શાંત તોમાર છંદ–29

SH-29

શાંત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી/ રમણીક સોમેશ્વર

મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 58-59

દોહરો

તુલસી ઈસ સંસારમેં, પાંચ રતન હૈ સાર I

સજ્જન સંગતિ, હરિભજન, દયા, દૈન્ય, ઉપકાર II

–તુલસીદાસ

=======

આરત

જ્ઞાનદેવ ઈશ્વરને કહે છે:

“પ્રભુ, હું એક સામાન્ય પતિત જીવ છું.

એ વાત ખરી;

પરંતુ તારો મુદ્રાંકિત ભક્ત છું.

ઝંડાનું ચીથરૂં તે વળી શું?

પરંતુ એની પ્રતિષ્ઠા સારુ

રાજાને યુદ્ધ ખેલવાં પડે છે.

કાગળની ચબરખીની શી વિસાત?

પણ રાજાની સહી હોવાથી

રાજાની કિંમત જેટલી એની કિંમત ઠરે છે.

એ જ સ્થિતિ મારી છે.

હું તારો યશ ફરકાવનાર ઝંડો છું.

હું તારી આજ્ઞા જાહેર કરનારો આજ્ઞાપત્ર છું.

એની પ્રતિષ્ઠા જાળવવાનું તારે માથે છે.”

(‘જ્ઞાનદેવ ચિંતનિકા’માંથી)

=========================================

દૃષ્ટાભાવ

રમણ મહર્ષિ આ યુગના એક સાક્ષાત્કારી સંત થઈ ગયા. પ્રશ્નોત્તરી રૂપે તેઓ સાધકોને માર્ગદર્શન આપતા. એમનું એક એક સૂત્ર એટલે ગાગરમાં સાગર. ‘આત્મસાક્ષાત્કાર ક્યારે થઈ શકે? ’ એવા એક પ્રશ્નનો સાવ ટૂંકો જવાબ આપતાં એમણે કહ્યું: “ જ્યારે જે જગત દેખાય છે એ અદૃશ્ય થશે ત્યારે જે દૃષ્ટા છે તે

‘ આત્મા’નો સાક્ષાત્કાર થશે,”

મહર્ષિના આ સૂત્રને સમજી લઈએ તો જીવનમાં સુખનો અનુભવ તો જરૂર થાય. અંધકારમાં દોરડીમાં સાપ દેખાય અને આપણે એને સાચો સાપ માની ભય પામીએ, પણ જેવું સાપનું મિથ્યાપણું સમજાય કે ભય દૂર થાય. એ જ રીતે જગતનું મિથ્યાપણું સમજાય કે મૂળ આત્મરૂપ સત્યનો સાક્ષાત્કાર થાય. ‘દુનિયા દેખાતી બંધ ક્યારે થાય?’ મહર્ષિજી કહે છે, ‘જ્યારે મન કે જે સર્વ ક્રિયાઓ અને જ્ઞાનનું કારણ છે તે શાંત થાય ત્યારે દુનિયા અદૃશ્ય થાય.’ તો ફરી પ્રશ્ન થાય કે ‘મન શાંત કેવી રીતે થાય.? ’  મહર્ષિજીનો જવાબ છે. ‘હું કોણ છું ? ની તપાસ દ્વારા મન શાંત થાય.’

ટૂંકમાં કહીએ તો સદાય આત્મભાવમાં રહીએ, ‘હું કોણ છું ? ‘ એ પ્રશ્નનું ઊંડું ચિંતન કરીએ તો બીજા વિચારો આપોઆપ અળગા રહે. મહર્ષિજી કહે છે, ‘ગમે તેટલા વિચારો આવે એનો કોઈ વાંધો નહીં, જેવો દરેક વિચાર ઉદ્ ભવે ત્યારે ખંતથી પૂછવું: “ વિચાર કોને આવ્યો છે?’જવાબ મળશે ‘મને’તેથી કોઈ પૂછે: ‘હું કોણ છું?’તો મન તેના મૂળમાં જશે, અને જે વિચાર ઉદ્ ભવ્યો તે શાંત થશે. આવી રીતે વારંવાર મહાવરાથી મન તેના મૂળમાં જશે, અને જે વિચાર ઉદ્ ભવ્યો તે શાંત થશે. આવી રીતે વારંવાર મહાવરાથી મન તેના મૂળમાં રહેવાનું કૌશલ્ય સિદ્ધ કરશે.” ભલે એ વાત એટલે સહેલી નથી પણ સતત પ્રયત્નથી, મહાવરાથી જરૂર આગળ વધી શકાય છે.આપણા બધા દુ:ખોનું નિવારણ આ સાક્ષીભાવ, દૃષ્ટાભાવ છે.ચાલો, આપણે તે કેળવવા પ્રયત્ન કરીએ.

—રમેશ સંઘવી

પ્રેરક પ્રસંગ

એક વખત  એક માણસ ગ્રીસ દેશના મોટા તત્ત્વજ્ઞાની ડાયોજિનીસ પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો: ‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું; તેમની સાથે તત્ત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’

ડાયોજિનીસ ધીમે સ્વરે બોલ્યા: ‘એમ? ! મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું; તેમની સાથે ઘણી ઘણી વાતચિત પણ કરી છે. પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’

*****

 

પ્રેરણા  

ઉપનિષદમાં  એક કથા છે. ભગવાન કોઈના પર પ્રસન્ન થયા. કહ્યું: “ વરદાન માગ.”

ભક્તેકહ્યું: “ પ્રભુ, હું શું માગું? હું શું જાણું? તમ તો બધુંય જાણો છો, તેથી મારે માટે જે ઉચિત હોય, તે તમે જ આપોને !”

અને તે ભક્ત પરીક્ષામાં પાસ થઈ ગયો. આપણે માટે શું ઉચિત છે તે ઈશ્વર જાણે જ છે. માટે સકામ પ્રાર્થના ન કરીએ.

–વિનોબા ભાવે

========

પમરાટ

રજ માત્ર મલિનતા પ્રભુ સાંખી

શકતો નથી, એટલે એ રોજ

પુષ્પોને ઝાકળથી ધૂએ છે.

–રવીન્દ્રનાથ ઠાકુર

**********************************************

પથ્ય

આપણી ખોરાકી ભૂખઘેલછા ઘટી જાય અને માત્ર સાચી ભૂખ જ આપણને નસીબ થાય અને જે મનવીને આવો અનુભવ થાય તે ધનભાગી જ છે. આપણે જીવવા માટે ખાવું છે કે ખાવા માટે જેવવું છે તે તમે જાતે નક્કી કરી લો, પરંતુ તે જીભને નહીં—જઠરને પૂછીને !

ડૉ.એમ.એમ. ભમગરા

*****

એક દાદા અમને મળવા આવ્યા અને પૂછવા લાગ્યા કે  ‘‘મારો જઠરાગ્નિ મંદ પડી ગયો છે. તેથી પહેલાં કરતાં  અડધો જ ખોરાક લઈ શકાય છે.” તો તમે અડધો જ ખોરાક લો. તો તેઓ કહે છે કે તો ખૂબ અશક્તિ આવી જાય છે. અમે કહ્યું તો તમે જેટલી શક્તિ હોય તેટલી જ પ્રવૃત્તિ કરો.

–યોગભિક્ષુ

——————————————————————-

હાસ્યોપચાર

દરદી: “ડૉક્ટર સાહેબ, મારા તો મોતિયા મરી ગયા છે. જિંદગીમાં આ મારું પહેલવહેલું ઓપરેશન છે.”

દાક્તર: “ તમને શું થતું હશે તે હું કલ્પી શકું છું. મારું પણ આ પહેલું જ ઓપરેશન છે !”

*****

ફૂલોમાં જે સ્થાન સુગંધનું છે.

ફળોમાં જે સ્થાન મીઠાશનું છે,

ભોજનમાં જે સ્થાન સ્વાદનું છે

–એવું જ સ્થાન જીવનમાં સદાચારનું છે.

–શ્રીદેવહરવા બાબા

*******************************************************

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: