amijharanaa-1

Z-1

દેવવાણી

શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તં ગ્રંથકોટિભિ: I

પરોપકારાય: પુણ્યાય પાપાય પરપીડનમ્ II

–મહાભારત

જે વાત કરોડો ગ્રન્થોમાં કહેલી છે તે હું (વ્યાસ) તમને અર્ધા શ્લોકમાં કહી દઉં છું: બીજાઓને સુખ પહોંચાડ્વામાં એટલે પરોપકાર કરવામાં પુણ્ય છે અને અન્યને પીડાદાયી કર્મ કરવામાં એટલે કે પીડા આપવામાં પાપ છે.

*********

વેદવાણી

ચાબૂકથી ઘોડાઓને હાંકતા રથસ્વામીની જેમ, આ પર્જન્યદેવ વૃષ્ટિદૂતો મેઘોનું સર્જન કરે છે ત્યારે દૂર દૂર સુધી સિંહગર્જનાઓ સંભળાય છે, હવા ફૂંકાય છે, વીજળીઓ પડે છે, ઔષધિઓ ભૂમિ પર દેખા દે છે, આકાશ જળથી ભર્યું ભર્યું લાગે છે. જ્યારે પર્જન્ય પૃથ્વીને પોતાની રેત વૃષ્ટિથી સંતર્પિત કરે છે, ત્યારે બધા જીવો માટે અન્ન પેદા થાય છે.

–ઋગ્વેદ

========

સંતવાણી

માનુષ જનમ દુર્લભ હૈ, હોઈ ન બારંબાર,

પાકા ફલ જો ગિરિ પડા, બહુરિન લાગૈ ડાર.

-કબીર

યા અનુરાગી ચિતકી, ગતિ સમુજે નહીં કોય,

જ્યોં જ્યોં બૂડે શ્યામરંગ, ત્યોં ત્યોં ઉજ્જવલ હોય.

—બિહારી

*********

લોકવાણી

થયું, થાયે અને થાશે, બધું એ નાથના હાથે,

અરે એ વિશ્વના કર્તા, પ્રભુ તો સર્વ જાણે છે!

*

કાળજું કાઢી ભોંય ધરાં લઈ કાગા ઊડી જા,

માધવ બેઠા મેડીએ ઈ ભાળે એમ ખા.

************************************

અમરતવાણી

ટોલ્સ્ટોયને કોઈએ પૂછ્યું: ‘માણસના ઘડતરનું મૂલ્ય શું?’ ટોલ્સ્ટોય કહે: ‘લોઢાનો એક ટુકડો વેચો તો એક રૂપિયો મળે. પણ જો તેમાંથી ઘોડાની નાળ બનાવો તો અઢી રૂપિયા મળે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાનો બનાવીને વેચો તો હજારો રૂપિયા ઉપજે. લોઢું તો એનું એ જ અને એટલું જ, પરંતુ એનું જેવું ઘડતર કરો એવું એનું મૂલ્ય અંકાય. માણસ વિશે પણ આવું જ છે. માણસનું જેટલું ઘડતર વધે એટલું એનું મૂલ્ય પણ વિશેષ થાય.’

*********

જીવનવાણી

ત્યાગ જરૂરી છે, તેનો અર્થ સમજવાનો છે. કેમ કે જે તમારું છે એનો તમે ત્યાગ કર્યો કહેવાય. આ ઘર શું તમારું છે? શું બાળકો તમારાં છે? શું ધન તમારું છે? એ બધું તમે લઈને આવ્યા છો? ઓ લઈને આવ્યા હો તો તમારું કહેવાય. પણ લઈને આવ્યા પણ નથી, તેમ લઈને જવાના પણ નથી. તમે તો તમારું મન, તમારી વાસનાના સંસ્કારો—આ લઈને આવ્યા છો. મરણ પછી પણ એ લઈને તમે જશો, એ મન તમારું છે, એ તમને વળગેલું છે. ઈચ્છાઓ—વાસનાઓ તમારી છે, તમને વળગેલ છે. તેને છોડી શકો, તેનો ત્યાગ કરી શકો, મન ભગવાનને અર્પણ કરી શકો તો તમે મુક્ત થાઓ, કેમ કે બંધન મનનું અને વાસનાનું છે. તે બંધન બાહ્ય ત્યાગ કરવા છતાં જો અંતરની કામના ન ધોવાય, તે ધોવાની સાધના ન થાય, તો તૂટે નહીં.

–સ્વામી ચિદાનંદ સરસ્વતી

=========

સંવેદનવાણી

મને ઉદાસ જોઈ મિત્રો કહે છે;

એનામાંથી તારો જીવ કાઢી લે,

એટલે બધું બરાબર થઈ જશે.

પણ એ જ મારો શ્વાસોચ્છવાસ હોય તો?

–પન્ના અધ્વર્યુ

=============================

શાણપણવાણી

*વૃક્ષનાં મૂળિયાં જમીનમાં જડાયેલા હોય છે, છતાં એની ગતિ આકાશ તરફ છે.

*માણસ પોતાની અંદર સ્વર્ગ રચ્યા વિના અસલી કોઈ સ્વર્ગમાં પ્રવેશ કરી શકતો નથી.

*જીવનમાં જીવવા માટે સાધનો શોધવાને બદલે જીવનનું પ્રયોજન શોધવું જોઈએ !

*********

અવળવાણી

‘પ્રિય ! હું તારા દરેક દુ:ખમાં તારી પડખે ઉભો રહીશ.’

‘પણ મારે તો એકેય દુ:ખ નથી !’

‘હમણાં નહીં, લગ્ન પછીની વાત કરું છું !’

**

એસ.એમ.એસ. કરવાનું બંધ કરો શ્યામ

હવે રૂબરૂમાં આવવાનું રખો,

વૃંદાવન, મથુરા તો રોમ રોમ જાગ્યાં છે

મોરલી મોબાઈલ જેવી રાખો !

–ભાગ્યેશ જહા

**

હું તને ચાહું છું, ચિક્કાર ચાહું છું

કારણ કે મેનકા ગાંધી  કહે છે કે

પ્રાણીઓને પ્રેમ કરવો !

*******

સંસ્કૃતિવાણી

નવું વર્ષ: આપણા ભારતીય પંચાંગ મુજબ કારતક સુદ એકમ એટલે નવા વર્ષનો આરંભ. પરસ્પર શુભેચ્છાઓ, મંગલ કામનાઓ પાઠવવાનો દિવસ. ઉલ્લાસ અને આનંદનો દિવસ. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન ! શુભ સંકલ્પોનું પ્રતીક એટલે બેસતું વરસ. ઉલ્લાસ અને આનંદનો દિવસ. દીપોત્સવીના પ્રકાશમાં સાચો રાહ શોધવાનો, બેસતા વર્ષના મંગલ પ્રભાતે, શુભ સંકલ્પ કરી તે રાહે મક્કમતાથી ચાલવાનો પ્રયત્ન કરીએ. વેર-ઝેર ભૂલી હેત-પ્રીત વધારવાની છે. બ્રાહ્મમુહૂર્તે ભગવાનને પગે લાગી સ્વજનોને નૂતન વર્ષાભિનંદન કરવા સહુ નીકળે છે. દૂરના સ્નેહીઓને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નવું વરસ, નવા પડકારો ઝીલવાનું બળ. ગુણપૂજા અને પ્રેમ વધારી શુભસંકલ્પ માટેનો આ દિવસ.

***

બાવરાં નયનો, હવે જ્યાં ત્યાં ન ભટકો,

કાંક તો ભીતર તપાસો :વાત શી છે?

–અનવર આગેવાન

************************************************

સ્વાસ્થ્યવાણી

આહાર સંયમ: આહારનો અર્થ કેવળ ભોજન નથી, નાસિકા, મુખ અને ત્વચા દ્વારા જે કાંઈ ચારે તરફના વાતાવરણમાંથી શરીર અને મનમાં અંદર લેવામાં આવે છે તે સઘળો આહાર છે. આયુર્વેદની દૃષ્ટિએ શરીરની પ્રકૃત્તિ વાત, પિત્ત, કફ વગેરે ધાતુઓની પ્રધાનતા—ગૌણતાવાળી છે. એટલે તેને સમજીને આહાર નક્કી કરવો. એ જ રીતે દૈનિક કાર્યનું સ્વરૂપ તથા પરિમાણ મુજબ પોતાના શરીરની આવશ્યકતા બરાબર સમજીને ત્ને અનુરૂપ ખોરાક લેવો. ખોરાકની માત્રા, ક્રમ, સમય નક્કી હોવાં જોઈએ અને તે રીતે લેવો જોઈએ. જ્યારે ઈચ્છા પડે ત્યારે, જે કંઈ હોય, ગમે તેટલા પ્રમાણમાં, અનિયમિત રીતે પેટમાં નાખ્યા કરવાથી પાચનતંત્ર અસ્ત વ્યસ્ત થઈ જાય છે, જે અનેક રોગોનું મૂળ કારણ બને છે. જ્યાં સુધી સંભવ હો બહારનું ન લેવું. આહાર સુપાચ્ય, પોષણયુક્ત, સ્નિગધ અને તાજો હોવો જોઈએ. ભોજન લેતી વખતે બની શકે તટલું મૌન જાળવવું. તે વખતે ચિત્ત અશાંત—ઉત્તેજનાથી ઘેરાયેલું ન હોવું જોઈએ. એઠું ન મૂકવું જોઈએ.

**************************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,215 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: