એક ઘડી, આધી ઘડી… /સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

સત્સંગ

એકદિવસ અમેરિકાના પ્રમુખ શ્રી અબ્રાહમ લિંકન વ્હાઈટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં બાજુના એક ખાડામાં એમણે એક ભૂંડને કાદવમાં તરફડતું જોયું. પ્રમુખે પોતાનાં કપડાં બગડવાની જરા પણ દરકાર રાખ્યા વિના ખાડામાં ઊતરીને ભૂંડને બહાર કાઢ્યું. આ દૃશ્ય જોઈ એકઠા થઈ ગયેલા રાહદારીઓ લિંકનની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી લિંકને કહ્યું: “ભાઈઓ, આમાં મારી પ્રશંસા કરવા જેવું કાંઈ નથી.આ ભૂંડને બચાવવા મેં એના પર કશો ઉપકાર કર્યો નથી, કે કશો પરમાર્થ કર્યો નથી. વાસ્તવમાં મેં મારી જાત ઉપર ઉપકાર કર્યો છે. આ ભૂંડને કાદવમાં ખૂંપેલું જોઈ મારા મનમાં થયેલ દુ:ખને દૂર કરવા માટે મેં એને બહાર કાઢ્યું છે. આમ મેં ભૂંડને નહીં, મારા મનના દુ:ખને કાઢ્યું છે. ”

*****

સુરતા

————————————————————

અલખ પુરુષ નિર્વાણ હૈ વાકો લખૈ ન કોય,

વાકો તો વાહી લખૈ જો ઉસ ઘરકા હોય.

ઘરકા ભયા તો ક્યા ભયા તખત તરેકા હોય,

તખત તરેકા સૂરમા, સબદ સનેહી હોય.

–મધ્યકાલીન સંત

*****

   સુવર્ણપ્રાશ

—————————————————————– પોતાના કામમાં ગળાડૂબ રહેવું અને ચૂપ રહેવું એ બદનામીનો સૌથી સારો જવાબ છે.

*****

નીચ વ્યક્તિને દૂર રાખો, પણ તેને દુશ્મન ના બનાવો. સારા માણસના સંસર્ગમાં રહો, પણ એની હા માં હા ન ભણો.

*****

જેમક વધુ જાણીએ તેમ આપણા અજ્ઞાનનું ભાન જ વધુ થાય છે !

*****

સંભાર

કડબના ભોર પર બેઠેલો ગાડાખેડૂ,

ફૂંકી રહ્યો છે બીડી !

તેને ખબર નથી કે તે શું કરી રહ્યો છે.

હે બળદો ! એને માફ કરજો.

–શિલ્પન થાનકી

*****

બે ત્રણ શાણા, બે ત્રણ દાના

પાંચ સાત રંગીલા જન

રહેતા નહીં જ્યાં, રહેશો નહીં ત્યાં

નગર નહીં એ, વગડોવંન !

*****

સ્વદેશ એ જ મારું ત્રિભુવન !

*****

મૌત જબ તક નજર નહીં આતી.

જિંદગી રાહ પર નહીં આતી.

–જિગર

*****

સમુલ્લાસ

——————————————————————–

એક ભાઈએ દિવાળીની રજા માણે ઘેર પાછા ફર્યા. એમને બે પત્રો મળ્યા. એક એમના મિત્રનો હતો. એમાં લખ્યું હતું: ‘હું તારા ઘરે આવ્યો ત્યારે તાળું હતું, તેથી દિવાળીની ભેટ ટપાલપેટીમાં મૂકી જાઉં છું ’બીજો પત્ર હતો ટપાલીનો. તેમાં લખ્યું હતું : ‘ખૂબ ખૂબ આભાર !મારે માટે ટપાલપેટીમાં આટલી સુંદર ભેટ મૂકી જવા બદલ !’

*****

કોઈએ સોક્રેટિસને પૂછ્યું: ‘આખરે રોજ પ્રાર્થના કરતી વખતે તમે ઈશ્વર પાસેથી શું માગો છો? ’સ્મિત કરીને સોક્રેટિસ કહે: ‘એ એક જ એવો સમય છે, જ્યરે ઈશ્વર પાસેથી હું કશું માગતો નથી. કારણ કે પ્રાર્થના એ યાચના નથી, સમર્પણ છે. ’

*****

સન્મતિ

————————————————————–

આત્મવિશ્વાસ માટે અધ્યયન-ચિંતન આવશ્યક ખરાં, પણ જીવનની કૃતાર્થતા કેવળ-વાંચવા-વિચારવામાં લખાયેલી નથી. કૃતાર્થતા જીવવામાં  છે. એટલે જીવન  આત્મદૃષ્ટિ , આત્મવૃત્તિ અને આત્મભાવમાં વર્તવા માટે જે વાતાવરણ અનિવાર્ય લાગે તે અંદર-બહાર સર્જવું ઘટે. જ્યાં આત્મદ્રવ્યને બાજુ પર મૂકી પરદ્રવ્ય  સ્વીકારવું અનિવાર્ય ગણાતું હોય, ત્યાં સાધક કાં તો આત્મદ્રવ્યમાં  અને આત્મદૃષ્ટિમાં અડોલ રહે , કાંતો ત્યાંથી દૃઢતાપૂર્વક પોતાને ખસેડી લે. જીવન સાધક માટે બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી સાધક દૈનિક જીવનમાં કોઈ પણ ભોગે અનાત્મા અને અસત્ય જોડે સમજૂતી કરે અથવા તો સ્વજનોએ કરેલી સમજૂતી સ્વીકારે ત્યાં સુધી અધૂરપ પ્રતીત થવાની જ થવાની. કેટલા બધા જિજ્ઞાસુઓ જોવામાં આવ્યા છે કે જેમણે આત્મા વિશે વાંચવું, વિચારવું ગમે,પણ જીવન જીવવામાં એ છેક આત્મા વિરોધી મૂલ્યો સ્વીકારતા હોય છે, આત્મવિરોધ વ્યવહારમાં રાચતા હોય છે, તેવા વ્યવહારોમાં સમાજ જોડે સંકળાયેલ હોય છે. આવું જીવન જીવવામાં એમને કોઈ પણ પ્રકારના ઓછપ-ઊણપ લાગતી નથી. કેમકે, તેઓ સાધક અવસ્થામાં પ્રવેશ  કરવાની ધગશ અનુભવતા જ નથી. ઊઠતાં-જાગતાં, હરતાં-ફરતાં, બોલતાં-ચાલતાં તો આત્મામાં સ્થિર રહેશોજી, આત્મામાં સ્થિર રહેલો સાધક પરમાત્માને અતિ વહાલો બની જાય છે.

–વિમલાતાઈ

*****

જેનામાં સત્ય છે, પવિત્રતા છે અને નિ:સ્વાર્થતા છે, તેને ક્ચરી નાખવાને સમર્થ એવું એક પણ બળ આ લોકમાં કે પરલોકમાં છે જ નહીં. આ ત્રણ ગુણોથી બળવાન થયેલો એક જ આત્મા યા માણસ તેની આડે ઊભેલા આખા જગતની સામે ટક્કર લઈ શકે છે.

—વિવેકાનંદ

*****

સ્વાસ્થ્યમંગલ

———————————————————–

હ્રદયરોગ માટે એક પ્રયોગ

બાયપાસ કે હ્રદયરોગથી બચવા એક સરળ પ્રયોગ . એક ચમચી નગરવેલનાં પાનનો રસ, એક ચમચી લસનનો રસ, એક ચમચી આદુનો રસ,અને એક ચમચી મધ- આ ચારે મિક્સ કરી, સવાર-સાંજ 21 દિવસ સુધી લેવું અને પછી રોજ સવારે એક વખત લેવું. હ્રદયરોગ સામે આ પ્રયોગથી પ્રતિકારશક્તિ કેળવાશે.

*****

મુલ્લાં ડૉક્ટર તરીકે પ્રેકટીસ કરતા હતા. મધરાતે ફોન આવ્યો, ‘ડૉક્ટર, જલદી આવો.’ મુલ્લાંને રાત્રે વિઝિટે જવાનો કંટાળો આવતો. ફોનથી પતે તો સારું તેમ માની પૂછ્યું: ‘કેટલો તાવ છે? ’દરદી કહે, ‘ દોઢસો.’ મુલ્લાં કહે, ‘તો પછી મારી જરૂર નથી, બંબાવાળાને બોલાવો !’

*****

ઉનાળામાં ખૂબ પાણી પીઓ અને ઓરગેનિક તેમજ રાંધ્યા વ્ગરનો ખોરાક લો.

તરબૂચ: શક્ય હોય તો એકટંકનું ભોજન ફક્ત તરબૂચ ખાઈને કરી શકાય. તરબૂચમા6 90% જેટલું પાણી હોય છે અને  તેમાંથી વિટામીન –‘એ’અને ‘ સી’ અનેપણ મળે છે.

દ્રાક્ષ: દ્રાક્ષ સ્વાસ્થ્યવર્ધક છે અને તે કેન્સર સામે લડત આપે છે. તેમાં મોટા પ્રમાણમાં એન્ટિ-ઑક્સિડન્ટ તત્ત્વો હોય છે. તેમાં પણ ઘણું પાણી હોય છે. નસ્તો કરવાનું મન થાય તો દ્રાક્ષ ખાઓ.

કાકડી: કાકડીમાં પણ મોટા પ્રમાણમાં પાણી  હોય છે. કાકડીનો જ્યૂસ,સલાડ લઈ શકાય. ગરમીમાં તેને છીણીને ચહેરા પર લગાવવાથી ઠંડક મળશે અને ત્વચા પણ સારી થશે.

********************************************

/સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “
 1. Jayendra Thakar કહે છે:

  Abraham Lincoln

  There was an ordinary farmer who had a son. He studied hard and became a lawyer. He was simple and humble. He did not have an ego. He stayed on the path of truth. One day he became the President of the United States. This man is Abraham Lincoln

  How did the son of a poor farmer become the President of the United States? He possessed three good qualities: kindness, humbleness, and truthfulness. He always did his own work, and never waited for someone else to do his work.

  One day while President Lincoln was going to the Congress, he saw a helpless pig stuck in the mud. He felt pity for the animal and wondered how he would feel if he was in the pig’s place. He decided to help the pig. He told his driver to stop the carriage, so that he could pull the pig out of the mud.

  The driver stopped the carriage, and President Lincoln got out. The driver said to the President, “You wait, I will take him out. I don’t want your clothes to get dirty.”

  The President replied “I do not care for my clothes. The pig’s life is more important.”

  The driver said, “Please wait and let me try. If I fail, I will ask for your help.”

  The driver tried very hard, but he could not pull the pig out of the mud. So the president helped the driver pull the pig out. While doing that the President’s clothes became very dirty. The driver offered to take him back home so that he could change his clothes. The president however told him that he did not want to be late for the meeting, and asked him to drive towards the Congress building.

  When he reached at the meeting, everyone wondered what happened to the president. The driver explained everything. He told them how the president saved the life of a helpless pig. Everybody in Congress praised the president for his kindness.

  When you show kindness, friendship and love towards other living beings, you get lot of happiness and satisfaction in return. You also get regards from others.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
 • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: