શાંત તોમાર છંદ–30

SH-30

શાંત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી/ રમણીક સોમેશ્વર

મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 60—61

દોહરો

મેરા મુજમેં કછુ નાહીં, જો કુછ હૈ સો તેરા

તેરા તુજકો સોંપતે, ક્યા લાગત હૈ મેરા ?

========

આરત

આમ તો દરેક નવો દિવસ એ, ભગવાન ! તમે આપેલી તાજી ભેટ છે.

જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે પણ ભગવન્  !

આજે મારો જન્મદિવસ છે અને એટલે આજનો દિવસ વિશેષ પ્રાર્થનાનો,

વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે ભગવન ! હું ધન, માન, કીર્તિ અને આરોગ્ય નથે માંગતો

પણ આ બધું મને મળે તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું

એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે, ભગવાન ! હું એમ નથી માગતો કે

મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પાડે

પણ એમ બને, તો સફળતા મને કૃતજ્ઞ બનાવે

અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે એ હું માગું છું.

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું,

દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું,

રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું.

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યુ6 છે એમ કહી શકું—એ હું માગું છું.

(‘પરમ સમીપે’માંથી)

 

સ્વાસ્થ્યની ચાવી

માંદગી કોઈ ખાનગી ગરબડનું બીજું નામ છે. ખરી ગરબડ મનમાં શરૂ થાય છે. શરીર તો એ ગરબડની ચાડી ખાય છે. ભવિષ્યમાં વિજ્ઞાન એવું જરૂર સાબિત કરશે કે માણસના ઘણાખરા રોગો દ્વેષમૂલક, ઈર્ષામૂલક અને વેરમૂલક હોય છે. ક્ષમા, ઉદારતા રોગશામક છે. પ્રેમ રોગમુક્ત થવામાંમદદરૂપ થાય છે. શાંતિ આરોગ્ય માટે અત્યંત ઉપકારક છે. એક વિચારક કહે છે કે : “તંદુરસ્તી જો દવાની બોટલમાં મળતી હોય તો દરેક જ્ણ તંદુરસ્ત હોય.”

તન નિરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલં વેદના ઋષિઓએ પ્રાર્થના કરેલી, “                                             ભગવાન ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર રહો.”

રોગ કંઈ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યે આવે અને રહી પડે, રોગને પણ સ્વમાન હોય છે. ટેક્નોલોજી આપણને સગવદપૂર્વક બેઠાડુ બનાવે છે. અને બેઠાડુ માણસ રોગની સગવડ પૂરી પાડતો રહે છે. બેઠાડુ માણસનું તખ્ખલુસ ‘બંધકોશ બંદોપાધ્યાય’ હોવું જોઈએ. તમે એને ઘણીવાર મળી ચૂક્યા છો. હેલ્થ ઈન્સ્યુરન્સનું પ્રિમિયમ કેટલું? નિયમિત કસરત અને માફકસરનો આહાર ! કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે તાતા છો, ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમ બિરલા છો. કોઈ ખોટી નિંદા કરે ત્યારે પણ તમે સ્વસ્થ રહી શકો તો માનવું કે તમે કુબેર છો. કોઈને છેતરતી વખતે ખચકાટ થાય તો માનવું કે તમે સજ્જન છો. જો ઘણુંખરું આનંદમય રહેતા હો તો તમે ‘તમે’ છો.

–ગુણવંત શાહ

*********

દીર્ઘ શ્વાસોચ્છવાસથી ફેફસાં તંદુરસ્ત બનશે, આયુષ્ય વધશે,

નિત્ય વ્યાયામ કરો, તેનાથી પાચનક્રિયા તથા લોહીની ભ્રમણશક્તિ સુધરશે.

************************************************************

પ્રેરક પ્રસંગ

એક બહેન મંદિરના બારણે બહાર ઊભી રોતી હતી, એને મંદિરમાં જતાં રોકવામાં આવી તેથી. એટલામાં ચૂપચાપ એક માણસ, એની પાસેઆવીને ઊભો રહી ગયો. કોણ જાણે ક્યાંથી અકસ્માત આવી ચડેલો. એ સાવ સીધો, શા6ત, ઓછા બોલો હતો. મંદિરની બહાર પેલી બહેન પાસે ઊભો રહ્યો. મંદિરમાં જોરશોરથી મંત્રપાઠ ચાલે, અહીં બહાર સ્ત્રીનું રૂદન ચાલુ.

“ કેમ રડો છો બહેન?” પેલા ભાઈએ બહેનને કોમળતાથી પૂછ્યું. ડુસકાં ભરતાં બહેને કહ્યું, “મને મંદિરમાં જવા નથી દેતા” પેલી શાંત વ્યક્તિએ કહ્યું, “બહેન એમાં કાંઈ રોવાનું કારણ નથી. એમ તો મને પણ અંદર નથી જવા દેતા. તમે એકલા જ બહિષ્કૃત નથી.”

પેલી બહેને રડમસ અવાજે પૂછ્યું, “ પણ તમે—કોણ છો? ” “ હું એ જ છું. લોકો માને છે કે આપણે આને ગર્ભગૃહમાં કેદ કર્યો છે અને લોકો માને છે કે આપણે આની પૂજા કરીએ છીએ. એ હું જ ભગવાન છું.મને આ લોકોએ મંદિરમાંથી બહાર કાઢી મૂક્યો છે.”

********

પ્રેરણા

બધી ફિલસૂફી બે શબ્દોમાં જ સમાઈ જાય છે ‘ જીવતાં રહો અને સંયમ આચરો ‘(એપિરેક્ટસ) પણ વધુ સારી રીતે કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે: ‘સંયમ આચરો, અને જીવતા રહો !’

***********

હાસ્યોપચાર

તેને અનિદ્રાની એટલી ભયંકર તકલીફ થઈ ગઈ છે કે ઓફિસમાં પણ તે હવે ઊંઘી શકતો નથી.

આંખોને સારી રાખવા માટે સામાન્ય સંભાળ

*આંખ ઉપર કામનો વધુ પડતો બોજો ન આવે તેમ સંભાળો.

*ભારે પ્રકાશ કે પૂરતા પ્રકાશ વિના વાંચશો નહીં .

*રાતના ઉજાગરા, ચાલુ ગાડીએ વાંચવાની ટેવ , ધુમાડિયું વાતાવરણ, મેલા-ગંદા ટુવાલ કે રૂમાલનો આંખ લુછવામાં ઉપયોગ ન કરવો. વધુ પડતી ફિલ્મો અને ટી.વી. જોવાથી આંખ જરૂર બગડે છે.

*આંખ જેવા નાજુક અવયવમાં ગમે તેવા સુરમા, બજારૂ કાજલ, મેશ, મોરથુથુ, કેલોમસ—પાટો, સિંદૂર વગેરે આંજશો નહીં.

*આંખની પાંપણ પૂરા પલકારા માર્યા સિવાય એકીટશે કોઈ વસ્તુને જોયા કરવાની ટેવથી પણ આંખો ખરાબ થાય છે.

*બિનજરૂરી શોખનાં ચશ્માથી પણ આંખો બગડે છે.

*ધૂળ-કચરો કે કાંકરી પડે તેવું લાગે ત્યારે ગોગલ્સ પહેરવા.

*લીલોતરી, હરિયાળો પટ જોવાની ટેવ પાડો, આંખનું તેજ ટકશે.

*નજીકનું વંચાય નહીં કે કાળા પાટિયા ઉપરનું બરાબર દેખાય નહીં તો તરત આંખના ડૉક્ટરની સલાહ લેવી.

*વાંચતા લખતા આંખ થાકી જાય ત્યારે થોડી વાર આંખ બંધ કરીને તેને આરામ આપો.

*આંખને હંમેશા ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડો.

*સૂર્યગ્રહણ સામે જોવાથી કાયમી દૃષ્ટિ જતી રહે છે.

*આંખની બરબાદી અટકાવવા પેટ સાફ આવે તેવી ચીવટ રાખો.

*હોજરીમાં ગરમી કે ખટાશ વધી જવાથી આંખો ઉઠી આવે છે.

 

*આંખમાં દાહ, વેદના સાથે પાણી ટપકતું હોય, આંજણી, ખીલ કે અન્ય ફરિયાદ હોય ત્યરે આંખમાં દવાઓ ઠાલવવાને બદલે પાચનક્રિયા સુધારવા તરફ ખાસ ધ્યાન આપો. કીલા શાક, કચુંબર, ભાજીઓ, મગ, મગની દાળનું ઓસામણ અને ભાત જેવો હળવો ખોરાક લેવો. બને તો એક-બે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે.

****************************************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,417 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: