એક ઘડી, આધી ઘડી…8

GH-8

 

એક ઘડી, આધી ઘડી… /સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

સત્સંગ

એથૅન્સની અદાલતે સોક્રેટીસ પર એ આરોપ મૂકેલો કે તેઓ યુવકોમાં અધાર્મિકતા ફેલાવે છે અને તેમને ગુમરાહ કરે છે.અને સોક્રેટિસને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કર્યો. સોક્રેટિસને જેલમાં મળવા ગયેલા મિત્રોએ સલાહ આપી કે, ‘આજ અહીંથી ભાગી છૂટો, અમે મદદ કરીશું. ’ સોક્રેટિસ કહે: ‘આજ સુધી જે કાયદાઓને કારણે શાંતિ અને સલામતિથી જીવી શક્યો અને તેના ઘડતરમાં એક નાગરિક તરીકે મેં ફાળો આપ્યો છે તેની અવગણના ન થાય. મારા પ્રાણ બચાવવા હું દેશના કાયદાઓનું ખૂન કેવી રીતે કરી શકું?’ અને સોક્રેટિસને ઝેર પાઈને મૃત્યુદંડ અપાયો. સ્વસ્થતાથી સોક્રેટિસે તે સ્વીકાર્યો.

*****

સુરતા

પવન બસે નાભિસ્થળે, દૂજો હ્રદયાકાશ,

ઔર બસે બ્રહ્માંડમેં, જીવન જ્યોત પ્રકાશ.

બાહર ઢૂંઢે નહીં મિલે, ક્યોં ચાહે વિનાશ,

સત્પુરુષ કે આશરે, કર લો જ્ઞાનપ્રકાશ.

–શ્રી દાસાનુદાસ

*******

સુવર્ણપ્રાશ

કદાપિ રોદણાં રડશો નહીં. તમે જ્યારે રોદણાં રડો છો ત્યારે તમને નીચે ઉતારી લાવે તેવી શક્તિઓ તમારી અંદર પ્રવેશતી હોય છે. આનંદીપણું, સ્વસ્થતા, વિનોદવૃત્તિ એ ગુણો મદદરૂપ થઈ પડતા હોય છે.

*******

શ્રીમદ્ ભાગવતમાં એવી કથા છે કે એક સમડી માંસનો ટુકડો લઈને ઊડી,તો બીજી સમડીઓ એના પર તૂટી પડી ! એણે જાણ્યું કે આ બધી એ ટુકડો મેળવવા માટે જ એના પર તૂટી પડી છે એટલે એ ટુકડો ફેંકી દીધો અને દૂર જઈને નિશ્ચિંત થઈને બેઠી. હવે કોઈ એને શા માટે સતાવે ? જ્ઞાની મનુષ્ય પણ આમ જ કરે છે. ત આસક્તિ છોડીને જીવે છે.

*******

સંભાર

કે હું સરમસ્તીમાં આવી કલમને જો ઉપાડું છું

તો કોરા કાગળો માથે સરસ ફૂલો ઉગાડું છું

–અમૃત ઘાયલ

*****

પડખુંય ફરવાનો હક છીનવી લેવાયો

ત્યારપછી હું પાયાનો પથ્થર કહેવાયો.

–કૃષ્ણ દવે

*****

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત

આ અમે ઊભા છીએ તસવીરમાં, શું બોલીએ?

–રમેશ પારેખ

કી હવે કઈ દાબશો ‘નાશાદ’ મક્તાને પળે

છે સમય એક્ઝિટનો, મન શિફટમાં અટવાય છે !

–નાશાદ

*****

હું ધારું છું, સૂકાઈ ગઈ હશે, સાચી તરસ મારી

કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.

–બેફામ

*****

લેણદેણમાં એક જ રાખ્યું, ખોબે ખોબે હેત,

કોઈ ભલે ને ફિટકારે કે કોઈ કરે ફજેત !

*****

સીમાર માઝે અસીમ તુમિ, બાજાઓ આપન સૂર !

આમાર મધ્યે તોમાર પ્રકાશ, તાઈ એત મધુર.

*****

(હે અસીમ ! સીમાની અંદર તું પોતાનો સૂર બજાવે છે,

એટલે જ મારામાં તારું પ્રાક્ટ્ય આટલું મધુર છે !)

*****

કાહુ ન કોઉ સુખદુ:ખ કર દતા,

નિજ કૃત કરમ ભોગ સબુ પ્રાતા.

–તુલસીદાસ

*****

સન્મતિ

———————————————————————-

જગતમાં સૌથી વિચિત્ર છે માનવીનું મન. જીવન છે એટલે મુશ્કેલી ઓ  તો આવવાની જ. પણ કેટલાકને કાયમ ચિંતા કરવાની ટેવ હોય. જે વસ્તુ અસ્તિત્વ જ ધરાવતી નથી હોતી તેનો તેઓ ભય સેવ્યા કરે ! યુદ્ધ  થવાનાં  કોઈ ચિહ્ન જ ન હોય અને છતાં તેમના મનમાં ફફડાટ રહે કે એકાએક યુદ્ધ ફાટી નીકળશે તો ? પોતે ક્યાં જશે ?પરિવારનું, મિલકતનું શું થશે? આ ખોટી ચિંતાને લઈને માણસ આજનો આનંદ ગુમાવી દે છે. કોઈને માંદગીની ચિંતા રહ્યા કરે. એમને એમ જ લાગ્યા કરે કે હું માંદો પડી જઈશ તો પછી ડૉક્ટરના બિલ કેવી રીતે ભરીશ ? ભય અને માનસિક દબાણ—ચિંતા વચ્ચે જીવવાથી નિરાશા, ચીડિયાપણું, નકારાત્મકતા જન્મે છે. જીવનની પ્રત્યેક પળને રસપૂર્વક માણવા જેવી છે. કશુ6 જ થવાનું નથી. અને થશે ત્યારે પણ તેનો સ્વીકાર હશે તો તેનો ભય નહીં લાગે. વર્તમાનમાં તો ભય છે જ નહીં.

*****

દોસ્ત પરખીએ દાતણથી, સગો પરખીએ સાંઈ

ઘરની સ્ત્રીને ક્યારે પરખીએ ? ઘરમાં ન હોય કાંઈ !

******

સમુલ્લાસ

ચિત્રપ્રદર્શન જોતાં કહે: ‘વાહ, શું સુંદર ચિત્ર છે !જોતં જ મોઢામાં પાણી આવી જાય છે !’

ચિત્રકાર કહે: ‘ભાઈ, આતો મોર્ડન આર્ટ છે. એમાં આંટીઘૂંટી ભરેલા જીવનનું પ્રતીક છે.’ ‘ઓહ,મને તો લાગ્યું કે એ જલેબી છે  !’

*****

ચરોતરના એક પાટીદાર કુટુંબની એક કન્યાના વિવાહ માટે વરપક્ષ સાથે દહેજ માટે વાટાઘાટો ચાલતી હતી પણ કંઈ સમજૂતી થતી નહોતી. સરદાર પટેલના કાને આ વાત પહોંચી. બોલાવી કહે: ‘તમે લોકો દહેજની ભાંજગડ છોડી, વરવધૂ બંનેને શુક્રવારીમાં મૂકી દો ! ત્યાં જે ભાવ નક્કી થાય તે ફાઈનલ ! ’

*******

સોનેટ જેવો ડોસો, જાણે ગઝલ જેવી ડોશી

બંને વચ્ચે ખાટ્ટી-મીઠ્ઠી ચાલે હોંશાતોશી !

મત્લાથી મક્તા સુધીની ડોશીની છે આણ

વળાંકિયો છે ડોસો ને ડોશી જાજરમાન !

–સુરેશ દલાલ

********

સ્વાસ્થ્યમંગલ

—————————————————————–

હરસ-મસા માટેનો આ પ્રયોગ ક્યાંક વાંચેલો તે અહીં મૂક્યો છે.

     બોરસલીના એકવીસ બેજ લઈ તેમને ફોડીને અંદરથી સફેદ મીંજ કાઢી, તેમાં અગિયાર કાળાં મરી નાખી બંનેને સારી રીતે ખાંડી, ચૂર્ણ બનાવી, સવારે શૌચાદિ પતાવીને નરણે કોઠે પાણી સાથે લેવું. આ ચૂર્ણ લીધા પછી છ કલાક બેસવું નહીં, પરંતુ એક જ્ગ્યાએ ઊભા રહેવું અથવા હરવુંફરવું.દર કલાકે એક—બે મોસંબી ચૂસવી. છ કલાલ પછી મગની દાળની ખીચડી, ભાજીનો સૂપ અથવા દૂધી જેવું હળવું શાક અને મોળી છાશ લઈ આરામ કરવો. સાંજથી રાબેતા મુજબનો ખોરાક લઈ શકાય. આ પ્રયોગ એક જ દિવસ કરવાનો છે. આ પ્રયોગ પછી પણ હરસની  તકલીફ રહી ગઈ હોય તો પંદર દિવસ પછી પુન: આ પ્રયોગ કરી શકાય.

                     ******

     સખત મહેનત કર્યા વિના સફળતા પામવાની

    ઈચ્છા રાખવાનો અર્થ બીજાના ખેતરમાં જઈ

    પાક લણી લેવા જેવો થાય !

 ******************************************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: