નવું વરસ/જિતુ ત્રિવેદી

નવું વરસ/જિતુ ત્રિવેદી

સૌજન્ય:(નિસ્યંદન,ઓક્ટોબર,2017)

જ્યારે મળીએ, જે દી મળીએ, ત્યારે તે દી નવું વરસ;

મતલબ કે, કો’ મનથી મળવા ધારે તે દી નવું વરસ.

ખાસ્સા ત્રણસો પાંસઠ દી’નો વાર્ષિક ગાળો ધરા ઉપર,

હું તો માનું: ક્ષણ જ્યારે પડકારે તે દી નવું વરસ.

ચહેરા પર રંગોળી, રોમે રોમે દીવડા ઝળાહળા;

માણસ-માણસ રોશન બનશે , જ્યારે તે દી નવું વરસ.

આળસ જઈને પેસી ગઈ હોય, સૂરજના પણ સ્વભાવમાં.

એવી આળસ કવિતા સામે હારે, તે દી નવું વરસ.

દરિયો કેવળ નિજ મસ્તીનો  જોખમકારક બની શકે;

તરવૈયાઓ એકબીજાને તારે, તે દી નવું વરસ.

ઈશ્વરનું આપેલું હૈયું, ફળિયું શાને બને નહીં,

આજ પ્રશ્ન પર લોકો  સ્હેજે વિચારે, તે દી નવું વરસ.

——————————————————–

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 482,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: