શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો(જન્મભૂમિ-પ્રવાસી,રવિવાર 26/11/2017 મધુવન પૂર્તિ, પાનું:5)

 

 

 

 

ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે. એક તો એની શિંગ, અને બીજં એનાં પાંદડાં.ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે,સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી. સરગવાનાં પાન પોષણનો ભંડાર છે. જે લોકો એના પોષણનું મહત્ત્વ સમજે છે તેઓ આ પાનનો મૂઠિયાં—થેપલામાં નાખીને ઉપયોગ કરે છે.

ઘણા આયુર્વેદિક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણા લોકો જ્યૂસના રૂપમાં પણ એને પીએ છે. સરગવાના પન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. 100 મિલિલિટર દૂધમાંથી 4 ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે 100 ગ્રામ સરગવાનાં પાનમાંથી 10 ગ્રામ પ્રોટીન મળે છે. ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે.

આ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આર્યન પણ મળે છે. ગાજર કરતાં વધુ વિટામિન-એ , પેરુ જેટલું વિટામિન-સી, કેળાં કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે. વળી આ બધાં જ પોષકતત્ત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે. મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પૂરી માત્રામાં મળશે  જ એની ગેરન્ટી હોય છે.બીજાં શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે.

સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્ત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં પ્રમાણ ઘટી જાય છે. આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજાં શાકભાજી કરતાં વધુ ગુણકારી છે. સરગવાની શિંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ  રીત છે સરગવાની શિંગ અને દૂધીનો જ્યુસ. આમાં સરગવાની શિંગને બાફીને દૂધીની સાથે ક્રશ કરીને જ્યૂસ બનાવવામાં આવે છે. શિંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબિત થાય છે.

સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઈએ?  

નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ અકી જ શકીએ. સરગવાનાં પાનને ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી. જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે. જો વાનગી ન બનાવો તો સરળ જ્યૂસ બનાવી નાખો. દરરોજ 15 મિલિલિટર જેટલો સરગવાનાં  પાનનો જ્યૂસ ખૂબ જ ગુણકારી રહેશે.

ફાયદા શા છે?

 સરગવાની શિંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશિયન પાસેથી:

*સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઈડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈપણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.

* જે કોઈને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલિફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.

  • સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડીજવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે
  • ડાયાબિટીસના દરદીઓ માટે પણ અત્યંત ફાયદાકારક છે.
  • સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.
  • જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.
  • સરગવો વેઈટલોસ માટે પણ ખૂબ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે
  • સરગવો કૅન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે
  • કારણ કે કૅન્સરમાં કેમોથેરાપી દ્વારા જે, સાઈડ ઈફેક્ટસ વ્યકિતને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે
  • સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે, એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.
  • ******************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: