“Man can be destroyed, Cannot be defeated”  

પુસ્તક:-મઝહબ હમેં સિખતા

આપસમેં પ્યાર કરના

લેખક :- ડો. મહેબૂબ દેસાઇ

“Man can be destroyed, Cannot be defeated”

ભારતી શર્મા સાથે આમ તો મારો કોઇ પ્રત્યક્ષ પરિચય નહિં. પણ તેનો પતિ સંજય શર્મા મારો પીએચ.ડી.નો વિદ્યાર્થી હતો. એ નાતે વર્ષો પહેલાં તેણે મને તેમના ધંધુકાના ઘરે જમવા નોતર્યો હતો. એ સમયે ઉજળો વાન, ધાટીલો દેહ, બોલકણી આંખો અને હોથો પર સ્મિત ધરાવતી પચીસેક વર્ષની યુવતી સાથે મારો પરિચય કરાવતાં સંજયે કહ્યું હતું,

“સર, આ મારી પત્ની ભારતી છે.” અને તે દિવસે ભારતીએ મને પોતે બિન ગુજરાતી હોવા છતાં પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ ભાવપૂર્વક જમાડી હતી.

બસ, ભારતી સાથેની એ મારી પ્રથમ મુલાકાત. એ પછી સંજય મને પીએચ.ડી.ના કાર્ય અંગે મળતો. જ્યારે ભારતી મને ફોન પર મળી લેતી. એ વાતને દસેક વર્ષ વીતી ગયાં. છતાં ભારતીનો ઘાટીલો દેહ, નમણો ચહેરો, બોલકણી આંખો અને મધુર સ્મિત મારી સ્મૃતિમાં અકબંધ જળવાઇ રહ્યાં હતાં.

દસેક વર્ષના અંતરાલ પછી અચાનક એક દિવસ ભારતીનો ફોન આવ્યો. એ જ મધુર સ્વરમાં તે બોલી ઊઠી,

“સર, મૈં ભારતી બોલ રહી હું. મુઝે ભૂલ તો નહિ ગયે ?”

“તુઝે કૈસે ભૂલ સકતા હું ! તેરા સ્વાદિષ્ટ ખાના અભી તક મુઝે યાદ હૈ.”

“સર, આપકો મેરી સ્કુલ કે વાર્ષિક ઉત્સવમેં આના પડેગા.”

ઘણાં વર્ષો પછી ભારતીનો અવાજ સાંભળી મને આનંદ થયો. છતાં સમયની સમસ્યાને કારણે મેં તેને ના પાડી. પણ એમ માની જાય તો ભારતી નહિ. અત્યંત પ્રેમભર્યા સ્વરે આગ્રહ કરતાં તે બોલી ઊઠી, “આપ જબ કહેંગે તબ રખેંગે. પર આપકો આના હી હોગા.”

અંતે મારી અનુકૂળતા મુજબની એક તારીખ અમે નક્કી કરી.

છેલ્લાં દસેક વર્ષમાં ભારતીએ ‘ફિલ્ડ વ્યુ એકેડેમી’ નામની એક નાનકડી શાળા શરૂ કરી હતી. ધંધુકાથી બે એક કિલોમીટરના અંતરે અડવાળ રોડ પર એક નાનકડું મકાન સંજયે બનાવી આપ્યું હતું. તેમાં ભારતી શાળા ચલાવતી હતી. એ દિવસે હું શાળાએ પહોંચ્યો ત્યારે ભારતી દરવાજા પર મારી રાહ જોતી ઊભી હતી.

મને જોઇ એ મારી કાર પાસે દોડી આવી. હું તેને જોઇ નવાઇ પામ્યો. ઘાટીલા દેહને બદલે ભારતીની સ્થૂળ કાયા મારી આંખોને ખૂંચવા લાગી. ચહેરાની નમણાશ પર ચરબીના થર જામી ગય હતા. ચમકતી બોલકણી આંખો નિસ્તેજ હતી. અને બંને આંખો કાળાં કુંડાળાઓથી ઘેરાઇ ગઇ હતી. અલબત્ત તેના સ્મિતમાં એ જ મીઠાશ હતી. તેના આવકારમાં એ જ પ્રેમ હતો. મેં કારમાંથી બહાર નીકળી તેને પ્રથમ જ પ્રશ્ન કર્યો,

“ભારતી, યે ક્યા હો ગયા આપકો ? કહાં દસ સાલ પહેલે કી ભારતી ઔર કહાં આજ કી ભારતી !”

મારો પ્રશ્ન સાંભળી ભારતી થોડી ખચકાઇ. પછી બોલી,

“સર, વક્ત વક્ત કા કામ કરતા હી હૈ.”

અમે બન્ને તેની ઓફિસમાં પ્રવેશ્યાં. ઓફિસમાં બેસી તેણે મને પોતાની નાનકડી સ્કુલ વિશે ઉત્સાહથી માહિતી આપી. ધંધુકા ગામની આસપાસનાં ધોલેરા, પીપળી, પોલારપુ, ભીમનાથ, જસકા, ઝીન્ઝર, અડવાળ, જાળિયા, ફેદરા, રાણપુર, નાગનેશ જેવાં ગામોમાંથી એકથી નવમા ધોરણના વિદ્યાર્થીઓ તેની શાળામાં આવે છે. બાળકો માટે ગામડે ગામડે ફરી તેમના વાલીઓને સમજાવવા. અને પછી ગ્રામ્ય સંસ્કૃતિમાંથી આવતાં બાળકોનું અંગ્રેજી માધ્યમ દ્વારા ઘડતર કરવાનું કાર્ય કપરું છે. છતાં ભારતી એકલે હાથે તે કરેતી. અંગ્રેજી માધ્યમની શાળા હોવા છતાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનાં પાઠો બાળકોને ભણાવવાની નેમ ભારતીના શબ્દોમાં ભાસતી હતી.

અત્યંત અપૂરતી સાધન સામગ્રી વચ્ચે પણ ભરતીએ સુંદર વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું હતું. વાર્ષિક ઉત્સવમાં કોથળા દોડ, લીંબુ-ચમચી દોડ જેવી સ્પર્ધાઓમાં દોડતાં ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા ભારતી પણ તેમની સાથે દોડતી. કોઇ બાળક દોડતાં દોડતાં પડી જાય ત્યારે ભારતી તેની પાસે દોડી જતી અને તેને પુન: દોડવા હિંમત આપતી. બાળક પુન: દોડતું થાય ત્યારે તેનો આનંદ ભારતીના ચહેરા પર ઊપસી આવતો.

આવી સ્પર્ધાઓ પછી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો. મારા હાથે દરેક ભૂલકાને ઇનામો અપાયાં. પચી અમે ભારતીની ઓફિસમાં આવ્યા. ત્યારે સંજય મને મળવા આવ્યો. એ સમયે ભારતી ઓફિસમાં ન હતી. એ તકનો લાભ લઇ મેં સંજયને ટકોર કરતાં કહ્યું,

“સંજય, તુમ ભારતી કા ખ્યાલ નહીં રખતે ? દેખો ઉસ કી ક્યા હાલત હો ગઇ હૈ !” સંજય મારી ટકોર સાંભળી ગમગીન થઇ ગયો. તેની આંખોમાં ભીનાશ પ્રસરી ગઇ. તેની બદલાયેલી મુખમુદ્રાને હું અવાચક નજરે તાકી રહ્યો. એટલે સંજયે ધીમા સ્વરે મને કહ્યું, “સર, આપસે ક્યા છુપાના ? વેજ્નર્સ ગ્રેન્યુલોમેટોસીસ (Wegeners Granulometosis)કી દર્દી હૈ. યે ઐસા રોગ હૈ જિસમેં ખુન કે ગઠ્ઠે હો હાતે હૈ. કીડની ઔર લીવર કામ કરના બંધ કર દેતે હૈ. ઇસકા કોઇ ઇલાજ નહિં. દાક્તરોને કહે દિયા હૈ કિ જીતની જિંદગી હૈ ઉસે અપને તરીકે સે જી લેને દો. કલ કી ખબર નહીં.”

હું સંજયની વાત સાંભળી સ્તબ્ધ થઇ ગયો.

“ભારતી યે જાનતી હૈ ?” મેં થોડા સ્વસ્થ થતાં પૂછ્યું,

“સર, ઉસે સબ પતા હૈ. વો કહતી હૈ, મૈં ઇસ બચ્ચોં કે સાથ ખેલતે ખેલતે મરના ચાહતી હું. ઐસી મોત અગર આ જાય તો તુમ રોના મત.”

આટલું બોલતાં સંજય ભાંગી પડ્યો. અને પોતાના આંસુઓને ખાળવા ઓફિસની બહાર દોડી ગયો. અમે આટલી વાત કરી ત્યાં તો ભારતી આવી ચડી. તેના ચહેરા પર એ જ મીઠી મુસ્કાન હતી.

“સર, આપકો મેરી સ્કુલ બતાના ચાહતી હું.”

અને અમે બધા તેની નાનકડી સ્કુલના રૂમોમાં ફર્યા. દરેક રૂમને ભારતીએ જાતે શણગાર્યો હતો. લગભગ વીસેક મીનીટ રૂમોનું નિરીક્ષણ કરી અમે બધા બહાર આવ્યા. એટલે મેં કહ્યું, “ભારતી અબ મુઝે ઇજાજત દીજિયે.”

“સર,આપકા બહોત બહોત શુક્રિયા, આપને મેરે લિયે ઇતના વક્ત નિકાલા. અગલે સાલ જિન્દા રહી તો ફિર આપકો હી બુલાઉંગી.”

કાર સુધી સંજને અને ભારતી મને મૂકવા આવ્યાં. કારમાં બેસતાં મેં ભારતીને કહ્યું, “ભારતી અપના ખ્યાલ રખના.”

મારી સામે એ જ મીઠું સ્મિત કરતાં ભારતીએ આકાશ તરફ નજર કરી. જાણે કહેતી ના હોય કે મેરા ખ્યાલ તો અબ ઉપરવાલા રખેગા.

મારી કાર અડવાળના ધૂળિયા રસ્તા પર ડમરીઓ ઉડાડતી દોડવા લાગી અને ત્યારે અર્નેસ્ટ હેમિંગ્વેનું પેલું બહુ જાણીતું વાક્ય મારા હ્રદયમાં વલોવાઇ રહ્યું હતું :

“Man can be destroyed, Cannot be defeated”

(પાનાં નંબર 63 to 65)

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જાન્યુઆરી 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: