એક ઘડી, આધી ઘડી..2

એક ઘડી, આધી ઘડી…/સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

પાનું :2

સત્સંગ

વૈષ્વાચાર્ય સ્વામી રામાનુજ ઘડપણને લીધે કોઈના ટેકા વગર નદીએ સ્નાન કરવા નહોતા જઈ શકતા. આથી સ્નાન કરવા જતી વખતે તેઓ એક બ્રાહ્મણ શિષ્યનો ટેકો લેતા અને પાછા વળતી વખતે શૂદ્ર જાતિના બીજા શિષ્યનો. તેમનો આ વ્યવહાર ઉચ્ચ વર્ણના લોકોને ખૂંચતો. એકવાર તેમણે આચાર્યશ્રીને વિનંતી કરી કે ‘જો આપ શૂદ્રનો ટેકો લેવાનો આગ્રહ રાખતા જ હો તો નદીએ નહાવા જતી વખતે એમનો ટેકો ભલે લો, પણ સ્નાનાદિથી પરવારીને  તો શૂદ્રનો ટેકો ન જ લો ! ’સ્વામી રામાનુજ મલક્યા અને કહે : ‘હું તો ફક્ત મારી ઉચ્ચ જાતિના અભિમાનને ધોવા માટે શૂદ્ર શિષ્યના ખભે હાથ મૂકું છું. જે પાણી વડે ધોઈ શકાય તેમ નથી !’

 

   સૂરતા

—————————————————————————–

કહી સૂની સબ કહત હૈ, સૂની પડી યહ કાન

દરિયા દેખી જો કહૈ, સો કહિયે પરમાન.

*****

દરિયા તન સે ના જુદા,સબ કિછુ તન કે માંહિ,

જોગ જુગતિ ક્રી ખાઈએ, બિના જુગત  કિછુ નાંહિ .

*****

જબ લગિ બિરહ ન ય્પજૈ, હિયે ન ઉપજે પ્રેમ,

તબ લગિ હિય ન આવહિં, ધરમ કિયે વ્રત નેમ.

-દરિયાસાહેબ

સુવર્ણપ્રાશ

——————————————————————————-

તમે જે નથી તે હોવાનો ઢોંગ ન કરો. પાખંડી હોવા કરતાં સ્પષ્ટવક્તા થવું વધારે સારું છે.

*******

બીજાને  તમારા જેવા બનાવવા મથશો નહીં, ભગવાન પોતે એ કરી શક્યા હોત. તમારા જેવો એક જ માણસ આ દુનિયા માટે પૂરતો છે.

*********

સંભાર

——————————————————————————————–

આપજો જેને ઉજાસો આપવાના,

લ્યો ! અમે લીધી અમાસો—શી વાત છે?

–અનવર આગેવાન

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું,

ઘેરી વળ્યો છે આંખને અંધકાર શબ્દનો.

–મનોજ ખંડેરિયા

*****

વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કુટુંબની છાંય;

મારગની ધૂળને ઢંઢોળી પૂછે: મારા માધવને દીઠો છે ક્યાંય ?

–જગદીશ જોષી

*********

ટોચો મા ટાંકણું લઈને ઘડવૈયા મારા,

મારે ઠાકોરજી નથી થાવું

ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે,

એના પાળિયા થઈ પૂજાવું.

–કવિ દાદ

*******

દામન તેરા પલભર ભી ખુશીયોં સે ન ખાલી હો,

ખુદા કરે હરરોજ તેરે ઘરમેં દિવાલી હો !

–ઝાકીર ટંકારવી

******

સુખ ચાહો તો સુખ દો.

*****

કબીરા સંગતિ સાધુ કી હરૈ ઔર કી વ્યાધિ,

સંગતિ બૂરી અસાધુકી, આઠોં પહોર ઉપાધિ.

******

દરેક સમસ્યા આપણને એક ભરચક પ્રયત્ન કરવા માટે તો અવસર આપે છે, પ્રગતિનું પગથિયું બની રહે છે !

સન્મતિ

સ્યાદવાદ અથવા અનેકાંતદૃષ્ટિ

કુદરતી રીતે આપણને આંખો મળી જ છે, પરંતુ તે પોતાની સામેની વસ્તુની એક જ બાજુ જોઈ શકે છે. વસ્તુ માત્રને બીજી અને અન્ય બાજુઓ હોય છે તે સમજવું પડશે, સ્વીકારવું પડશે. અધૂરા, એકપક્ષીય જ્ઞાન કે વિચારમાંથી સમસ્યાઓ પેદા થાય છે. કહેવાયું છે: ‘અલ્પજ્ઞાન , અતિ હાણ,’ઢાલની બીજી બાજુ ચે. સ્વાદિષ્ટ વાનગી ભાવે, પણ તે અપચોય લાવે તે જોતા નથી. શ્રમ ટાળવા પ્રયત્ન કરીએ પણ તેમાં રહેલો આશીર્વાદ  જોતા નથી. આપણી દૃષ્ટિ એક તરફી હોય છે તેમ ક્યારેક ટૂંકી પણ હોય છે. આપણને એકી વખતે સમય અને સ્થળનો કોઈ નાનકડો એકાદ ખંડ જ દેખાય છે, પણ તે તો અખંડ પ્રવાહનો જ એક ભાગ છે.

સ્યાદ્ વાદ એટલે અપેક્ષાવાદ. અપેક્ષા એટલે દરેક વસ્તુની વિવિધ દૃષ્ટિ. ‘આ આમ જ ’એમ નહીં પણ આ અપેક્ષાએ ‘આ આમ છે.’કોઈપણ વસ્તુ, ઘટના, પરિસ્થિતિ, સમસ્યાને વિવિધ બાજુઓ હોય છે. આપણે આપણી બાજુને જ સત્ય માનીને વર્તીએ છીએ પણ સામેની બાજુમાં પણ સત્ય છે, તેની ભૂમિકાને પણ સમજમાં લેવી પડે તે સ્યાદ્ વાદ અથવા અનેકાંતવાદ.

******

ત્રાવણકોરના મહારાજાએ સ્વામી વિવેકાનંદને પૂછ્યું; ‘બહુ જ ઓછા શબ્દોમાં હિન્દુ ધર્મને તમે સમજાવી શકો? ’

સ્વામીજી કહે: ‘પ્રવૃત્તિમાં નિવૃત્તિ.’

******

જેમાં કશી જ માગણી ના હોય, તેનું નામ પ્રાર્થના.

*******

સમુલ્લાસ

રાષ્ટ્રપતિ લિંકન એક મહત્ત્વપૂર્ણ નિમણૂંક કરવા ઈચ્છતા હતા અને એ માટે તેમણે જનરલ રોબર્ટ લી નો અભિપ્રાય મગાવ્યો. આ વાંચી રોબર્ટ લી ના સેક્રેટરીએ કહ્યું: ‘એ ભાઈ તમારા વિષે કેવું ખરાબ બોલે છે એ તો તમે જાણો જ છો ને ?’ રોબર્ટ લી કહે: ‘ખબર છે, પણ લિંકને તેમના વિષેનો મારો અભિપ્રાય મગાવ્યો છે, મારા વિષેનો તેમનો અભિપ્રાય નહીં.’

******

ઊઠો ઔર ઊઠકે નિઝામે- જહાં બદલ ડાલો,

યહ આસ્માં, યહ જમીં, યહ મકાં બદલ ડાલો,

યહ બિજલિયા6 હૈ પુરાની, યહ બિજલિયાં ફૂંકો,

યહ આશિયાં હૈ કદીમ, આશિયાં બદલ ડાલો.

હજારોં સાલ કે તારોં કા ક્યા કરેંગે હમ,

હજારોં સાલ કી યહ કહકશાં બદલ ડાલો

–સાગર નિઝામ

(નિઝામે જહાં= સંસારની વ્યવસ્થા, આશિયાં==માળો,કદીમ==જૂનો ,

કહકશાં==આકાશગંગા)

સ્વાસ્થ્યમંગલ

કેટલીક ગેરસમજો:

*કિડની ફેઈલ  થાય એટલે વ્યક્તિ લાંબું જીવે નહીં એ વાત ખોટી છે !

*પડી ગયા પછી શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવી જાય ત્યારે તેને માલીશ કરવું નુકશાનકારક છે.

*ડૉક્ટરની સલાહ વગર વજન ઘટાડવા દ્વાઓ કે લો કેલરી ફૂડ સપ્લીમેન્ટ લેવાં એની ક્યારેક આડઅસર થઈ શકે છે.

*બાળકને વધારે કેલરી વાળો—ચરબીવાળો ખોરાક ખવડાવવાથી તે તંદુરસ્ત બને એ માન્યતા ખોટી છે. તેથી તંદુરસ્તી કરતાં બાળકમાં સ્થૂળતા વધે છે.

*ચહેરાની સુંદરતા વધારવા માટે ઉપયોગ લેવાતા ઘરગથ્થુ ઉપચારો કે આયુર્વેદિક કોસ્મેટિક્સથી ક્યારેક એલર્જી પણ થઈ શકે છે.

*****************************************************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,308 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: