શાંત તોમાર છંદ–22

SH-22

શાંત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 44-45

આરત

 

પરમ પ્રભુ !

શાંત રહેવાનું અમને શીખવ

જેથી શાંતિમાં અમે તમારી શક્તિ ગ્રહણ કરીએ,

અને તારા સંકલ્પને સમજીએ.

ઓ પ્રભુ ! ઓ શાશ્વત ગુરુ !

કૃપા કર કે આ સર્વ નિરર્થક ન થાય,

કૃપા કર કે દિવ્ય શક્તિનો અખૂટ ધસમસતો પ્રવાહ

પૃથ્વી પર વ્યાપી જાઓ, અને

તેના મુશ્કેલીભર્યા વાતાવરણમાં,

મથામણ કરતી શક્તિઓમાં

યુદ્ધે ચઢેલાં તત્ત્વોની હિંસક અંધાધૂંધીમાં ઊતરો;

કૃપા કર કે તારા જ્ઞાનનો વિશુદ્ધ પ્રકાશ અને

તારા આશીર્વાદનો અખૂટ પ્રેમ મનુષ્યોના હ્રદયોને ભરી દો,

તેમના આત્મામાં ઊતરો,

તેમની ચેતનાને પ્રકાશિત કરો,

અને આ અંધકારમાંથી, તારી પ્રભાવી હાજરીની ભવ્યતા લઈ આવ.

ઓ પ્રભુ ! એકી વખતે આનંદપૂર્ણ અને ગંભીર–

ભક્તિ સાથે હું તારા પ્રતિ વળું છું

અને હું તને આજીજી કરું છું:

તારો પ્રેમ અભિવ્યક્ત થાઓ તારું શાસન સ્થપાઓ

તારી શાંતિ જગતનું શાસન કરો.

–શ્રી માતાજી

*********************************************

દોહરો

તીન બાતેં બંધન બંધે, રાગ,દ્વેષ, અભિમાન I

તીન બાતેં બંધન ખૂલેં, શીલ, સમાધિ, જ્ઞાન II

–સત્યનારાયણ ગોયન્કા

******

  આજ આજ ભાઈ અત્યારે

જેને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું છે, જેને ઉન્નતિની કામના છે તેને પોતાનો થોડો પણ સમય વેડફી દેવાનું બિલકુલ પાલવે નહીં. સમય તો સરી જતી રેતી જેવો છે. જો સાવધ ન રહીએ તો હાથમાંથી સરકી જાય. તેથી જ સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું કે : “ ક્ષણને અને કણનેબચાવીને જ માણસ સુખી થઈ શકે છે.”

જેમ કોઈપણ ખાલી જગ્યા હવા વિનાની હોતી નથી તેમ માણસનું ચિત્ત પણ વિચારો વિનાનું હોતું નથી. સારા કે નરસા વિચારો તેમાં ઘૂમ્યા કરે છે. તેથી જાગૃતિપૂર્વક ચિત્તને જોવું અને સાંભળવું જોઈએ. સુભાષિતકારે કહ્યું છે, “  રોગ,સર્પ, અગ્નિ અને શત્રુને નાના કે નજીવા સમજીને તેની કદી ઉપેક્ષા ન કરવી.” એ જ રીતે મનમાં પ્રવેશતા દૂષિત વિચારોની ઉપેક્ષા પણ જોખમી છે. જીવનની એકવિધતાથી કંટાળેલું મન ઘણીવાર બેચેની કે ઉદાસીનતાના ભાવો અનુભવે છે. સારું વાચન, કોઈ સદ્ કાર્ય  કે સત્ સંગતમાં સમય ગાળી તે વખતે આપણે મનને શેતાનનું કારખાનું થતાં બચાવી લેવું જોઈએ.

જીવનમાં પ્રેરણા મળે, ઉત્સાહ વધે, કંઈક નવું સર્જન થાય, આપણો વિશ્વાસ વધે, કોઈને ઉપયોગી થવાય એ રીતે આપણા સમયનું આયોજન કરીએ. નિંદા, કૂથલી કે વ્યસનોમાં ગાળેલો સમય એ તો ચિત્તની બેહોશી છે.

દરેક આજ નૂતન છે, દરેક સમય નવો છે, દરેક દિવસ નિરાળો છે. આપણા હાથમાં રહેલી ક્ષણની અનન્યતાને સમજીએ. પછી ઉપર કોઈ કામ ઠેલશો નહીં, હાથમાં આવેલી અમૂલખ ક્ષણને એળે જવા દેશો નહીં. જીવનની સાચી પ્રસન્નતાનું એ જ રહસ્ય છે. ‘આજ આજ ભાઈ અત્યારે-’

એ સૂત્ર આપણો જીવનમંત્ર બની રહો.

–રમેશ સંઘવી

**********************************************************

પ્રેરક પ્રસંગ

એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?  ધર્મગુરુએ સલાહ આપી :“ ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ.” આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં, સ્ત્રી-પુરુષ સહુ આવ્યાં. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મશ્કરી કરી, “વરસાદનું ઠેકાણું નથી, અને જુઓ આ છોકરી તો છત્રી લાવી છે !” એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી: “તમે જ શીખવો છો કે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું ! ” પ્રાર્થના તો આપણે સહુ કરીએ છી, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા?

*********

રોજબરોજના જીવનમાંથી દૈવી જીવન બનાવવાની

પ્રક્રિયાનું નામ જ યોગ છે. યોગનો ઉદ્દેશ આપણા

અસ્તિત્વના સર્વોચ્ચ લક્ષ્યને વેગવાન બનાવવાનો છે

–ગાંધીજી

=========

પથ્ય

હું કબૂલ કરું છું , ‘ પ્રકૃતિ તરફ પાછા વળો’ એ  વાક્યના અર્થને હું પૂરો સમજી શક્યો નહોતો; એ માટેની મારી ઈચ્છાના અભાવે નહીં પરંતુ મારા અજ્ઞાનના કારણે.અને હવે હું ભારતના લાખો ગરીબોને અનુરૂપ એવી કુદરતી ઉપચારની પદ્ધતિની રચના માટે પ્રયત્નશીલ છું. પૃથ્વી, પાણી, પ્રકાશ, હવા અને મહાઅવકાશના ઉપયોગમાંથી ઉત્ક્રાંત થતી આ ઉપચાર પદ્ધતિના પ્રચારમાં મારી જાતને જોડવા પ્રયત્ન કરું છું. એ સ્વાભાવિક રીતે જ માણસને એવી સમજ પ્રતિ દોરે છે કે બધા રોગોની એક માત્ર દવા સાચા હ્રદયથી પોકારવામાં આવતું ઈશ્વરનું નામ છે. જેને અહીં લાખો લોકો રામ અને બીજા લખો લોકો અલ્લાહના નામથી જાણે છે. હ્રદયપૂર્વકના આ નામ સ્મરણમાં કુદરતે મનુષ્ય માટે બનાવેલા નિયમોના પહેચાન અને અનુસરણનો કૃતજ્ઞતાભર્યો ભાવ રહેલો છે. સમજણની આ ગાડી મનુષ્યને એવા તારણ તરફ દોરે છે કે ઈલાજ કરતાં આગમચેતી સારી. તેથી મનુષ્યે સ્વચ્છતાના નિયમો જેવાં કે મન, શરીરને પર્યાવરણની સ્વચ્છતાના  નિયમોને જાળવણી માટે આગળ આવવું જોઈએ.

–મહાત્મા ગાંધી

=========

હાસ્યોપચાર

દાકતર સાહેબ, દાકતર સાહેબ ! હું માઉથ ઓર્ગન વગાડતો હતો અને ઓચિંતાનો એને ગળી ગયો!

“ હશે, આપણે તો કોઈ પણ બાબતની ઉજળી બાજુ જોવી.—ધારો કે તમે મોટો પિયાનો વગાડતા હોત તો?”

***********

પમરાટ

આપણે આ દુનિયામાં એકમેકનું અસ્તિત્વ

ઓછામાં ઓછું વિષમ બને એ માટે જ જીવવું જોઈએ.

–જ્યોર્જ એલિયેટ

**************************************************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “શાંત તોમાર છંદ–22
  1. જગદીશ બારોટ કહે છે:

    રમેશભાઇ હું કેનેડાથી જગદીશ બારોટ છું. નમસ્તે. આ વેબપેજ વાંચી અનહદ આનંદ થયો. આભાર. આટલે દૂર આવાં અમૃત પીવા મને અને એ પણ વિના મૂલ્યે. આ એક મોટી સેવા છે. ખુબ ખુબ આભાર. શાંત તોમાર છંદ એટલે શું? અને હા શાસ્વત ગાંધીનો આખો સેટ એક મિત્રએ ભેટ મોકલી આપ્યો છે. વાંચીને ધન્યતા અનુભવુ છું.ગાંધીને અમારા સુધી પહોંચાડવા બદલ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: