એક ઘડી, આધી ઘડી..3

એક ઘડી, આધી ઘડી…/સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

પાનું :3

સત્સંગ

વિનોબાજીની ઓરડી પાસે આશ્રમની બે બહેનો આવીને બેઠી. વિનોબાએ પૂછ્યું: ‘તમે શા માટે આવી છો?’ બહેનો કહે: ‘ખાલી, બેસવા માટે. ’ આ  સાંભળી બાબા બોલ્યા: ‘જેણે ખાલી બેસવાનું સાધી લીધું, તેને બધુ સધાઈ ગયું !’

–મીરાંબહેન ભટ્ટ

***

શિવમંદિરમાં દાખલ થતાં જ વિનોબાજી કહે: ‘ખબર છે આ પોઠિયો –બળદ  એ શરીરશ્રમનું પ્રતીક છે. આ કાચબો છે તે ઈન્દ્રિયસંયમનું પ્રતીક છે. આ લિંગ છે તે તપનું પ્રતીક છે અને આ પાર્વતીમાતા છે તે ભક્તિનું પ્રતીક છે. શરીરશ્રમ, સંયમ,તપ અને ભક્તિ એ ચાર પ્રક્રિયામાંથી પસાર થવાય પછી ભગવાન મળે !’

*****

સુરતા

————————————————————–

‘ભીખા’ ભૂખા કોઈ નહીં, સબકી ગઠરી લાલ.

ગિરહ ખોલત દેખત નહીં, યા બિધિ ભયે કંગાલ.

–ભીખાજી

*****

ઘર ઘર લાગી લાકડી, ઘર ઘર લાગી આગ.

જન ‘દરિયા’ઘર આપુનો, રાખો સો હુશિયાર.

–દરિયાસાહેબ

*****

સુવર્ણપ્રાશ

—————————————————————

મને જો કોઈ મોટું નુકશાન પહોંચાડી શકતું હોય તો તે મારી જાત જ છે. મારી પોતાની ભૂલોને કારણે જ હું બધું સહન કરું છું.

–એન્ટ બર્નાર્ડ

*****

પાછળ જોતા મારી જિંદગી એક વિઘ્નદોડ જેવી  જણાય છે. જેમાં સૌથી મોટું વિઘ્ન હું પોતે જ હતો !

*****

કોણ સાચું છે એ નહીં , શું સાચું છે એ મહત્ત્વનું છે.

*****

સંભાર

———————————————————————-

ફૂલોની પાંદડીમાં મને ઈન્દ્રધનુ દેખાતું બંધ થશે

ત્યારે મારું શું થશે?

શું થશે મારું જ્યારે પ્રથમ વર્ષાના શીતલ સ્પર્શે

મારી ત્વચા ઉપરથી કોઈ ગીત નહીં ફૂટે !

*****

બાજરીની ચાનકી જેવું ગામ,

કસૂંબો પીને ઊંધી વાળેલી રકાબી જેવી સીમ !

*****

નિકલકર દેરો-કાબાસે, અગર મિલતા ન મયખાના,

તો ઠ્કરાયે હુએ  ઈન્સાં, ખુદા જાને કહાં જાતે?

*****

માના કિ તેરે દીદ(દર્શન) કે કાબિલ નહીં,

તૂ મેરા શૌક(લગની) દેખ, મેરા ઈન્તઝાર દેખ.

–ઈકબાલ

*****

સન્મતિ

———————————————————————–

મનુષ્યને સ્તુતિ—પ્રશંસા, પદ—પ્રતિષ્ઠા ખૂબ ગમે છે. સંતો—મહંતો પણ તેનાથી પર નથી. એ માટે તો તે કષ્ટો સહન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે ! વ્રત, ઉપવાસ, એકટાણાં કરે પણ મનમાં ભાવના એ રહે કે લોકો મારાં વખાણ કરે. અધ્યાત્મની દૃષ્ટિએ આ લોકપ્રશંસાની ઈચ્છા અથવા લોકેષણા એ પ્રબળ સંસારવર્ધક અનાત્મીય ભાવોની જનની છે અને તે એક પ્રકારનું આર્તધ્યાન છે. જેને પ્રશંસા ગમે છે તે નિંદાથી અવશ્ય દુ:ખી થવાનો. શાંતિનો માર્ગ લોકેષણાથી પરે છે. આપણે કોઈના માટે નથી કરતા. આપણા માટે જ, આપણા વિકાસ માટે જ કરીએ છીએ. જો તેમાં સ્તુતિની ઈચ્છા પ્રગટી તો વિકાસને બદલે પતન જ થશે. જેમ ફૂલ સહજ રીતે ખીલે છે, પક્ષી સહજ રીતે ચહકે છે. તે કોઈની સ્તુતિ-પ્રશંસા મેળવવા નથી કરતું. પ્રશંસાની ઈચ્છા વ્યક્તિને બહિર્મુખી જ બનાવી દે, સાચી યાત્રા તો અંતર્મુખી થવાથી થાય છે.

*********

સમુલ્લાસ

——————————————————————–

સ્વામી આનંદે ‘મારા પિતરાઈઓ’ વિશે લખેલા એક લેખમાં જેઠી સ્વામી વિશે લખ્યું છે. એમનો જીભનો ચટકો પ્રખ્યાત. જમવાના આમંત્રણની રાહ જોઈને જ બેઠા હોય. યજમાનને ભારપૂર્વક જણાવી દે: ‘આ શરીરને ગળપણ તો મૂળે જ ભાવે નહીં, માટે લાંબી લપમાં પડવું નહીં. બસ, બશેર દૂધ ઉકાળીને વાટકો દૂધપાક કરી મેલો. એમાં જાયફળની છૂટ. ને ભેળાભેળી પાશેર બૂંદી પાડીને બે લાડૂડીઓ વાળી મેલવી. કમોદ રાંધો તેમાંથી કડછી ભાત કોરે કાઢી ઘીમાં રાંધી મૂકવા. અને શ્રદ્ધા હોય તો રાતે લગાર દહીં બાંધી વાડકી શ્રીખંડ કરજો. કેસર-ચારોળી એમાં શોભે ને વળી જરા ખટમધુરું. નર્યું ગળપણ સારું નહીં ને લાંબી લપ નહીં ! સાધુને વળી જીભનો લલોપતો  શો? લખી લ્યો, આ બધું. લખાયું તે વંચાયું. બાકી તો, ભગવાન તરી માયા ! અને પછી લચકો દાળ, પાતળી દાળ, શાક-સંભાર, ચટણીઓ, અથાણાં, રાઈતાં, વડાંપકોડાં, પાપડ બધું લખાવે ને પછી પૂરવણીમાં ઉમેરે: ‘ બચરવાળ ઘરમાં રાતની ખીચડી તો વધે જ. તેનાં ભજિયાં ઓહો થાય ! બાકી તો આ શરીર હવે જીરણ થયું. સાધુ સંન્યાસીને વળી સ્વાદ શા? રામ તારી માયા ! ’

*****

હવે કવિતાની નીચે પોતાનું નામ લખે છે પણ ઈશ્વર? ઈશ્વર જેવો કોઈ મહાન ક્લાકાર નથી. એ માનવીને સર્જે છે પણ નીચે પોતાનું નામ નથી લખતો ! અને લખે છે ત્યારે એ માતાનું નામ લખે છે. પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતીક છે જે બાળકને પછી પોતાનું નામ નહીં પણ એના પિતાનું નામ આપી દે છે !

–બરકત વિરાણી

*****

તક તો ઝાડૂ કાઢતાં દેખાતી ટાંકણી જેવી છે ! એ અલપઝલપ દેખા દે છે અને બીજી ક્ષણે કચરામાં દેખાય છે !

*****

સ્વાસ્થ્યમંગલ

——————————————————————

પૃથ્વી પર ખતરો

સમગ્ર દુનિયાના તાપમાન અને વાતાવરણમાં મોટા ફેરફારો વરતાઈ રહ્યા છે. શિયાળો હાડ ગાળી નાખતો અને ઉનાળામાં ભયંકર ગરમીનું મોજું !બરફાચ્છાદિત પર્વતો ઓગળવા માંડ્યા છે. ઘાસિયાં મેદાનો ઘટી રહ્યાં છે.ખાદ્યાન્ન સંકટની સંભાવના છે.  કૂવાઓના પાણી પાતાળે પહોંચી રહ્યાં છે. પૃથ્વીના સાડા છ લાખ વર્ષના ઈતિહાસમાં છેલ્લા 150 વર્ષમાં જ ઔદ્યોગિકરણને લીધે પર્યાવરણની પથારી ફરી ગઈ છે ! આપણે જાતે જ આ ખતરો ઊભો કર્યો છે. આપણી ભોગવૃત્તિ, પશુવૃત્તિ, લોભ-લાલચે પૃથ્વીના હયાત કુદરતી સ્ત્રોતોનું નિકંદન કાઢ્યું છે. અભ્યાસીઓ, જળવિજ્ઞાનીઓ, પર્યાવરણ શાસ્ત્રીઓ કહી રહ્યા છે કે પૃથ્વીના પતનનું જાણે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ! આગામી 50 વર્ષમાં પૃથ્વીનું તાપમાન 2 થી 3 સેન્ટિગ્રેડ વધશે. તેથી દરિયાની સપાટી ઊંચી આવશે. હિમાલયનાં 40 ટકા શિખરો ખતમ થઈ જશે. કોલેરા-મેલેરિયા જેવા રોગો વધશે, ગંગાનો તટપ્રદેશ તેની ફળદ્રુપતા ગુમાવશે. પૃથ્વી પ્રલયની આ સંભાવનામાંથી બચવાનું આપણા હાથમાં જ છે. તેનું મુખ્ય કારણ કાર્બનનો વધારો છે અને કાર્બન કટ માટે આપણે આપણે અનેકવિધ રીતે યોગદાન આપી શકીએ છીએ.

*****

Self trust is the first secret of success.

*****

They can, because they THINK they can.

**********************************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: