અમીઝરણાં–2

અમીઝરણાં (સંપાદન: રમેશ સંઘવી)/મીડિયા પ્રકાશન,જૂનાગઢ

પાનું:2

અંતર્વાણી

પરમાત્મા ! મારા પ્રભુ !

ઘોર નિરાશામાં હું ભાંગી ન પડું, ઉત્સાહિત રહું. અને આ ઉતસાહ તો છે આખરે જાતે જ સર્જેલી ઘટના! મનમાં ઉત્સાહિત થઈએ એટલે પાંદડાય હસતાં લાગે !નિરાશાથી નિષ્ફળતા આવે. પણ ઉત્સાહ દ્વારા નિષ્ફળતા એ સફળતાની સીડી બની શકે છે. મારા નાથ !

********

સંતવાણી

જો તોકું કાંટા બુવૈ, તાહિ બોય તૂ ફૂલ

તોકું ફૂલ કે ફૂલ હૈ, બાકો તિરસૂલ.

***

ન્હાયે ધોયે ક્યા હુઆ, જો મન મૈલ ન જાય,

મીન સદા જલમેં રહે, ધોયે બાસ ન જાય.

*******

દેવવાણી

હિતં ન કિશ્ચિદ્વિહિતં પરસ્ય દાનં ન દત્તં ન ચ સત્યમુક્તમ્ I

યસ્મિન્દેને નિષ્ફલતાં પ્રયાત: સ એવ કાલ: પરિરવેદનસ્ય II

જે દિવસે બીજા કોઈનું કંઈ પણ હિત ન કર્યું, દાન ન આપ્યું અને સત્ય ન ઉચ્ચાર્યું, તે કાળ નિષ્ફળ ગયો ગણાય,તે શોચનીય છે.

******

આતમવાણી

કોઈકે બારણે ટકોરા માર્યા. બાયઝિદે પૂછ્યું:’તમે કોને શોધવા આવ્યા છો !’ ટકોરા મારનારે કહ્યું: ‘બાયઝિદને !’બાયઝિદ કહે: ‘હું પણ ત્રીસ ત્રીસ વર્ષથી બાયઝિદને શોધી રહ્યો છું પણ હજુ સુધી હું એને શોધી રહ્યો છું પણ હજુ સુધી હું એને શોધી શક્યો નથી !’

******

ધરું પુષ્પો પ્રભુ પાદે, સેવા સાચી ન હું ગણું,

ઈશની ફૂલવાડીમાં, બનું પુષ્પ સમાન હું !

*****************************************

અમરતવાણી

ઝેન તત્ત્વચિંતક હેક્વિનને પવિત્ર ઓલિયા સંત તરીકે આજુબાજુના પડોશીઓ જાણતા. સંતના નિવાસસ્થાનની નજીક એક સુંદર જાપાનીઝ છોકરીનાં માતાપિતાની દુકાન હતી. માતાપિતાની દુકાન હતી. માતાપિતાને મોડે મોડે ખબર પડી કે તેમની દીકરી ‘કુંવારી માતા’ બનવાની છે માબાપનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. આવનાર બાળકના પિતાનું નામ જણાવવા બંનેએ દીકરી પર ખૂબ દબાણ કર્યું, પણ દીકરી કહે નહીં . છેવટે ભારે દબાણ અને ત્રાસને અંતે તેણે બાળકાના પિતા તરીકે સંત હેક્વિનનું નામ આપ્યું. માબાપ અત્યંત ગુસ્સાના આવેશમાં સંત પાસે ગયાં અને પૂછ્યું: ‘આ બધું શું છે? તમે આવું દુષ્કૃત્ય કર્યું?’ જવાબમાં હેક્વિન કહે: ‘શું એમ વાત છે?’ વિશેષ કશો પ્રતિભાવ નહીં. બાળકના જન્મપછી તેને સંત હેક્વિનને સોંપવામાં આવ્યું. સંતની તો આબરૂના ધજાગરા ઊડી ગયા. પણ સંતને તેની કોઈ ચિંતા ન હતી. તેઓ તો બાળકની સુંદર સંપૂર્ણ સંભાળ લેવા લાગ્યા. આ વાતને એક વરસ થઈ ગયું. પેલી કુંવારી માતાને ભારે પશ્ચાતાપ થતો હતો. તેનાથી અસત્ય જીરવાયું નહીં અને તેણે પોતાનાં માતાપિતાને સાચી વાત કરી. બાળકનો સાચો પિતા તો મચ્છી બજારમાં કામ કરતો યુવાન છે ! માબાપ તો ક્ષણાનાય વિલંબ વિના સંત પાસે પહોંચી ગયાં અને અંત:કરણથી માફી માગી અને આખી વાત કરીને બાળકને પરત માગ્યું. સંતને તો મંજૂર હતું પણ બાળકની સોંપણી કરતાં તે આટલું જ બોલ્યા: ‘શું એમ વાત છે?’

*************************************************

જીવનવાણી  

આ જગતમાં જે કોઈ ઘટના બને, જે કોઈ વસ્તુ કે વ્યક્તિ મળે તેની પાછળ પૂર્વના સંબંધોનો અદીઠ તંતુ વણાયેલો હોય છે. એટલે આ તંતુ ઉજ્જવળ બને એવો જ પ્રયત્ન કરવો. કોઈ પણ પરિસ્થિતિ  અર્થહીન કે હેતુવિહીન ઊભી થતી નથી, તેનું જ્ઞાન અંદર અને બહાર ઉજ્જવળતા આપી રહે છે. એનો પરિચય એ જ પોતાની સાચી પ્રાપ્તિ છે. આ પ્રપ્તિ એ સાધ્ય છે. જીવનમાં આ સત્યને સર્વભાવે ઉપાસવામાં આવે તો જીવન રણસંગ્રામને બદલે આનંદનું લીલાક્ષેત્ર બની જાય. સંતો કહી ગયા છે કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી.આ કથન એકદમ સાચું છે, એની સાથે એ પણ એટલું જ સાચું છે જે ઈશ્વરને હ્રદયમાં રાખે છે તેનાં હ્રદયમાં ઈશ્વર નિવાસ કરે છે. અને તે ભક્તની ઈચ્છાને પણ પૂર્ણ કરે છે. એટલા માટે ભક્તે સર્વનું કલ્યાણ થાય એવી જ ઈચ્છા રાખવી, તો એ રાગદ્વેષથી મુક્ત થઈ જશે અને ઈશ્વરને સંપૂર્ણપણે પ્રાપ્ત કરશે. મહાકાળના ગહન અંધકારમાં આપણું જીવન તો એકાદ ક્ષણ બળતી થરથરતી મીણબત્તી જેવું છે. એમાં જેટલો પ્રકાશ પાથરી શકીએ એ જીવનની સાર્થકતા.

============================================

શિક્ષણવાણી

હ્રદયની કેળવણી પુસ્તકો દ્વારા આપી શકાય એવું હું માનતો નથી. શિક્ષકના જીવંત સ્પર્શ દ્વારા જ એ બની શકે. અને પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો કેવા હોય છે? આ સ્ત્રી પુરુષો શ્રદ્ધાળુ અને ચારિત્ર્યશીલ હોય છે? તેમણે પોતે હ્રદયની કેળવણી મેળવી છે? શિક્ષકોને નિર્વાહ પૂરતું પણ વેતન મળે છે ખરું? હવે શિક્ષણના માધ્યમની વાત. પરદેશી ભાષાના માધ્યમને કારણે આપણાં બાળકો જ્ઞાનતંતુઓ પર અયોગ્ય બોજો પડે છે. તેઓ ગોખણિયાં અને નકલ કરનાર બની જાય છે. પરદેશી ભાષાના માધ્યમે આપણાં બાળકોને તેમની પોતાની ભૂમિમાં લગભગ પરદેશી બનાવી દીધાં છે. હું અંગ્રેજી ભાષાને આંતરરાષ્ટ્રીય વેપાર અને રાજદ્વાર સંબંધોની ભાષા ગણું છું. તેમાં વિચાર અને સાહિત્યનો સમૃદ્ધ ભંડાર પણ છે. કેટલાક માટે તેનું જ્ઞાન જરૂરી છે, અને તેને પ્રોત્સાહન પણ આપું. આપણે આપણી પોતાની સંસ્કૃતિની કદર કરીએ અને તેને પચાવીએ ત્યાર પછી જ બીજી સંસ્કૃતિની કદર કરીએ અને તેને પચાવીએ ત્યાર પછે જ બીજી સંસ્કૃતિની કદર કરીએ એ યોગ્ય ગણાય.

–ગાંધીજી

=================================

સૂફીવાણી

ખુદા તો મિલત હૈ, ઈન્સાં હી નહીં મિલતા

યે ચીજ તો હૈ કિ જો દેખી કહીં કહીં મૈને !

–ઈકબાલ

મૌત સે ન કિસી કી રિશ્તેદરી હૈ,

આજ મેરી તો કલ તેરી બારી હૈ.

==========================

સ્વાસ્થ્યવાણી

નસકોરી:

નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવી. બ્રફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી પણ નસકોરી બંધ થાય છે. આમળાંના ચૂર્ણને દૂધમાં મેળવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે. દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે. એક અન્ય પ્રયોગ એવો છે કે લીંબુનો રસ કાઢી નાકમાં પીચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે!

***************************************************

 

 

 

 

 

 

 

 

ટના બને,

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: