ઓનરશીપ પર આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે/ કાવ્ય યાત્રા/ઉદયન ઠક્કર  

Jpr432018

જન્મભૂમિ-પ્રવાસી 04/03/2018/મધુવન પૂર્તિ/પાનું: 4

ઓનરશીપ પર આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે/ કાવ્ય યાત્રા/ઉદયન ઠક્કર

 ગુજરાતી યુવાનો ચારેક દાયકાથી મોટી સંખ્યામાં ગઝલો લખે છે (જે એમને માટે આનંદનો વિષય છે), એમાંના કેટલાક લખવાની કળા પણ જાણે છે(જે આપણા માટે આનંદનો વિષય છે.)આપણે ભાવિન ગોપાણીની ગઝલો સાથે માણીએ.

જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો

છતસુધી ઊંચો થયો છે ઉંબરો

સ્હેજ  ફાવ્યું ઘર મને વર્ષો પછી

ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો

પહેલું પગલું ભરવું અઘરું હોય છે.

 સ્ટેટિક ફિક્શન ઈઝ ગ્રેટર ધેન રોલિંગ ફ્રિક્શન.ઉંબરાનું કલ્પન જોકે નવું નથી: ઘડપણની અવસ્થા માટે કબીર કહે છે, ‘ઉંબરા તો પરબત ભયા, ઔર દેહરી ભયી વિદેસ.’ભાવિનના પહેલા બે ગઝલ સંગ્રહોના નામ છે: ‘ઉંબરો’ અને ‘ઓરડો.’ ‘ઉંબરો’ સંગ્રહની પહેલી જ ગઝલમાં થી ચૂંટેલો આ શેર(મત્લો) શયરની પોતાની મનોદશા પણ સૂચવે છે.

     હજી હમણાં જીવવાની રીત શીખ્યા, ત્યાં તો મરવાની વેળા આવી. ‘સ્હેજ’ શબ્દ સૂચવે છેકે જીવન પૂરેપૂરું હજીયે નથી ફાવ્યું. દુનિયા ધર્મશાળા છે. ‘રૈનબસેરા’ છે એવી મધ્યકાળથી ચાલી આવતી ઉપમાને અનિલ જોશીએ આમ રજૂ કરી છે:

ઓનરશીપમાં આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે,

સુકલકડી કાયાનો ભાડૂત કેટલા ઘરમાં ફરિયો રે !

દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો 

આંગણે આવી જશે એ વિસ્તરીને

આપ જે માણી રહ્યા છો નામ જેવું

કોઈનું  એ જીવવું છે થરથરીને

     જહોન ડનની કાવ્યપંક્તિ છે, ‘નેવર સેંડ ટુ નો ફોર હુમ ધ બેલ ટોલ્સ, ઈટ ટોલ્સ ફોર ધી.’ કોઈનું મૃત્યુ થાય ત્યારે ચર્ચમાં ઘંટારવ કરવાનો રિવજ છે. ડન કહેછે, એવું ન પુછાવો કે કોણ મર્યું? તમે જ મર્યા છો. બીજાનું દુ:ખ તમારું યે દુ:ખ છે. પારકાને રણ મળ્યું એ જોઈને આજે રાજી થશો તો કાલે તમારો બગીચો રણ થશે. પડોશીની આતંકવાદથી ત્રસ્ત દેખીને હરખાશો તો તમેય ભરખાશો.

     લટકમટકથી થાય છે તે નાચ નથી પણ  ‘નાચ જેવું’ છે. જોનારાને નૃત્ય નહિ પણ નર્તકીની કાયા જોવામાં રસ છે. કાયા નૃત્યના ઠેકાથી થરથરી શકે.કાયા ભૂખથે કે ભયથી પણ થરથરી શકે.

 ન જોયું કોઈએ ધારણ કરેલા વસ્ત્રનું છિદ્ર?

હવે તો અંગ પણ એ છિદ્રથી જોતું થયું છે

હતું દફતર ખભા પર ત્યાં સુધી બીજું હતું નામ

ઉઠાવ્યાં કપરકાબી એ પછી છોટુ થયું છે.

     અન્યના વસ્ત્રનું છિદ્ર ન દેખાય એ સમજ્યા, પણ કાણુંય ન દેખાય? ન દેખાતું હોય , એનો અર્થ એટલો જ કે આંખ આડા કાન કરાયા છે. મારી તરફ કોઈ જોશે એવું ધારીને સંકોચમાં રહેલું ઉઘાડું બદન આખરે ફટલાં કપડાં સોંસરવું તાકવા લાગ્યું છે.

     શાળામાં જતાં બાળકોની હાજરી રોજ પૂરવામાં આવે છે, ‘મોહન, જવાહર, વલ્લભ, સુભાષ…’ પણ એ કંપાસ મૂકી દઈને કપ્રકાબી પકડે તો એનાં નામ, ઓળખ અને ભવિષ્ય ભુંસાઈ જાય છે. એનું અસ્તિત્વ મોટામાંથી ‘છોટુ’ થઈ જાય છે. મૂળ નામ શું હતું તે શાયર કહેતા નથી, કારણકે  હવે એનું મહત્વ નથી રહ્યું, એ કરોડોમાંથી એક થઈને ભુલાઈ ચૂક્યો છે. =======================================

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “ઓનરશીપ પર આભ મળ્યું ને લીઝની ઉપર દરિયો રે/ કાવ્ય યાત્રા/ઉદયન ઠક્કર  
  1. nabhakashdeep કહે છે:

    Reblogged this on આકાશદીપ and commented:
    સાભાર- સંકલન..
    જીવન ને દર્શન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
માર્ચ 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: