પરથમ પરનામ મારા…….//રામનારાયણ વિશ્વનાથ પાઠક

PARTHAM PARANAAM….//

પરથમ પરનામ મારા…….

રામનારાયણ વિશ્વનાથ પાઠક

 

પરથમ પરનામ મારા,

માતાજીને  કહેજો રે,

માન્યું જેણે માટીને રતનજી;

ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને,

એવા કાયાના કીધલાં જતનજી.

બીજા પરણામ મારા,

પિતાજીને કહેજો રે,

ઘરથી બતાવી જેણે શેરીજી;

બોલી બોલાવ્યા અમને,

દોરી હલાવ્યા ચૌટે,

ડુંગરે દેખાડી ઊંચે દેરીજી.

ત્રીજા પરણામ મારા,

ગુરુજીને કહેજો રે,

જડ્યાં કે ન જડ્યાં

તોયે સાચા જી;

એકનેય કહેજો

એવા સૌને  ય કહેજો,

જે જે અગમ નિગમની

બોલ્યા વાચાજી.

ચોથા પરણામ મારા,

ભેરુઓને કહેજો રે

જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;

ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;

હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા,

વેરીડાને કહેજો રે,

પાટુએ ઊઘાડ્યા અંતર દ્વારજી;

અજાણ્યા દેખાડ્યા અમને,

ઘેરા ઉલેચાવ્યા જેણે;

ઊંડા ઊંડા આતમના અંધારજી,

છઠ્ઠા પરણામ મારા

જીવનસાથીને કહેજો રે,

સંસાર તાપે દીધી છાંય જી;

પરણામ વધારે પડે,

પરણામ ઓછય પડે

આતમની કહેજો એક સાંઈ જી;

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે,

ઢોરના કીધાં જેણે મનેખજી;

હરવા ફરવાના જેણે

મારગ ઊઘાડ્યા રૂડા,

હારોહાર મારી ઊંડી મેખજી.

છેલ્લા પરણામ અમારા,

જગતને કહેજો જેણે,

આલ્યું સરવસ્સજી;

આલ્યું ને આલશે ને

પાળ્યા ને પાળશે,

જ્યારે

ફરી અહીં ઊતરશે

અમારો હંસજી.

**************************************

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “પરથમ પરનામ મારા…….//રામનારાયણ વિશ્વનાથ પાઠક
  1. Sonu કહે છે:

    Please mane Kavita no saransh mokalo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: