેથી દરિયો છલકાઈ આવ્યો. શિખા માસ્ટર્સ કરવા બેંગ્લોર ગઈ અને એકદમ અપ-ટુ-ડેટ ઘરમાં હવે જ્યાં ત્યાં ભેંકાર ખાલીપો વિખેરાઈ પડ્યો રહે છે !

   સમય ક્યાં પસાર થઈ ગયો ખ્યાલ જ ન રહ્યો…ગઈકાલની જ વાત હોય જાણે… દીકરી જન્મ્યાંનો હરખ…એની પા પા પગલીની છાપ હજુ જાણે ફરસ પર મહેસુસ થાય છે. અને કાલુંઘેલું બોલતી થઇ એટલામાં તો આખું ઘર ગુંજી રહ્યું… બાળક આવતાં જ મા-બાપની દુનિયા એના બાળક આસપાસ ગૂંથાઈ જાય અને જોત્જોતામાં વર્ષો પસાર થઈ જાય, ખ્યાલ જ ન રહે. આંગળી પકડી નાની નાની પગલીઓ માંડતું સંતાન પાંખોઆવે ને ઉડી દૂર દેશ નવી દિશાઓ ખોળવા નીકળી પડે અને ત્યારે અચાનક પેરેન્ટ્સની દુનિયામાં ખાલીપો વ્યાપી જાય. એકતરફ સંતાનની પ્રગતિ માટે એને દૂર મોકલવાના, જીવનમાં પોતાની રીતે પોતાનું આકાશ શોધવા પ્રોત્સાહિત કરવાના અને બીજી તરફ અચાનક વર્ષોથી જેની આસપાસ પોતાની દુનિયા રચાયેલી હતી તે હવે સાથે નહિ રહેતાં ભીતરથી એકલતા ઉદાસીનો સામનો કરવાનો. ઘરથી દૂર થયા પછી સંતાન પણ ઘર-પેરેન્ટ્સને યાદ કરતા હશે, હોમ-સિકનેસમાં ક્યારેક ઉદાસ થઈ જતા હશે એ જાણતા-સમજતા  હોવાથી પેરેન્ટ્સે પોતાની લાગણી તો છુપાવવી પડતી જ પડતી હોય. પોતે ક્યારેય સંતાનને એવું ન કહી શકે કે ‘બેટા, તારા વગર ઘર સૂનું લાગે છે…નથી ગમતું. આજ તારી ભાવતી વાનગી જમવામાં બનાવી હતી પન તને યાદ કરતા એક કોળિયો’ય ગળે ન ઉતર્યો…’ પેરેન્ટ્સે તો પોતાના આંસુ ભીતર ધરબી હસતાં રહીને સંતાનોને સંભળવાના જ આવે.

   સુધીર બપોરે જમવા આવ્યો ત્યારે જુએ છે તો ઘર આખું અસ્તવ્યસ્ત છે અને પથારા વચ્ચે પત્ની સીમા જૂનાં આલ્બમ ખોલી બેઠી છે. આંખમાંથી યાદ-હેતની ધારા ચોધાર વહી રહી છે. દિવાળીની સફાઈ કરતાં ક્યારેક યાદ વધુ ઉજળી થઈ જતી હોય છે, અને આજમાં ફેલાયેલી –એકલતા વધુ ઘાટી મહસુસ થવા લાગે છે.દીકરો ને વહુ કેનેડા સ્થાયી થઈ ગયા અને હર્યુંભર્યું ઘર સાવ ખાલી થઈ ગયું. આ હુતો-હુતી એકબીજા માટે જીવવાનું તો વર્ષોથી વિસરી ગયા હતા. હવે સુધીર સુનમુન થઇ ગયો હતો અને સીમા વાતે વાતે રડી પડતી. બંને એક જ ઘરમાં પોતપોતાની એકલતાથી પીડાઈ રહ્યા હતા. હવે શું કરવું, જીવનનો ઉદ્દેશ શું અને કેમ કરી જીવનને પાટે ચડાવવું એ સમજી શકતા ન હતા.

    સંતાન દીકરો હોય કે દીકરી એક ઉંમર થાય પછી પોતાના સપનાં પૂરા કરવા દૂર જવાના જ. અને સમજુ પેરેન્ટ્સ પોતે જ સંતાનોને માનસિક રીતે સજ્જ કરી એમના ઘડતર અને ઉજ્જવળ ભવિષ્ય માટે બધી જ દિશાઓ ખોલી આપવાના. ખરા અર્થે તો એમ જ હોવું જોઈએ. પણ જ્યારે સંતાનો ઘરથી દૂર થાય અને પાછળ મા-બાપ એકલા રહી જાય ત્યારે એમના માટે જીવન અઘરું બની જતું હોય છે. અચાનક જીવનમાં ખાલીપો એનું સામ્રાજ્ય જમાવી દે અને એક સમય સુધી હતાશા ડિપ્રેશન પેરેન્ટ્સમાં ઓછા વધતા પ્રમાણમાં જોવા મળે. બાળકના જન્મથી લઈ પતિ-પત્નીની દુનિયાનું કેન્દ્રબિંદુ સંતાન બની ગયું હોય. એકબીજા સાથે એકલા એટલો સમય ગાળવાનું વિસરાઈ ગયું હોય. ઉપરથી આ જ સમયગાળા દરમિયાન સ્ત્રી શારીરિક બદલાવના દૌરમાંથી પસાર થતી હોય એટલે મન આળું રહેતું હોય. એવામાં પુરુષ પોતાની લાગણીઓ પ્રદર્શિત ન કરી શકવાથી ભીતર એકલો જ મુંજારો અનુભવતો હોય.

    ખાલીપો વધુ સમય સુધી તમારી ભીતર સ્થાયી થશે તો ઉંમર પહેલાં જ તમને વૃદ્ધત્વનો એહસાસ કરાવશે. વિચારો, જ્યારે પેરેન્ટ્સ પીડાતા હોય ત્યારે સંતાન શું સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકે ખરાં? આ એકલતા ખાલીપા નામની ઉધઈ તમને ભીતરથી ખોખરા કરી પોતાનું સામ્રાજ્ય જમાવે એ પહેલાં જ જાગો અને એને બહાર ખદેડી મૂકો. હવે સમય છે જીવનમાં ફરી નવા રંગો પૂરવાનો, નવા ઉદ્દેશ સાથે નવી શરૂઆત કરવાનો. જીવનની આ સેકન્ડ ઇનિંગ ને ભરપૂર રીતે જીવવાનો, નવેસરથી પતિ-પત્નીએ એકબીજાના સાથી બની એકબીજાને કેન્દ્રબિંદુ બનાવી જીવતા શીખવાનું. ખૂબ ભાગ્યા અત્યાર સુધી જવાબદારીઓ નિભાવવા, હવે તો ફરી એકબીજાના પ્રેમમાં પડવાનું, પોતાના માટે જીવવાનું.અધૂરા રહી ગયેલા સપનાઓ સંગાથે પૂરા કરો. હરોફરો, ટ્રેકિંગ પર જાવ. માળીયે ચડાવી સાવ ભુલાઈ ગયેલી હોબીઝ ને ફરી જીવંત  કરો. નવી હોબીઝ વિકસાવો. યાર, આ લાફિંગ ક્લબ ઉદાસી ખંખેરી ફરી ખડખડાટ હસતાં કરવા માટે જ તો હોય છે. સાયક્લિંગ કરો, વોક પર જાવ, યોગ કે જીમ જાવ…તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાવ. જૂના મિત્રોને ફરી ભેગા કરો અને નવા મિત્રો બનાવો. જીવનમાં બદલાવને સહજ લેતાં થઇ જઈએતો ક્યારેય કયાંય કશું જ તમને અટકાવી શકતું નથી. દરેક પેરેન્ટ્સ ક્યારેક ને ક્યારેક તો ‘એમ્પ્ટીનેસ સિંડ્રોમ’ એટલે કે ખાલીપાની માનસિક પરિસ્થિતિમાંથી પસાર થતા જ હોય છે. મારા વ્હાલા, ખાલીપાના રંગહીન આકાશને અવનવા  રંગોથી રંગી નવી જ કલાકૃતિ રચી કાઢો. જીવન ખરેખર જીવવા જેવું છે.

************************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,453 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: