અંતિમ પર્વની પ્રસાદી (3) ભજનો(1)

અંતિમ પર્વ/સંપાદન:રમેશ સંઘવી

મીડીયા પ્રકાશન, જુના ગઢ

અંતિમ પર્વની પ્રસાદી (3)

           ભજનો(1)

)

(1) વૈષ્ણવજન

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે,

પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સૌને વંદે , નિંદા ન કરે કેની રે;

વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે.

 સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્ વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામનામશું તાળી  લાગી, સકળ તીરથ તેના તનમં રે.

 વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;

ભણે ‘નરસૈયો ’ તેનું દરશન કરતાં કુળ

એકોતેર તાર્યા રે.

*******

(2) રાખનાં રમકડાં

 રાખનાં રમકડાં,

 મ્હારા રામે રમતાં રાખ્યાં રે;

મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે

…રાખનાં રમકડાં0

બોલે ડોલે રોજ રમકડાં , નિત નિત રમત્યું માંડે,

આ મ્હારું આ ત્હારું કહીને એકબીજાને ભાંડે રે.

…રાખનાં રમકડાં0

હે..કાચી માટીની કાયા માથે, માયા કેરા ર6ગ લગાયા

ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા, ત્યા6 તો વીંઝણલા વીંઝાયા રે !

…રાખનાં રમકડાં0

અંત અનંતનો તંત ન તૂટ્યો, ને રમત અધૂરી રહી,

તનડ ને મનડાની વાતો આવી તેવી ગઈ !

…રાખનાં રમકડાં0

અવિનાશ વ્યાસ

********

(3) હંસલો ચાલ્યો જવાનો

હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ત્યાં નથી કોઈનો રે સંગાથ(2)

રસ્તો વિકટ ઘણેરો આવશે રે, ભોમિયા લેજો તમે સંગાથ(2)

સદ્ ગુરુ રસ્તો બતાવશે રે, જો જો ભૂલે ન જાતા વાટ(2)

માટે સાચા તે સંતને સેવજો રે, સંત તો મુક્તિ દેનારા(2)

ભાથું ભક્તિતણું તમે બાંધજો રે, ત્યાં નથી વાણિયા કેરાં હાટ(2)

માટે ભાવે ભજો ભગવાનને રે, એ તો ઉતારે ભવજળ પાર(2)

હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સંગમાં આવે છે પુણ્ય ને  પાપ(2)માટે ભાથું ભરો પ્રભુ નામનું રે, તે જીવન દુરગતિ નવ જાય(2)

—————————————-

  

 

 

 

 

 

 

(4)  આ કોણે બનાયો ચરખો

રવિસાહેબ(18મી સદી)

આ કોણે બનાયો ચરખો?

તમે નુરતે સુરતે નીરખો !

એના ઘડનારાને પરખો !

કોઈ પરિબ્રહ્મને પરખો !

       આ કોણે બનાયો ચરખો?

આવે ને જાવે , બોલે બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો,

દેવળ દેવળ કરે , હોંકારા, પારખ થઈને પરખો.

ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હે, મિટ્યો અંધાર અંતરકો.

ઈ અજવાળે અગમ સૂઝે, ભેદ જડ્યો ઉન ઘરકો.

પાંચ તત્ત્વકા બનાયા ચરખા, ખેલ ખરો હુન્નર કો,

પવન પુતળી રમે પ્રેમ સેં જ્ઞાની હોકર નીરખો.

રવિરામ બોલ્યા ને પડદા ખોલ્યા, મેં ગુલામ ઉન ઘરકો.

ઈ ચરખાની આશ મ કરજો, ચરખો નંઈ રિયે સરખો.

     એના ઘડનારાને તમે પરખો,

   તમે નુરતે સુરતે નીરખો,

           આ કોણે બનાયો ચરખો?

રવિસાહેબ(18મી સદી)

*******

(5)મૂળ રે વિનાનું કાયા ઝાડવું

મૂળરે વિનાનું કાયા ઝાડવું.

એને પડતાં ન લાગે વાર.            મૂળ0

એને પુણ્ય રૂપી રે ખાતર પૂરજો,

એ જી એનાં મૂળિયાં પોંચે પાતાળ   મૂળ0

એને સત કેરાં જળ સિંચજો

એ જી નૂરત સૂરત પાણી ધાર      મૂળ0

એને શીલ સંતોષ કેરાં ફળ લાગશે

એ જી અમર ફળ રસદાર           મૂળ0

કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે

એ જી ભજન કરે તે ભવપાર        મૂળ0

           રવિદાસ

      *********

 

 

(6) મન લાગો મેરો યાર

મન લાગો મેરો યાર ફકીરીમેં

જો સુખ પાવો રામ ભજનમેં

સો સુખ નાહિં અમીરીમેં        1

ભલા બુરા સબકા સુનિ લીજૈ

     કર ગુજરાન ગરીબીમેં         2

પ્રેમ—નગરમેં રહનિ હમારી

     ભલિ બનિ આઈ સબૂરીમેં      3

હાથમેં કૂંડી, બગલમેં સોટા

     ચારોં દિસિ જાગીરીમેં          4

આખિર યહ તન ખાક મિલેગા

     કહા ફિરત મગરૂરીમેં?         5

કહત કબીર સુનો ભાઈ સાધો

     સાહિબ, મિલૈ સબૂરીમેં         6

           *******

(7)     બેલિડા, ઊઠો !

બેલિડા, ઊઠો ! ઉતાવળા થઈ, સાંતીડા જોડો, ખેતરમાં જઈ !

ધરમ ને નિયમના બે ધોરી બાંધો, તમે અનુભવ-હળને લઈ

મોહમાયાના ઢેફાં રે ભાંગો, શમનું ખાતર દઈ.

અમરનામની ઓળું કાઢો , તમે સુરત શેઢા પર જઈ

વાંક અંતરનો કાઢો વિવેકથી,ખોટનું ખાતું નહીં.

 જ્ઞાન ધ્યાનના કણ મોંઘેરા લેજો, તન મન નાણાં દઈ,

મનુષ્ય ખેતરમાં વાવો વિવેકથી, ગુરુ ગમ ઓરણી લઈ.

જ્ઞાનના અંકુર ઊગ્યા ખેતરમાં, ને ધીરપ ઢૂંઢણી થઈ

કૂડ કપટનાં કાઢો પારેવડાં, મન રખવાળો રહી.

મોક્ષનાં કણસલાં પાક્યાં ખેતરમાં, ને ખબર ધણીને થઈ

દાસ દયો કરજો એવી કમાઈ, જેથી ભવનભાવટ ગઈ.

     દયારામ

           ********

(8)  કાહે રે ! બન ખોજન જાઈ.

કાહે રે ! બન ખોજન જાઈ.

સર્વ—નિવાસી સદા અલેપા, તોહી સંગ સમાઈ     ધ્રુ0

પુષ્પ મધ્ય જ્યાં બાસ બસત હૈ, મુકુર માહિં જસ છાઈ

તૈસે હી હરિ બસૈં નિરંતર, ઘટ હી ખોજો ભાઈ            1

બાહર ભીતર એકૈ જાનૌ, યહ ગુરુ જ્ઞાન બતાઈ,

જન નાનક બિન આપા ચીન્હે, મિટૈ ન ભ્રમકી કાઈ 2

                *******

(9)  ન જાણ્યું જાનકી નાથે…

 થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે?

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !

હતો લંકેશ બહુ બળિયો, થયો બેહાલ ના જાણ્યું,

જગત સૌ દાખલા આપે, સવારે શું થવાનું છે !

જુઓ પાંડવ અને કૌરવ, બહુ બળિયા ગણાયા છે,

ન જાણ્યું ભીષ્મ જેવાએ, સવારે શું થવાનું છે !

થઈ રાજા રમ્યા જૂગટું, ગુમાવ્યુ6 પત્ની સૌ સાથે,

ન જાણ્યું ધર્મ જેવાએ, સવારે શું થવાનું છે !

અરે ! થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે?

જણાયું તે ન ગૌતમથી, સવારે શું થવાનું છે !

સ્વરૂપે મોહિની દેખી, સહુ જન દોડતાં ભાસે,

ભૂલ્ય યોગી થઈ ભોળા, સવારે શું થવાનું છે !

હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગૂલ,

હજારો શોચમાં છે કે, સવારે શું થવાનું છે !

થવાનું તે થવા દેજે, ભલે મન-મસ્ત થઈ રહેજે,

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !

           *******

(10)જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા ડોલવાને લાગી રે,

પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું.   મારો હંસલો0

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે.

ઊડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું.      મારો હંસલો0

બાઈ ‘મીરાં ’ કહે પ્રભુ ગિરિધરના ગુણ,

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં .     મારો હંસલો0

                *******

(11)રહના નહિ દેસ બિરાના હૈ

રહના નહિ દેસ બિરાના હૈ, ધ્રુ.

યહ સંસાર કાગદકી પુડિયા, બૂંદ પડે ધૂલ જાના હૈ.

યહ સંસાર કાંટેકી બાડી, ઉલઝ ઉલઝ મરિ જાના હૈ.

યહ સંસાર ઝાડ ઔર ઝાંખર, આગ લગે બરિ જાના હૈ.

કહત ‘કબીર’ સુનો ભાઈ સાધો, સતગુરુ નામ ઠિકાના હૈ.

                કબીર

       **********

(12) રામ રાખે તેમ રહીએ/મીરાંબાઈ

રામ રાખે તેમ રહીએ

ઓધવજી, રામ રાખે તેમ રહીએ

એની ચિઠ્ઠીનાં ચાકર છઈએ.        ઓધવજી0

કોઈ દિન રહેવાને બાગ બગીચા,

     તો કોઈ દિન જંગલમાં રહીએ. ઓધવજી0

કોઈ દિન ખાવાને શીરો ને પૂરી,

     તો કોઈ દિન ભૂખ્યાં રહીએ.   ઓધવજી0

કોઈ દિન પહેરવાને હીરના6 ચીર

     તો કોઈ દિન સાદાં ફરીએ.    ઓધવજી0

કોઈ દિન સૂવાને ગાદી ને  તકિયા

     તો કોઈ દિન ભોંય પર સૂઈએ.      ઓધવજી0

બાઈ ‘મીરાં ’ કહે પ્રભુ ગિરિધર નાગર

     સુખદુ:ખ સરવે સહીએ..         ઓધવજી0

     *******

(13)જાગીને જોઉં

જાગીને જોઉં તો જગત દીસે નહિ,

     ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,

     બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મ વિષે ઊપજ્યાં ,

     અણુ અણુમાંહી રહ્યા રે વળગી.

ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,

     થડ થકી ડાળ તે નહિ રે અળગી.

જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા,

     રચી પરપંચ ચૌદ લોક કીધાં,

 ભણે નરસૈયો એ, ‘તે  જ તું , ‘તે જ તું ’

     એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

           નરસિંહ મહેતા

———————————

 

 

 

(14) હરિનો મારગ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવુ6 નામ જોને.

સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભો જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને,

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને;

પ્રીતમના સ્વામીની લીલા, રજનીદિન નીરખે જોને.

                પ્રીતમ

—————————————————

(15)  વેદું છું નિજ આત્મા

 વેદું છું નિજ આત્મા, બાકે સઘળું ફોક,

છૂટી જાય આ દેહ, તો નહીં હર્ષ કે શોક !

અનંતગુણી આત્મા, કરે નિજ ગુણનું કામ,

જો સમજે આ જીવડો, સરે પોતાનું કામ.

સત્ સ્વરૂપી આત્મા: ઉત્પાદ, વ્યય, ધ્રૂવયુક્ત,

સમજે કોઈ વિરલા, થઈ જાય છે ભવમુક્ત.

અનંતશક્તિ આત્મા, એ જ જ્ઞાન પ્રમાણ છે,

અંતે મોક્ષ નિર્વાણ છે, એ જ મારી આશ છે.

                *******

(16) દો દિનકા જગમેં મેલા

 દો દિનકા જગમેં મેલા,

     સબ ચલા ચલી કા ખેલા !

કોઈ ચલા ગયા, કોઈ જાવે,

     કોઈ ગઠરી બાંધી સિધાવે,

કોઈ ખડા તૈયાર અકેલા,      સબ0

કર પાપ કપટ છલ માયા,

     ધન લાખ કરોડ કમાયા,

સંગ ચલે ના એક અધેલા,     સબ0

સુત નાર યાર પિતુ ભાઈ

     કોઈ અંત સહાયક નાહિં

ક્યોં ભરેં, પાપ કા ઠેલા ?      સબ0

યહ નશ્વર સબ સંસારા,

     કર ભજન ઈશકા પ્યારા,

’બ્રહ્માનંદ’ કહે સુન ચેલા !     સબ0

     બ્રહ્માનંદ

        ********

(17) પ્રભુજીને પડદામાં રાખમાં

પ્રભુજીને પડદામાં રાખમાં ,

   પૂજારી તારા આતમને ઓઝલમાં રાખમાં.

વાયુ વીંઝાશે ને દીવડો ઓલાશે એવી

    ભીતિ વંટોળિયાની રાખમાં.     પૂજારી તારા0

 આડે ઊભો છે તારો દેહ અડીખમ,

     બળી જાશે એ તો ખાખમાં.     પૂજારી તારા0

ઊડી ઊડીને આવ્યાં પંખી હેમાળેથી,

    થાક ભરેલો એની પાંખમાં.      પૂજારી તારા0

સાત સમંદર પાર કર્યા એનું

   નથી રે ગુમાન એની આંખમાં.   પૂજારી તારા0

આંખના રતન તારાં છો ને હોલાય કો’થી

     હીરા લૂંટાય છોને લાખના.     પૂજારી તારા0

 હૈયાનો હીરો તારો નહીં રે લૂંટાય કો’થી

     ખોટા હીરાને ખેંચી રાખમાં.     પૂજારી તારા0

                   *******

(18) અબ હમ અમર ભયે//આનંદઘન

અબ હમ અમર ભયે ન મરેંગે.

      અબ હમ અમર ભયે ન મરેંગે.

યા કારણ મિથ્યા દીયો તજ,

     ક્યોં કર દેહ ધરેંગે?            1

રાગ દોસ જગ બંધ કરત હૈ,

      ઈનકો નાસ કરેંગે.

મર્યો અનંત કાલતૈં પ્રાણી,

     સો હમ કાલ હરેંગે.             2

દેહ વિનાશી હૂં અવિનાશી,

     અપની ગતિ પકરેંગે.

નાસી જાસી હમ થીર વાસી,

     ચોખે હૈ નિખરેંગે.               3

મર્યો અનંત વાર બિન સમજ્યો,

    અબ સુખ દુ:ખ વિસરેંગે.

આનંદઘન નિપટ નિકટ અક્ષર દો,

     નહિ સમરે સો મરેંગે.        4

     આનંદઘન

 ***********

 (19) ઊંચી મેડી

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રામ… હો રામ0

અમને તે તેડાં શીદ મોકલ્યાં, હે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા તે મૂલની મારી ચૂંદડી, મેં તો ઓઢી ન જાણી રામ..

 હો રામ0

અડધાં ઓઢ્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ,

ચારે છેડે, ચારે જણા ડોલી ડગમગ હાલે રામ…    હો રામ0

નથી તરાપો નથી તુંબડા, નથી ઉતર્યાનો આરો રામ,

 નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ..

હો રામ0

                   નરસિંહ મહેતા

                     *******

(20) નહીં ઐસો જનમ

 નહિં ઐસો જનમ બારંબાર.

ક્યા જાનૂં કછુ પુણ્ય પ્રગટે, માનુષા અવતાર.       નહિ0

બઢત પલપલ, ઘટત છિન છિન, ચલત ન લાગે બાર,

બિરછકે જ્યાં પાત ટૂટે લાગે નહિં પુનિ ડાર.      નહિ0

ભવસાગર અતિ જોર કહિયે વિષમ ઓખી ધાર

સુરતકા નર બાંધે બેડા, બેગિ ઉતરે પાર.       નહિ0

સાધુ સંતા તે મહંતા ચલત કરત પુકાર,

દાસી મીરાં લાલ ગિરિધર જીવના દિન ચાર.   નહિ0

                   મીરાંબાઈ

                   *********

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 637,279 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 276 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: