પુસ્તક:-મઝહબ હમેં સિખતા

આપસમેં પ્યાર કરના

લેખક :- ડો. મહેબૂબ દેસાઇ

ખુદ્દારી

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં શાંતિ છે. માનવી જ રહેંસી નાંખે, તેને આર્થિક રીતે તબાહ કરી નાંખે, તેને ઘરબાર, સ્વજનો વગરનો કરી નાંખે, તેને ઘરબાર, સ્વજનો વગરનો કરી નાંખે એવી ભયાનક સ્થિતિમાંથી સૌ કોઇ મુક્તિ ઇચ્છે એ સ્વાભાવિક છે. કારણ કે અંત તો માનવી ધબકતું હ્રદય ધરાવે છે. એટલે ગમે તેટલી ક્રૂરતા, ઇર્ષા કે રોષ પછી પણ તેના હ્રદયના કોઇક ખૂણામાં માનવતાની મહેક હોય છે જ. અને એટલે જ પાંચ પાંચ દિવસના ભયના ઓથાર નીચેના ઉજાગરા પછી છેલ્લી બે રાત્રીથી હું મારા બેડરૂમમાં નિરાંતે સૂવાનો પ્રયાસ કરું છું. પણ છતાં ક્યારેક ઝબકીને જાગી જાઉં છું અને ચોતરફ જોવા લાગું છં- જાણે કોઇ અમાનુષી ટોળું મારા ઘર લૂંટી-બાળી તો નથી રહ્યું ને ?

એ રાત્રે પણ આવી જ અધકચરી ઊંધ પછી મારી આંખ ખૂલી ત્યારે આકાશ સ્વચ્છ હતું. માર્ગ પર રોજિંદી ચહલપહલ હતી. સવારની નિત્ય ક્રિયાઓ પતાવી, છાપાંઓ લઇ હું ડ્રોંઇગરૂમમાં બેઠો અને ફોનની ઘંટડી વાગી.

“હલ્લો, કોણ બોલો છો ?”  મેં પ્રશ્ન કર્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.

“મહેબૂબભાઇ મઝામાં છો ?”

“મઝા જેવું તો હજુ કંઇ છે નહિ. પણ ઠીક છે. બોલો કેમ યાદ કર્યો જયંતભાઇ ?”

અવાજને ઓળખી જતાં મેં કહ્યું. ભાવનગરમાં પુસ્તકોની નાનકડી દુનિયા ’પ્રસાર’થી જાણીતા જયંતભાઇ મેઘાણી સાથેનો મારો નાતો વર્ષો જૂનો છે. મારા દરેક પુસ્તકના પ્રકાશન પૂર્વ અને પછી તેમનાં સૂચનો અવશ્ય મળતાં રહે છે.

“મહેબૂબભાઇ, તમને ત્રણ-ચાર ફોન કર્યા. પણ તમારે ત્યાં કોઇ ફોન ઉપાડતું જ નથી. આજે પણ આશા ન હતી કે તમે મળશો.”

“શું કરીએ જયંતભાઇ, છેલ્લા પાંચ દિવસથી અમારી સ્થિતિ નિર્વાસિતજેવી થઇ ગઇ છે. ઘર હોવા છતાં  બેઘર જેવા થઇ ગયા છીએ.”

“હવે કેમ છે ?”

“બે દિવસથી સારું છે.”

“સારું સારું, ઇશ્વર સૌ સારાંવાનાં કરશે. મારે એક વાત તમને કરવી છે. મારાં બંને સ્કૂટરો જે છોકરો હંમેશા રિપેર કરે છે તે ફારૂખની લારી પરિમલ ચોક પાસે આવેલી છે. ગઇકાલે મેં તપાસ કરાવી તો તેની લારી પણ લૂંટીને બાળી નાંખવામાં આવી છે. એ સાંભળી મારું મન ભરાઇ ગયું. આવા નાના માણસને નુકસાન કરવાથી કોઇને શું મળતું હશે ? તમને એક વિનંતી કરવાની કે ફારૂખનએ શોધીને મારી સાથે તેની મુલાકાત કરાવી આપશો.”

“કેમ, સ્કૂટરનું કંઇ કામ પડ્યું છે ?”

“ના, ના. તેની લારી તૂટ્યાના સમાચાર જાણી અમારું આખું ઘર ઉદાસ થઇ ગયું છે. અમારી સાથેનો તેનો નાતો ભલે બહુ નજીકનો નથી. પણ ગમે તે હોય, મરો પુત્ર નીરજ તો ફારૂખની લારી તૂટ્યાના સમાચાર જાણી ગળગળો થઇ ગયો. અને મને કહેવા લાગ્યો, ગમે તેમ કરીને ફારૂખને આપણે બેઠો કર્વો જોઇએ. આ વિચારે મને પણ વિચારતો કરી મૂક્યો. એ જ વિચાર-અવસ્થામાં મેં ઇન્ટરનેટ પર મારા મિત્ર અને બ્રિસ્ટોલ યુનિવર્સિટી, ઇંગ્લૅંડ સમાજશાસ્ત્રના પ્રોફેસર રોહિત બારોટને વાત કરી. અને તેમણે તુરત ઇન્ટરનેટ પર મને જણાવ્યું કે ફારૂખને શોધીને જાણી લો કે કેટલું નુકસાન થયું છે. એટલી રકમ અત્રેથી તુરત મોકલવાની વ્યવસ્થા કરું છું. પણ બે દિવસને શોધ છતાં ફારૂખનો પત્તો ન લાગ્યો. એટલે અંતે મેં તમને ફોન કર્યો.”

પુસ્તક પ્રેમી જયંતભાઇની વાત સાંભળી હું પણ ગળગળો થઇ ગયો.મેં તુરત ફારૂખની લારીનું એડ્રેસ લીધું. અને ફોન મૂકી ફારૂખની શોધમાં નીકળી પડ્યો. પરિમલ ચોકમાં ડી.એ.વી. સ્કૂલ સામે દક્ષિણ ભારતીય વાનગીઓની લારીની બરાબર સામે એક ખુલ્લી જર્જરિત લારીમાં પતરાની પેટીમાં રિપેરિંગનાં પાનાં-પેચિયાં પડ્યાં હતાં. એ લારી જે ભીંત પાસે હતી તે કાળીમેંશ હતી. લારી બાળ્યાની તે ચાડી ખાતી હતી. લારી પાસે એક દૂબળો પાતળો વીસ બાવીસ વર્ષનો યુવાન મેલો લેંઘો અને ખમીસ અને માથે ઇસ્લામી ટોપી ધારણ કરી સ્કૂટર રિપેર કરતો હતો, સાઇડ પર મારુતિ પાર્ક કરી હું તેની પાસે ગયો.

“તારું નામ ફારૂખ છે ?” મારો પ્રશ્ન સાંભળી તેણે મારી સામે નજર કરી. એક ક્ષણ તે મને તાકી રહ્યો. પછી સ્કૂટર રિપેર કરવાનું પડતું મૂકી ઊભો થયો અને બોલ્યો, “હા.”

“તું જયંતભાઇ મેઘાણીને ઓળખે છે ?”

એ જરા મૂંઝાયો. આવા ડહોળાયેલા વાતાવરણમાં આવી પૂછપરછ કોઇ પણ વ્યક્તિને ડરાવી મૂકે. એટલે મેં તેને મરો પરિચય આપતાં કહ્યું,

“મારું નામ મહેબૂબ દેસાઇ છે. હું ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. મને જયંતભાઇએ તારા અંગે વાત કરી છે. જો તારી પાસે પાંચેક મિનિટનો સમય હોય તો આપણે જયંતભાઇ પાસે જઇ આવીએ. એ તને મદદ કરવા માંગે છે.” મારો પરિચય મળતાં ફારૂખના ચહેરા પરની શંકાકુશંકાની રેખઓ વિખેરાઇ ગઇ. એક માણસને લારી પર બેસાડી તે મારી ગાડીમાં બેઠો. ગાડી સ્ટાર્ટ કરતાં મેં કહ્યું, “ફારૂખ, તારું જેટલું નુકસાન થયું હોય તે તું જયંતભાઇ ને વિના સંકોચ કહી દેજે. તેઓ એટલા પૈસાની વ્યવસ્થા તને કરી આપશે.”

થોડી વારમાં અમે જયંતભાઇની પુસ્તકોની નાનકડી દુનિયા ‘પ્રસાર’ પર પહોંચ્યા. જયંતભાઇના રૂમમાં પ્રવેશતાં જ મેં કહ્યું, “જયંતભાઇ, તમારા હુકમ મુજબ ફારૂખને શોધી લાવ્યો છું”

જયંતભાઇ અને તેમના પુત્ર નીરજે અમને જોઇ સહર્ષ આવકાર્યા અને બંનેને ખુરશીમાં સ્થાન લેવા ઇશારો કર્યો. હું બેઠો પણ સંકોચસહ ફારૂખ ઊભો જ રહ્યો. જયંતભાઇએ ફારૂખને આગ્રહ કરી ખુરશી પર બેસાડ્યો. પછી બોલ્યા,

“ફારૂખ, તું મને નથી ઓળખતો. પણ અમે બંને પિતા-પુત્ર તને ઓળખીયે છીએ. અમારાં બંને સ્કૂટરો તારે ત્યાં જ રિપેર થાય છે. હવે મુદ્દાની વાત પર આવું. તારું કેટલું નુકસાન થયું છે ?”

“લગભગ સાતેક હજાર” સંકોચસહ ફારૂખ બોલ્યો.

“તે નુકસાન તને વિદેશમાં રહેતા મારા પ્રોફેસર મિત્ર રોહિત બારોટ આપવા સંમત થયા છે. એટલે ચિંતા કર્યા વગર રિપેરિંગનાં સાધનો તું લઇ આવ. નીરવ તારે જોઇએ તેટલા રૂપિયા આપે છે. એ સિવાય પણ મારા લાયક કંઇ પણ કામ હોય તો આ પુક્તકોની દુનિયામાં નિ:સંકોચ દોડી આવજે.”

ફારૂખની બાજૂમાં જ ઊભેલા નીરજે ફારૂખના ખભે હાથ મૂક્યો. જાણે એક ભાઇ બીજા ભાઇને હૂંફ ન આપતો હોય ! અને એ જ ભાવવાહી અવાજમાં નીરવ બોલ્યો, “ફારૂખ, બોલ તને સામાન લાવવા કેટલા રૂપિયા આપું ?”

ફારૂખ જયંતભાઇ અને નીરજની મહોબ્બતને એક નજરે તાકી રહ્યો. લારી બાળનાર અને લારીનું સર્જન કરવા ઉત્સુક બંને ભિન્ન છેડાના અભિગમો જોઇ ફારૂખની આંખો ઊભરાઇ આવી. તેની આંખોની ભીનાશનો ચેપ જાણે અમારી આંખોને પણ લાગ્યો. અને વાતાવરણ મહોબ્બતની મહેકથી છલકાઇ ગયું. થોડી પળો પછી સ્વસ્થ થતાં ફારૂખ બોલ્યો,

“અત્યારે તો મારે પૈસાની જરૂર નથી. પણ જરૂર પડશે ત્યારે જરૂર તમારી પાસે આવીશ.” એમ કહી લાગણીભીના ચહેરે તે અમને ત્રણેને જોઇ રહ્યો.

એકાદ અઠવાડિયા પછી હું યુનિવર્સિટી જતાં પરિમલ ચોક પાસેથી થયો. ફારૂખની લારી પાસે મારુતિ ઊભી રાખી.આંખો લારીની આસપાસ ફારૂખને શોધવા લાગી, માથે ઇસ્લામી ટોપી ધારણ કરી તેની મસ્તીમાં લ્યુના રિપેર કરતો હતો. મને જોઇ મારી પાસે દોડી આવ્યો. મેં તેને સસ્મિત આવકારતાં કહ્યું,

“કેમ છે ફારૂખ ? મજામાં ને ?”

જવાબમાં મારુતિના દરવાજા પાસે આવી તેણે સ્મિત કર્યું. એટલે મેં પૂછ્યું, “જયંતભાઇ પાસેથી પૈસા લઇ આવ્યો ?”

મારો પ્રશ્ન સાંભળી પ્રથમ તો તે મને તાકી રહ્યો. જાણે શો જવાબ આપવો તે વિચારતો ન હોય ! પછી ચહેરા પરની નિર્દોષ આંખો નીચે ઢાળી તે મૌન બની ઊભો રહ્યો. હું તેના જવાબની રાહમાં એકાદ મિનિટ મૌન રહ્યો. પછી મારા મનમાં ઊપસેલ વિચારને વ્યક્ત કરતાં બોલ્યો, “જો ફારૂખ, તારે વધારે પૈસાની જરૂર હોય તો પણ શરમાયા વગર કહી દે. જયંતભાઇ અને હું એ માટે પણ વ્યવસ્થા કરી આપીશું.

મારા આ શબ્દોથી તેના ચહેરા પરની રેખાઓ થોડી બદલાઇ. અત્યાર સુધી નીચે ઢાળેલી નિર્દોષ આંખોને મારી આંખોમાં પરોવતાં નમ્રતાથી એ બોલ્યો, “મહેબૂબભાઇ, મારા હાથમાં ખુદાએ જે હુન્નર આપ્યું છે તેનાથી હું મારી લારી પાછી ઊભી કરી લઇશ. મરે તમારી મદદની જરૂર નથી. પણ તમે દાખવેલ તમારી લાગણી જ મારા માટે મોટી મૂડી છે. હું તમારો અને જયંતભાઇનો ખૂબ આભારી છું.”

આટલું બોલતાં તો ફારૂખની નિર્દોષ આંખોમાં ભીનાશ પ્રસરી ગઇ. અને એ ભીનાશ ઊભરો બની છલકાય એ પહેલાં તો એ મારી મારુતિનો દરવાજો છોડી સામે પડેલા લ્યૂનાના રિપેરિંગમાં લાગી ગયો. તેની આ ખુદ્દારીએ મને સ્તબ્ધ કરી મૂક્યો. અને એ અવસ્થામાં જ મેં મારુતિ સ્ટાર્ટ કરી યુનિવર્સિટીની વાટ લીધી. પણ એ આખો દિવસ મારી ચેમ્બરમાં, વ્યાખ્યાનમાં, અભ્યાસ સમિતિની બેઠકમાં, પીએચ.ડી. ના વિધયાર્થીને માર્ગદર્શન આપવા જતાં અને એકાંતની એકએક પળમાં ફારૂખની ખુદ્દારી મારા મસ્તક પર છવાયેલી રહી. આજે પણ જ્યારે ફારૂખની લારી પાસેથી પસાર થાઉં છું ત્યારે મારું મસ્તક તેની સામે ઝૂકી જાય છે.

(પાનાં નંબર 23 થી 26)

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: