શૂન્યનો વૈભવ

SH00NYA NO VAIBHAV

શૂન્યનો વૈભવ

કાવ્ય યાત્રા/ઉદયન થક્કર/ જ.પ્રવાસી/17/12/2017

મધુવન પૂર્તિ/પાનું 4

ડિસેમ્બની 19મીએ શૂન્ય પાલનપુરીનો 95મો જન્મદિવસ હતો. મૂળનામ અલીખાન બલોચ. પહેલાં ઉર્દૂમાં લખતા, અમૃતઘાયલના આગ્રહથી ગુજરાતીમાં ગઝલો કહેતા થયા. તેમના કેટલાક શેર રજૂ કરું છું:

જે નયને કરુણા તરછોડી

એની કિંમત ફૂટી કોડી

થાવ છો નાહક રાતાપીળા

રંગ અસલ તો છે રાખોડી

કરુણા તો અંગેઅંગમાંથી પ્રકટ થાય. માટે જ વન્યપ્રાણીઓ તપસ્વીઓની આસપાસ સુખેથી ફરતાં. કરુણા વધુમાં વધુ પ્રકટ થાય આંખો દ્વારા. ‘બુદ્ધનાં ચક્ષુ’ કાવ્યમાં સુંદરમે ભગવાન બુદ્ધ વિશે કહ્યું છે:

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં

…હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં

શૂન્ય પાલનપુરી એવાં નયનની વાત કરે છે જેણે કરુણા તરછોડી છે. ‘તરછોડી’ શબ્દ યોગ્ય જ પસંદ કર્યો છે. જે કરુણાને છોડે, તે અન્યને તરછોડે. ‘કોડી’ એટલે હલકું ચલણ.એમાંયે આ તો ફૂટી કોડી ! કરુણા વિનાનાં નયન હોય તોય શું, ન હોય તોય શું ! કોડીનો આકાર આંખને મળતો આવે. ‘ફૂટ્ર્ર કોડી’ કહેતા શાયર કરુણાસૂના નયનને ફૂટેલા નયન સાથે સરખાવે છે.

ઉમર ખય્યામે એક રુબાઈમાં કહ્યુ6 છે: તમારી ઠોકરે ચડી એ ખોપરી કદાચ સમ્રાટની હોય.(શૂન્ય પાલનપુરીએ ખય્યામની રુબાઈઓના અનુવાદ પણ કર્યા છે.) બીજા શેરમાં શાયરે કંઈક એવો જ વિચાર પોતાની રીતે રજૂ કર્યો છે: ક્રોધ ન કરો , અભિમાન ન કરો, જીવન તો આજે છે ને કાલે નથી. રાખનાં રમકડાં રાખમાં મળી જવાનાં છે. આ શેર લખાયો નથી, ચીતરાયો છે. ‘રાતાપીળા રાખોડી’ શબ્દોને આપણે (ચિત્રની માફક) નીરખી શકીએ છીએ.

અમે તો કવિ, કાળને નથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી

આ બળબળતું હૈયું, આ ઝગમગતાં નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી.

તને એકમાંથી બહુની તમન્ના, બહુથી મને એક જોવાની ઈચ્છા

કરેછે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી

બૃહદરાણ્યક ઉપનિષદ કહે છે કે એકાકી ભગવાનને અનેક રૂપે પ્રકટવાની ઈચ્છા થઈ: ‘એકોહં બહુસ્યામ્’

એટલે તેણે વિવિધ જીવોનું નિર્માણ કર્યું. આ રહસ્ય પામે ગયેલા શાયર બધાં જીવોમાં ઈશ્વરનું જ દર્શન કરવા માગે છે. આ ફિલસૂફી સમજાવવા તેમણે દાખલો આપ્યો છે–તું સુરાહીની મદિરાને નાની—મોટી પ્યાલીઓમાં ભરે છે, અને હું પ્યાલીઓની મદિરાને ફરી સુરાહીમાં ભરું છું. શૂન્યના જમાનાના શાયરો શરાબ વિશે ભરપેટ ગઝલો લખતા, (કેટલાક ભરપેટ પીતાયે ખરા), એટલે શરાબનું દૃષ્ટાંત અહીં સ્વાભાવિક લાગે છે. પરંતુ શૂન્ય ઉપનિષદની વાતને ઉલ્લેખ કરી શકે છે કારણ કે તેમનું

વાંચન વિશાળ હતું. (તેઓ દૈનિક વર્તમાનપત્ર માટે તંત્રીલેખો લખતા હતા.) ઉદાહરણ વડે શાયર સંકુલ વાતને સરળ કરી આપે છે.

હરદમ લથડતા શ્વાસ બહુ ચાલશે નહીં

આ પાંગળો પ્રવાસ બહુ ચાલશે નહીં

લાગે છે ‘શૂન્ય’ મૌનની સરહદ નજીક છે

વાણીનો આ વિલાસ બહુ ચાલશે નહીં.

આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.

શાયરને અંતનો અણસાર આવી ગયો છે. હાંફ ચડી છે, શ્વાસ બહુ ચાલશે નહીં . શાયરની શબ્દપસંદગી જુઓ—‘દમ’ યાને શ્વાસ, માટે ‘હરદમ’ શબ્દ ચૂંટ્યો છે. પગની જેમ શ્વાસ પણ પ્રવાસમાં ‘લથ ડે’ છે. વાણીનો પ્રસેશ પૂરો થવામાં છે. માટે મૌનની ‘સરહદ’ કહ્યુ6 છે. 17-3- 1987ને દિવસે અલીખાન બલોચનો પ્રવાસ પૂરો થયો. શૂન્યની સફર હજી ચાલે જ છે.

મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો

આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે

————————————————–

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: