કાવ્ય-યાત્રા/ઉદયન ઠક્કર/ તારો કાગળ મળ્યો—ગોળ ખાઈને સૂરજ ઉગે, એવો દિવસ ગળ્યો

J.pr.1412018

જન્મભૂમિ-પ્રવાસી 14/01/2018 મધુવન પૂર્તિ/પાનું: 4

કાવ્ય-યાત્રા/ઉદયન ઠક્કર/09820086458

તારો કાગળ મળ્યો—ગોળ ખાઈને સૂરજ ઉગે, એવો દિવસ ગળ્યો

કાલે

કાલે એ અહીંયા આવશે-આ કહેણ લખી મોકલાવ્યું છે.

પોતે જાતે લખેલો કાગળ-

એ કાગળ અત્યારે ડ્રોઅરમાં રાખ્યો છે.

(કોઈપણ ઘડીએ ખોલીને ફરી પાછો વાંચી શકીશ.)

નૃત્યની ગતિ જેવો આકર્ષક એના હાથનો કાગળ,

મોટા મોટા અક્ષરો એકબીજાના દેહ પર ઢળી રહ્યા છે,

મોટી મોટી રેખાઓ,–પણ કાગળ ખૂબ જ નાનો.

આખો પૂરોય નથી કર્યો, લખ્યું છે ફક્ત એનું નામ–

તે પણ બે અક્ષરનું–

રસ્તા પર ઘોડાગાડીનો અવાજ,

પછી ચાબુકનો ફટકો,

થોડીક  વારની શાંતિ –પાછો પૈડાંનો ઘરઘરાટ,

ઘોડાના દાબડાઓ તબડક તબડક…

તેનાથી યે વધુ ચોખ્ખો લાકડાના દાદર પર

એનાં પગલાંનો અવાજ,

નજીક—વધુ નજીક –દ્રુતગતિ—ઉતાવળાં પગલાં

ઉતસુક હાથનો ધક્કો-બંધ દરવાજો ઊઘડે છે.

પહેલાં એનાં ફૂલોની સુગંધ –પવન  એને ચાટી ગયો છે.

પછી એના કેશનો પમરાટ

એક સોનાની કુંવરી આવીને મારી કોટે વળગે છે,

વેરી જાય છે આંખે –મોઢે –હોઠે ઢગલો એક સોનું;

પછી ગળે લપટાયેલા મોગરાના ફૂલ જેવા

હાથની કોમળ હૂંફ, દશ પરીઓની જેમ ફરે છેધશ આંગળીઓ

મારી છાતી પર.

‘કાલે જો એ નહિ આવે તો !’

કાલ- એતો આજ નથી;

આજે તો એનો કાગળ આવ્યો છે—

જોવો છે? ડ્રોઅરમાં છે,

એના હાથે લખાયેલો કાગળ

મોટા-મોટા અક્ષર-પણ કાગળ ખૂબ નાનો-ચબરખી જ.

મોટી મોટી રેખાઓ એકબીજાના કાનમાં કહી રહી છે-

કાલે એ આવશે.

હજી તો સાંજ પડી છે-આખીરાત—પછી સવાર થશે !

કાલે એ આવશે.

–બુદ્ધદેવ બસુ

(બંગાળીમાંથી અનુવાદ: નલિની માડગાંવકર,: ટૂંકાવીને)

ટાગોરની અસરથી મુક્ત થઈને લખનારા બુદ્ધદેવ બસુ( 1908—1974) બંગાળીના અગત્યના કવિ છે. મુગ્ધાવસ્થાના પ્રણયનું આ કાવ્ય છે. નાયિકાએ પત્ર મોકલ્યોછે, ‘કાલે હું આવીશ.’કાવ્યનો નાયક માની નથી શકતો. તેમા મુખેથી ઉદ્ ગાર  સરી પડે છે, ‘પોતે જાતે લખેલો કાગળ’આવો કીમતી કાગળ મેજ પર ન રખાય—કોઈ જોઈ જાય તો? કશે ઊડી જાય તો? માટે ડ્રોઅરમાં સરકાવી દે છે. કાવ્યનાયકને અક્ષરો(નાયિકાની જેમ? ) નર્તન કરતા લાગે છે. ત્રાંસા અક્ષરો ‘એકબીજાના દેહ પર ઢળે’છે. મનો વૈજ્ઞાનિક  ફ્રોઈડનો સિદ્ધાંત જ સમજવું .સ્ત્રીને લાગણી પ્રકટ કરતાં સંકોચ થાય, માટે ‘કાગળ ખૂબ જ નાનો’ છે. પત્ર પૂરોય નથી કર્યો, પારકાંની નજરથી બચીને ઉતાવળે લખ્યો હશે.

સ્ત્રીઓનાં નામ ઝાઝે ભાગે બે અક્ષરનાં હોય. નાયિકાનાં નામને અપ્રકટ રાખીને કવિએ કળા સંયમ જાળવ્યો છે.

કાવ્યનાયકને શું સંભળાય છે? ‘ઘોડાગાડીનો અવાજ, ‘ ‘ચાબુકનો ફટકો,’ ‘શાંતિ,’ ‘પૈડાનો ઘરઘરાટ, ’ ‘તબડક તબડક…’(સંપૂર્ણ શ્રાવ્ય અનુભવ કરાવાયો છે. ) આનાથીયે વધુ ચોખ્ખો સંભળાય છે(આવતીકાલે થનારો) નાયિકાનાં પગલાંનો અવાજ, તેના સામીપ્યનો અવાજ, કાવ્યનાયકની કલ્પના હવે કામે લાગે છે—નાયિકાની વેણીનાં ફૂલો, ફરફરતા કેશ, તેનું કોટે વળગવું, છાતીએ ધશ પરીઓનું હરવું-ફરવું… ‘સુગંધને ચાટતો પવન’—કવિ અહીં ઘ્રાણેંદ્રિયને સ્થાને સ્વાદેંદ્રિય પ્રયોજે છે. (જેને ‘ઈન્દ્રિયવ્યત્યય’કહે છે. ) એમ કરવાથી નાયકના પ્રેમભાવની ઉત્કટતા વરતાય છે. પ્રેમમાં પડેલાને અમંગળ શંકાઓ પણ થાય. નાયક ‘એ નહીં આવે તો?’ના વિચારે ઉદ્વિગ થાય છે.

જોકે તે ઉદાસી ખંખેરી નાખે છે, ‘આજનો લહાવો લીજિએ રે, કાલ કોણે દીઠી છે ! પ્રેમનો પુરાવો પત્રરૂપે ડ્રોઅરમાં પડ્યો છે. નાયક વાચકને પડકાર ફેંકે છે,’ ‘જોવો છે? ઉમંગના અતિરેકમાં પહેલની વાતો ફરી ફરી કરે છે, ’ ‘મોટા મોટા અક્ષર-પણ કાગળ ખૂબ નાનો—મોટી મોટી રેખાઓ.’

અક્ષરો જીવત થઈને એક બીજના કાનમાં કહી રહ્યા છે, ‘કાલે એ આવશે.’આ જીવંત કવિતા છે.

‘એક દિવસ તને…કલકતા ’ પુસ્તકમાં નલિની માડગાંવકરે બંગાળી કાવ્યોના ગુજરાતી અનુવાદો કર્યા છે, આ કાવ્ય તેમાંથી લેવાyu છે.

(શીર્ષક પંકતિ: મુકેશ જોષી)

====================================================

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “કાવ્ય-યાત્રા/ઉદયન ઠક્કર/ તારો કાગળ મળ્યો—ગોળ ખાઈને સૂરજ ઉગે, એવો દિવસ ગળ્યો
  1. vimala કહે છે:

    ખૂબ સરસ કાવ્ય અને રસદર્શન.જૂના દિવસોના પત્ર વ્યવહારો નજર સમક્ષ ખૂલવા લગ્યા તો એ દિવસોના પત્રવ્યવહાર કરતા મિત્રોને
    મોકલી આપી પુરી પોસ્ટ, જેથી તેઓ પણ યાદોનો આનંદ લૂંટે. અભાર, સાહેબ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,412 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1234
567891011
12131415161718
19202122232425
262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: