પુસ્તક:-મઝહબ હમેં સિખતા

આપસમેં પ્યાર કરના

લેખક :- ડો. મહેબૂબ દેસાઇ

મુસ્લિમોનો કૃષ્ણ-મહિમા

કુરાને શરીફમાં કહ્યું છે, “મેં હર કોમ માટે એક રાહબર પેદા કર્યો છે. દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ આપ્યો છે.” આવા રાહબરો અને ગ્રંથોએ જ દરેક યુગમાં માનવીને માર્ગદર્શન આપ્યું છે. તેના કારણે જ સમાજમાં સામાજિક, આધ્યાત્મિક અને રાજનૈતિક મૂલ્યોનું જતન થયું છે. અને એટલે જ આવા ગ્રંથો કે મહાનુભાવોનો મહિમા ગાવો, વ્યક્ત કર્વો કે સ્વીકારવો એ માનવસહજ ગુણ છે. જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ ભગવાનના ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા ગાતા મુસ્લિમ સ્વરકારોનાં ગીતો ધર્મના વાડાઓને ચીરીને આપણાં હ્રદયોને ડોલાવે છે. મહંમદ રફીના કંઠેં ગવાયેલ, ‘બડી દેર ભઇ નંદલાલ, તેરે દ્વાર ખડી બ્રીજબાલા.’- ગીત વગર જન્માષ્ટમીની ઉજવણી અધૂરી લાગે છે. મુસ્લિમ ઐતિહાસિક ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ગવાતું પેલું ગીત,

‘મોહે  પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….

કંકરિયા મોહે મારી ગગરિયા ફોર ડારી….’

-આજે  પણ મારી સ્મૃતિમાં અંકિત છે. એ ગીતમાં રાધાના સ્વાંગમાં મુસ્લિમ અભિનેત્રી મધુબાલાને નૌશાદમિયાંના સ્વરોમાં અભિનય કરતી જોવી એ હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમૃદ્ધ સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું છે. ભગવાન કૃષ્ણનો આ મહિમા માત્ર અર્વાચીન યુગના મુસ્લિમોમાં જ જોવા મળતો નથી. પણ છેક મધ્યકાલીન યુગમાં પણ આ ઘેલછા પ્રસરેલી જોવા મળે છે. ભારતમાં મોગલશાસન મધ્યાહ્ને હતું ત્યારે કૃષ્ણનો મહિમા ગાવા અને તેને વ્યક્ત કરવા ખુદ બાદશાહ અકબર તરફથી પ્રજાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. મોગલ સમ્રાટ અકબરનાં ફોઇના પુત્ર અને મંત્રી નવાબ અબ્દુર્રહીમ ખાનખાના શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. શ્રીકૃષ્ણની શાનમાં તેમણે ઘણાં સુંદર ગીતો રચ્યાં હતાં.

આવા જ એક અન્ય કૃષ્ણભક્ત હતા, દિલ્હીના શાહી ખાનદાનના સૈયદ ઇબ્રાહીમ. એક વાર સૈયદ ઇબ્રાહીમ પોતાની ધૂનમાં રસ્તા પર ચાલ્યા જતા હતા. અને તેમના કાને શબ્દો પડ્યા, ‘રસો વૈ સ:’ અર્થાત્ ‘ઇશ્વર-ખુદા તો રસની ખાણ છે.’ સૈયદ ઇબ્રાહીમને આ વિચાર ગમી ગયો. તેમણે એ વિધાનના ઉચ્ચારક પંડિતને પૂછ્યું, “રસની ખાણ જેવા ઇશ્વર-ખુદા ક્યા માર્ગે મળશે ?”

અને પંડિતજીએ સૈયદ ઇબ્રાહીમને શ્રીકૃષ્ણનો પરિચય કરાવ્યો અને એ જ ક્ષણથી સૈયદ ઇબ્રાહીમ કૃષ્ણનો મહિમા ગાનાર રસખાન બની ગયો. પછી તો રસખાનની કલમે ઇતિહાસ સર્જ્યો.

પંજાબની એક મુસ્લિમ કવયિત્રી ‘તાજ’ પણ ભગવાન શ્રીકૃષ્ણથી એટલી પ્રભાવિત થઇ હતી કે તેણે પોતાની કવિતામાં લખ્યું,

’છેલ જો છબીલા સબ રંગ મેં રંગીલા

બડા ચિત્ત કા અડીલા કહુ દેવતાઓ સે ન્યારા હૈ….

માલા ગલે સોહે નાક મોટી સેત સોહો,

કાન મોટે મન કુંડલ મુકુટ શીશ ધારા હૈ….

આવા જ એક કૃષ્ણચાહક હજરત નફીસ ખલીલી હતા. તેમણે પોતાના કાવ્યમાં કૃષ્ણ ભગવાનના બાલ્યકાળનું સુંદર વર્ણન કર્યું છે –

’કન્હૈયા કી આંખે હિરન-સી નશીલી,

કન્હૈયા કી શોખી કલી-સી રસીલી,

કન્હૈયા કી છબી દિલ ઉડાને વાલી,

કન્હૈયા કી સૂરત લુભા દેને વાલી,

કન્હૈયા કી હર બાત મેં રસ કી ફુહારી.’

આગ્રાના એક શાયર મિયાં નઝીર અકબરબાદી પણ શ્રીકૃષ્ણના ચાહક હતા. તેમણે કૃષ્ણની બાળલીલાને પોતાના સુંદર શબ્દોમાં વ્યક્ત કરી છે. કૃષ્ણની વાંસળી અંગે તેઓ લખે છે –

’જબ મુરલીધરને મુરલી કો અપની અધર ધરી,

ક્યા ક્યા પ્રેમ પ્રીતિ ભરી ઉસ મેં ધૂન ભરી.

શ્રીકૃષ્ણ મહાભારતનું એક એવું અદભુત કિરદાર છે જેના આચરણમાં દુષ્ટોનો નાશ અને સત્યનો વિજય છે. જેમાં ધર્મનું પાલન અને અધર્મનું નિકંદન છે. અને એટલે જ પંજાબના મુસ્લિમ નેતા મૌલાના ઝફરાલીખાં સાહેબ શ્રીકૃષ્ણના ઉપદેશોને આજના યુગમાં અમલી બનાવવા પર ભાર મૂકતા લખે છે –

‘અગર કૃષ્ણ કી તાલીમ આમ હો જાયે’,

તો કામ ફિતનાગારોં કા તમામ હો જાયે.

વતન કી ખાક કે જર્રોં સે ચાંદ પૈદા હો,

બુલન્દ ઇસ કદર ઇસકા મકામ હો જાયે.

હૈ ઇસ તરાને મેં ગોકુલ કી બાંસુરી ગુંજ

ખુદા કરે કી યહ મકબૂલ આમ હો જાયે.’

મહામાનવીના જીવનકવન જ તેમને ભક્તમાંથી ભગવાન બનાવે છે. અને ત્યારે એવા મહામાનવો કોઇ એક કોમ કે ધર્મની જાગીર નથી રહેતા પણ સમગ્ર માનવજાતનો પ્રેમ, આદર અને વંદનીય સ્થાન પામે છે. શ્રીકૃષ્ણ પણ એવી જ એક વિભૂતિ બની ગયા છે. મુસ્લિમ કવિઓ, શાયરો અને સંતોના હ્રદયમાં તેમણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને એટલે જ કૃષ્ણનો મહિમા હંમેશા તેમની કલમમાંથી ધર્મ, જાતિ કે કોમના વાડાઓને તોડીને પ્રગટ થતો રહ્યો છે, અને પ્રગટતો રહેશે. સંત કબીરે એટલે જ કહ્યુ છે,

’જ્યોં તિલ માહીં તેલ રૈં

જ્યોં ચમક મેં આગિ,

તેરા સાંઇ તુજ મેં હૈં

જાગિ સકૈ તો જાગિ.’

(પાનાં નંબર 29 થી 31)

 

                                             

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: