GAUMUTRA AND FARMING

 

સૌજન્ય: મુંબઈ સમાચાર.તારીખ: 19/11/2017 /વિજ્ઞાન વર્લ્ડવિભાગ /હેનરી  શાસ્ત્રી/પાનું:5

 

પાક લેવામાં ગૌમૂત્રનો ઉપયોગ

આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.માણસજાત પર એના અગણિત ઉપકાર છે.ગાયનું દૂધ પૌષ્ટિક અને ગુણકારી હોવાની સાથે એના છાણનો પણ સારો એવો ઉપયોગ માણસ કરતો આવ્યો છે. ઈંધણ માટે, ઘર બાંધવા માટે, વગેરે વગેરે. આ ઉપરાંત ગૌમૂત્રનો પણ અનેરો મહિમા આપણા દેશમાં છે. એની ઉપયોગિતા સાબિત કરવા વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણા પ્રયત્નો થઈરહ્યા છે. છાણનો વિવિધ વપરાશ કરતી વખતે એની સાથે ગૌમૂત્રનો પ્રયોગ, પ્રચાર અને પ્રસાર થવો જોઈએ એ બાબત અભ્યાસુઓના ધ્યાનમાં આવી છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં છાણનું ખાતર અધિક મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એ બાબત ખેડૂતોના ધ્યાનમાં આવી છે. માત્ર છાણના ખાતરના ઉપયોગથી ઉત્તમ ખેતી થઈ શકે છે એ વાત ઘણા ખેડૂતોએ સાબિત કરી છે. આનો એક ફાયદો એ થયો કે રાસાયણિક ખાતર પરનું અવલંબન ઓછું થઈ ગયું. જોકે, પાકને નુકસાન પહોંચાડતા વિષારી કીટકનાશકો માટે સજ્જડ ઉપાય નથી મળી રહ્યો. હા, ખેડૂતો લસણ, મરચા કે લીમડાનો ઉપયોગ કરતા હોય છે. જોકે, ગૌમૂત્ર ખાતર અને જરૂરી હોર્મોન ઉપરાંત ઉપરાંત કીડા અને રોગની નાબૂદી મટે ઉપયોગી સાબિત થઈ શકવાની સંભાવના જાગી છે. એક પ્રયોગ કાંદાની ખેતી પર કરવામાં આવ્યો જે યશસ્વી સાબિત થયો હતો. એક પણ કાંદો સડેલો ન નીકળ્યો અને રંગ તેજસ્વી હતો અને એનો ભાવ પણ અન્ય જાત કરતાં ક્વિન્ટલ દીઠ ત્રણ રૂપિયા વધુ ઉપજ્યા. ત્યાર બાદ સીતાફળ દેખાવમાં અગાઉ કરતાં વધુ આકર્ષક લાગ્યા. એમાં ગરનું પ્રમાણ વધુ હતુ અને સ્વાદિષ્ટ પણ વધુ હતા. એકંદરે ગૌમૂત્રનો પ્રાથમિક ઉપયોગ સારા પરિણામ આપી રહ્યો છે. *******************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,823 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: