સંગમ //બાલમુકુન્દ દવે 1

 

SANGAM

સંગમ //બાલમુકુન્દ દવે

1

સખી, આપણો તે કેવો સહજ સંગમ  !

ઊડતાં ઊડતાં વડલા-ડાળે,

આવી મળે જેમ કોઈ વિહંગમ—

એમ મળ્યાં ઉર બે અણજાણ;

વાર ન લાગી વહાલને જાગતાં:

જુગજુગની જાણે પૂરવપિછાણ  !

પાંખને ગૂંથી પાંખમાં ભેળી,

રાગની પ્યાલી રાગમાં રેડી,

આપણે ગીતને બંસરી છેડી,

રોજ પ્રભાતે ઊડતાં આઘાં,

સાંજરે વીણી વળતાં પાછાં:

તરણાં, પીછાં, રેશમી ધાગા;

શોધી ઘટાળી ઊંચેરી ડાળો,

મશરૂથી યે સાવ સુંવાળો

આપણે જતને રચિયો માળો.

એકમેકમાં જેમ ગૂંથાઈ

વડલાની વડવાઈ, રૂપાળી

તેજ-અંધારની રચતી જાળી,

રોજિંદી ઘટમાળમાં તેવાં

હૂંફભર્યા સહવાસથી કેવાં

આપણાં યે સખી, દોય ગૂંથાયાં !

અંતર પ્રેમને તંત બંધાયાં !

ઋતુઋતુના વાયરા જોયા,

ભવના જોયા તડકા-છાંયા;

ભાગ્યને ચાકડે ઘૂમતાં ઘૂમતાં

જિંદગીના કેવા ઘાટ ઘડાયા !

આપણે એમાં સાવ નિરંજન,

સુખને, દુખને ભોગવે કાયા;

જે જે, સખી દીનાનાથે દીધું

આપણે તે સંતોષથી પીધું;

સંગ માણી ભગવાનની માયા !

2

જોને, સખી જગવડલા હેઠે

ઋણસંબંધે આવી ચડેલો

કેવો મળ્યો ભાતભતનો મેળો !

કોક ખૂણે સંસારિયાં ઋણી:

કોક ખૂણ્ર અવધૂતની ધૂણી !

કોક પસંદ કરે સથવારો :

કોક વળી નિ:સંગ જનારો !

ભોર ભઈ તોય ઘોરતો ગાફલ:

કોક સચેત અખંડ જ જાગે !

કોક ઉતારી બોજની ભારી,

ખાઈ પોરો પલ ચાલવા લાગે !

અમલકસૂંબા ઘોળતી પેલી

જામતી રાતે જામતી ડેલી;

કરમી, ધરમી, મરમી વચ્ચે

ગ્યાનની કેવી ગોઠ મચેલી !

ઢળતી ઘેઘૂર છાંયડી હેઠી

ભજનિકોની મંડળી બેઠી;

ઉરને સૂરના સ્નેહથી ઊંજે,

ઘેરો ઘેરો રામસાગર ગુંજે !

3

વગડાના સૂનકારને માથે

તડકો કેવો ઝાપટાં ઝીંકે !

આવી જાણે પ્રલ્લેકાળની વેળા:

જીવ ચરાચર કંપતા બીકે !

તો ય જોને પેલું ધણ રે ધ્યાની:

નિજાનંદે જાણે ડોલતો જ્ઞાની !

હોલા ભગતને ધૂન શી લાગી !

તૂહી તૂહી કેવો ગાય વેરાગી !

ચોખૂણિયા પેલી ચોતરી વચ્ચે

કોક અનામી સતીમાની દેરી;

પાસે ઊભો પેલો પાળિયો ખંડિત

શૌર્યકથાઓનાં ફૂલડાં વેરી.

એક કોરે પેલી પરબવાળી

તરસ્યા કંઠની આરત જાણી,

કોરી માટીની મટકી માંહી

સંચકી બેઠી શીતલ પાણી.

મટકીનું પીને ઘૂંટડો પાણી,

ભવનો મેળો ભાવથી માણી

આપણે યે વિશરામ કરી ઘડી

ઊડશું મારગ કાપતાં આગે:

થોભશું  ક્યાંક જરી પથમાં વળી

પાંખને થાક જ્યહીં, સખી, લાગે.

આંખ ભરી ફરી નીરખી લેશું,

આપણે સંગ જે યાતરા ખેડી;

પાંખમાં વેગ ભરી નવલા, ફરી

કાપશું કોટિક તેજની કેડી…

તેજની કેડી…  તેજની કેડી….

====================================

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: