એક મર્મસ્પર્શી મુલાકાત

 

A.ANAND PRASAD

અખંડ આનંદપ્રસાદી  (માર્ચ, 2018)/પાનું35

 એક મર્મસ્પર્શી મુલાકાત

અરૂણના શહીદ થયા બાદ એના પિતા મદનલાલ ક્ષેત્રપાલને અવારનવાર સમાચાર મળતાં કે એક પાકિસ્તાની ઉચ્ચાધિકારીએમનો સંપર્ક  કરવા માગે છે . પણ ત્રણ દશક વીતી ગયા તોય  તેઓ મદનલાલનો સંપર્ક શાધી ન શક્યા.

2001માં 81 વર્ષની ઉંમરે બ્રિગેડિયર ક્ષેત્રપાલને એકવાર પોતાને જન્મભૂમિ, સરગોધા(જે હવે પાકિસ્તાનમાં છે) જવું હતું. એમને પાકિસ્તાન જવાનો વિઝા મળ્યો. લાહોરમાં રહેતા બ્રિગેડિયર ખ્વાજા મહંમદ નાસિરને ખબર પડી એટલે એમણે પાકિસ્તાની સરકારની રજા લઈને તેઓ તેમના અતિથિ તરીકે રહે એમ નક્કી કરવામાં આવ્યું . બ્રિગેડિયર ક્ષેત્રપાલને ખબર ન હતી કે તેઓ 1971ના યુદ્ધમાં 13 લાંસર્સના કેપ્ટન હતા, નાસિરે એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને બહુ આદર સન્માનથી રાખ્યા. આ બંને બ્રિગેડિયરો અખંડ ભારતની સેનામાં સાથે હતા અને બંને વચ્ચે સારી મિત્રતા હતી. પણ ભાગલા પછી નાસિર પાકિસ્તાન ગયા અને ત્યાંની સેનામાં ભર્તી થયા. ક્ષેત્રપાલ ભારત આવ્યા અને ભારતીય સેનામાં જોડાયા એટલે  એમનો સંપર્ક તૂટી ગયો.

જે દિવસે બ્રિગેડિયર ક્ષેત્રપાલ પાછા જવાના હતા તે દિવસે નાસિરે ક્ષેત્રપાલનો હાથ પકડી આંસુભીના હ્રદયે માફી માંગી, “તમારો દીકરો રાષ્ટ્રનો સાચો હીરો નીકળ્યો. આટલી નાની ઉંમરમાં તે શૌર્ય અને નીડરતાથી લડ્યો. અને રાષ્ટ્રે એની કદર કરી ‘પરમવીર ચક્ર’ નું પદક આપીને તેનું સન્માન કર્યું. હુસાચા હ્રદયથી સલામ કરૂં છું . આ યુદ્ધ એટલું ભયંકર હતું અને બન્ને દેશોના સૈનિકો શહીદ થયા ઉપરાંત બીજી કેટલી ખુવરી થઈ એ યાદ કરતાં મારું સેનાનીનું હ્રદય પણ દ્રવી જાય છે. છેલ્લા દિવસન યુદ્ધમાં બીજા બધા જ હટી ગયા હતા, ફક્ત હું અને અરુણ જ આમને સામને ટેંકમાં હત. મને ખબર ન હતી કેએ તમારો દીકરો છે. અમે બંને એ એકસાથે જ ગોળા ફેંક્યા પણ કમનશીબે મારો ગોળો એને વાગી ગયો અને હુ6 બચી ગયો હવે મને ખબર પડી કે આવો નીડર અને સાહસિક કેમ બન્યો. અરૂણ તમારો સુપુત્ર હતો એટલે તમન પણ હું લાખ લાખ સલામ કરું છું. “ એમ કહીને એ ક્ષેત્રપાલને ભેટી પડ્યા. કેવું હ્રદયસ્પર્શી દ્રશ્ય હશે એ ! એક વખતના ભાગલા પહેલાં ના મિત્રો વર્ષો પછી મળ્યા અને અજાણતાં એના પુત્રનો જાન લેધો, એની સાચ્ચા હ્ર દય થી માફી માગી.

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “એક મર્મસ્પર્શી મુલાકાત
  1. Vimala Gohil કહે છે:

    દેશના ભાગલાએ આવા અનેક મિત્રોને સામસામે લાવી દીધેલ તોય દિલની સારાપ સચવાયેલી રહી
    હોવાન આવા અનેક પ્રસંગો મળે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 323,487 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 287 other followers

તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   સપ્ટેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: