37

દોહરો

સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ |

જા કે હિરદે સાચ હૈ, તાકે હિરદે આપ ॥

¨

આરત

હે પ્રભુ,

એક તવ પ્રણિપાતમાં

સંવેદનો સર્વ મારાં વિસ્તરો

ને કરો સંસ્પર્શ વિશ્વ સમસ્તનો તવ પદ વિશે.

આષાઢના, જલભારથી નીચા નમેલા મેઘ જ્યમ

મન સમસ્ત નમન કરો તવ દ્વાર પર,

એક તવ પ્રણિપાતમાં.

તેમના વિધ વિધ વહન સહુનું કરીને સંમિલન એક જ પ્રવાહે

વહી રહો સહુ ગીત મારાં શાંતિના સાગર તરફ

એક તવ પ્રણિપાતમાં.

દિન રાત પાછાં ઊડતાં, પર્વતો પરના નિવાસોની તરફ

તવ-યાદ-ઘેલાં વિહગ-વૃંદની જેમ

જીવન સમસ્ત વહી રહો મુજ ઘર તરફ તેના સનાતન,

એક તવ પ્રણિપાતમાં.

 

એડજસ્ટ એવરી વ્હેર (બધે જ અનુકૂળ બનો)

દાદા ભગવાન આપણા સમયના પ્રખર જ્ઞાની પુરુષ હતા. તેમણે સુખી થવાની એક ગુરુચાવી આપી – ‘એડજસ્ટ એવરી વ્હેર !’ દરેક પરિસ્થિતિમાં જેને ગોઠવાઈ જતાં આવડે તે કદી દુ:ખી ન થાય. દાદા કહેતા “જેને એડજસ્ટ થવાની કળા આવડી તે દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો, તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે. પણ એડજસ્ટ થતાં આવડે તેને વાંધો ન આવે. હિસાબ ચોખ્ખો થઈ જાય.” તેઓ આગળ કહે છે : “સુંવાળા જોડે તો સહુ કોઈ એડજસ્ટ થાય, પણ વાંકા, કઠણ જોડે એડજસ્ટ થતાં આવડ્યું તો કામ થઈ ગયું.”

દાદા કહે છે કે દુનિયા ભલે વાંકી હોય, આપણે આપણી સરળતા છોડવી નહીં. એમ કરતાં મૂરખામાં ખપીએ તો એનો ય વાંધો નહીં. કારણકે ‘કેટલાય અવતારની કમાણી હોય તો સરળતા ઉત્પન્ન થાય એને ખોઈ નાખવી એ તો જોખમ છે.” દાદાની વાતો સીધી અને ધારદાર છે. તેઓ કહે છે કે મોટા મોટા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસોનો નિકાલ કરે પણ ઘેર પત્ની સાથે વઢવાડ થાય એનો નિકાલ ન લાવી શકે. મારી પાસે  આવીને કહે ‘મારે મેળ નથી ખાતો.’ – દાદા એને જવાબ આપે ‘મેળ ખવડાવવાનો ન હોય, મેળ બેસાડવાનો હોય. સંસાર તેનું નામ કે કોઈના સ્વભાવ મળે જ નહીં. શિયાળાના દહાડે છાંયો સારો કે તડકો ! ત્યાં કેવું એડજસ્ટ કરી લો છો ! એવું આપણને વ્યવહારમાં એડજસ્ટ કરતાં નથી આવડતું. ઘરમાં ધણી-ધણીયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે એડજસ્ટ થવું છે તો બંનેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો આપણે એડજસ્ટ થઈ જવું – તો ઉકેલ આવે.” દાદાશ્રી વારંવાર કહેતા કે ‘બીજાને અનુકૂળ થતાં આવડે તો કોઈ દુ:ખ જ ન હોય. એડજસ્ટ એવરી વ્હેર !’

  • રમેશ સંઘવી

¨

દ્રશ્ય કા નિષેધ નહીં, દ્રષ્ટિ કો પવિત્ર કરો,

સૌને બદલો લેવો છે, જાતે બદલવું નથી !

પ્રેમમાં પ્રયાસ નહીં, પ્રતીક્ષા જોઈએ.

 

પ્રેરક પ્રસંગ

કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી  રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : “ગુરુજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?” ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો.

બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : “છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ  ?”

ઈનાયતશાહે જવાબ આપ્યો : “ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે. દુનિયા અને દુન્યવી ચીજોમાં મન રમમાણ રહે છે તેમાંથી ધ્યાનને ખેંચી લઈ ખુદામાં કેન્દ્રિત કરો. તરત જ ખુદા પામશો.”

આવો જ ઉત્તર હજૂર બાબા સાવનસિંહજી મહારાજે આપેલો. એક માણસે તેમને પૂછયું હતું કે ભૌતિક વિશ્વમાંથી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચતા કેટલી વાર લાગે ? બાબા મહારાજે પળવાર આંખો બંધ કરી અને તરત જ ઉઘાડી અને જણાવ્યું : “આટલી જ વાર લાગે. હું આધ્યાત્મિક વિશ્વમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો છું.” અર્થ એટલો જ કે આપણે એક જગાએથી બીજી જગાએ જતાં જ નથી, માત્ર ધ્યાનને ચેતનાના એક પ્રદેશમાંથી બીજા સ્તરે લઈ જઈએ છીએ.

ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાનને માત્ર દુન્યવીમાંથી દિવ્યમાં લઈ જવાનું છે.

 

 

પથ્ય

સ્વાસ્થ્ય એ શરીરની સહજ સ્થિતિ છે. તે શરીરની સામાન્ય કાર્યસંચાલન શક્તિનું સતત પરિણામ છે. તેને જાળવવા કોઈ ખાસ કાર્યક્રમની જરૂર નથી. રોગ, માંદગી, દર્દ વગેરે અસહજ છે. અને તેને જો અસહજ રીતે જ ઉત્પન્ન કરાય તો જ હાજર થાય છે. કારણ દૂર કરવામાં આવશે કે તરત તે પણ દૂર થઈ જશે.

¨

રોગ જરૂરી હોય તેના કરતાં વધારે લાંબા સમય સુધી ટકી રહે છે અને ઘણીવાર મૃત્યુમાં પરિણમે છે. કારણ કે રોગીનું મન રોગને ટેકો આપે છે અને વારંવાર તેનો વિચાર કરતું રહે છે.

– શ્રી અરવિંદ

હાસ્યોપચાર

“ડૉ. શેઠ સૌથી સારા ડૉક્ટર છે.”

“કેવી રીતે ?”

“હું ખૂબ માંદો હતો ત્યારે મેં ડૉ. મહેતાને બોલાવ્યા. એમણે મને દવા આપી, પણ એથી દરદ વધ્યું. એટલે મેં ડૉ. પંડ્યાને બોલાવ્યા. એમણે ગોળીઓ આપી અને દરદ ખૂબ વધી ગયું. છેવટે મેં ડૉ. શેઠને બોલાવ્યા. એ આવ્યા જ નહીં.”

– અને હું સાજો થઈ ગયો.

¨

દરદ મટાડવા સારું દવા લેવી ફોગટ છે, એટલું જ નહીં, પણ તેથી ઘણીવાર નુકસાન થાય છે. મારા ઘરમાં કચરો હોય તેને ઢાંકી દઉં તેની જેવી અસર થાય તેવી દવાની છે. કચરો ઢાંકુ તેથી તે જ કચરો સડીને મને હાનિકારક થવાનો છે.

– ગાંધીવાણી

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,308 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: