mareejh nee chand gajhalo

KHUSHABOOMAA……..

ખૂશબૂમાં ખીલેલાં ફૂલ હતાં

સંપાદન: સુરેશ દલાલ

‘મરીઝ ‘

———————————-

 

(1)

એક જ જવાબ દે, મારો એક જ સવાલ છે;

આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.

વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું,

બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.

આ આજના ભરોસે મને માન આપ ના,

કોને ખબર કે શું મારી આગામી કાલ છે.

પૂરાં કરો વચનજે દીધાં આજકાલનાં,

મારીય જિંદગાની હવે આજકાલ છે.

બસ એક નજર સચેત—તો વૈભવ બધા મળે,

બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.

એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,

જે માને પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.

==========================

(2)

એ રીતથી છવાઈ ગયા છે ખયાલમાં;

આવેશને મેં ગણી લીધો છે વહાલમાં

તારા વચનનો કેટલો આભાર માનીએ,

વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,

નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,

લઈ લઉં છું એનું નામ બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,

હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,

વાંચીને એ રહે છે બીજાના ખ્યલમાં.

એ ‘ના’કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,

કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

==================================

(3)

એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત;

પગલાં બની ગયાં છે તમારા ચરણના દોસ્ત.

ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર,

શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત.

એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી,

બાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત.

ઓ દોસ્ત, કોઈ દોસ્તનો અમાં નથી કસૂર,

વાતાવરણ બનાવે છે, વાતાવરણના દોસ્ત.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,

મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

(4)

એવો કોએ દિલદાર જગતમાં નજર આવે;

આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે,

હમદર્દ બની જાય જરા સાથમાં આવે;

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?

જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,

એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,

ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,

હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?

===============================

(5)

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે;

કળીઓને ગલપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે  ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભુલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઈ એના જીવનમાં વસ,

તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી આ શું થયું?

જા, હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,

જ્યારે તને કશુંય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર,

કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’,

આશાના દીપ કોઈ બુઝાવી નહીં શકે.

————————————-

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: