આપણે ભૌતિક સુખને સાચું સુખ માનવાની ભૂલ કરીએ છીએ./અમૃત મોરારજી

AKHAND AANAND/ NOVEMBER2017

આપણે ભૌતિક સુખને સાચું સુખ માનવાની ભૂલ કરીએ છીએ./અમૃત મોરારજી

(અખંડ આનંદ ઓક્ટોબર-નવેમ્બર,2017 /પાના: 173-174)

લગભગ મોટા ભાગના લોકોને મન સુખ એટલે અપાર ધન, બંગલા, ગાડી, જમીન, લીલીછમવાડીઓ, વહુમાં વિવિધ ક્ષેત્રે સત્તા, માન-સન્માન, વેપાર—ધંધા  અને મૂડી રોકાણમાં મોટી સફળતા.ઉપરાંત ઘણાંનેપોતાના શરીરની શક્તિ, શક્તિનું અભિમાન, આ બધું પણ સુખના સાથી લાગે છે. મતલબ ભૌતિક સુખને વધુ મહત્ત્વ આપે છે. જો કે જીવન સહિત આ બધું જ ક્ષણભંગુર છે.

કેટલાક સંતોષી, શાંતિપ્રિય, સહનશીલ, સમજદાર અને બુદ્ધિશાળી માણસો હોય છે, જેઓને આવી મૃગજળ સમાન ભૌતિક સંપત્તિનું જરાય આકર્ષણ હોતું નથી. જીવન જીવવા માટે જરૂરીધન, ઘર અને અન્ય ચીજો  તેઓ જરૂરત મુજબ જ પરિશ્રમ, પ્રામાણિકતા અને સંતોષથી પ્રાપ્ત કરી સાચા સુખને પામે છે.

સુખ માટેની મારી વિભાવના પણ એવી જ છે. માણસ અજય અમર નથી અને જીવન જીવવા માણસને શું વધુ જોઈએ? નાનું પેટ ભરવા કેટલો ખોરાક જોઈએ? ઘણો ઓછો. ગમે તે પાત્રમાં સાદું ભોજન કરી શકાય, તો પછી એ પેટ ભરવા માટે ખોટી વેઠ અને થકવી નાખતી મહેનત શા માટે? સાદો અને તંદુરસ્તી સાચવતો ઓછો, જરૂરી ખોરાક લઈ, તંદુરસ્ત રહી સુખી કેમ ન રહીએ? જીભને સ્વાદની ક્ષણિક મોહની ભોગી શા માટે બનાવવી? તંદુરસ્ત તન જ ઔથી મોટું ધન અને સુખ છે. બસ, મારી તો આજ છે વિભાવના. માનવીએ જ્ઞાન મેળવવામાં પણ ખોટો આડંબર, દેખાવ ન કરવો અને સરળતાથી જ્ઞાન મેળવી અન્યને આપવું, જે ભલે આપણને દુ:ખમય લાગે. પણ મને એમાં જ સાચાં સુખનાં દર્શન થાય છે.

ભ્રષ્ટાચાર કરી ધન મેળવવું અને સજા થાય ત્યારે જેલની ઓરડીમાં પીડામય જીવન જીવવું પડે છે. એ જીવન શું કામનું? મારા મતે તો મારા ઘરમાં આઝાદીથી મીઠી ઊંઘ માણવી એ જ જીવનનું સાચું સુખ. સાચું સુખ કોઈને અન્નદાન, રક્તદાન, જીવનદાન અને ધર્મજ્ઞાન આપવામાં છે. સુખની આ પરિભાષામાં જ હું સાચા સુખને નિહાળું છું, માણું છું.

આપણાં શક્તિ, સફળતા, જ્ઞાનનું સન્માન ભલે ન થાય, આપણે આપણી સારી સાર્થક, પ્રવૃત્તિ, સામાજિક સેવા, યથાશક્તિ ચાલુ રાખવી. કોઈ પ્રમાણપત્ર પુરસ્કારની આશા ન રાખવી. સામાજિક, માનવસેવાનું સાચું સુખ આપણને આવી ઉદાર ભાવનાથી જ મળે.

કાયદા—કાનૂનનો ભંગ કરી, ધંધામાં વધુ નફો રળવો. શ્રમિકોના કલ્યાણ-હિતને ભૂલી તેમને અન્યય કરી આપણી તિજોરી જ ભરવનો સ્વાર્થ પણ અનૈતિક છે. આવી અનૈતિક ભાવનાથી સાચું સુખ નથી મળતું. આમ કરવાથી ભલે આપણી તિજોરી ભરાય, આત્મા દુ:ખી જ રહેવાનો. સરકારના કાયદાનું પાલન કરી, કરવેરા ભરીએ, કાળા નાણાં ભેગા ન કરીએ તો સરકારના મદદગાર બની દેશની સેવા કરવાનું સાચું સુખ મેળવી શકીએ. એ જ પ્રમાણે શ્રમિકોને તેમના હકનું યોગ્ય વળતર આપી રાજી રાખીએ તો શ્રમિક સેવા કરવાનું સાચું સુખ મેળવી શકીએ. શ્રમિકો માટેના મારા આ વિચારો-ભાવના મને સાચું સુખ આપે છે.

આમ આપણે સાચું સુખ મેળવવાનો સાચો માર્ગ ભૂલી અવળા માર્ગે ભટકી ગયા છીએ. જેની અસર લોકજીવન, સામાજિક જીવન અને સમગ્ર દેશને થાય છે. દેશમાં હિંસા, ક્રૂરતા, વિવિધ ગુનાઓ, અકસ્માતો અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે. આ બધાં અનિષ્ટોનું મૂળ કારણ આપણે આપણું સાચું સુખ શેમાં છે તે નથી સમજી શકતા તેમાં છે. ભારત મહાન પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે. સાહિત્ય, તત્ત્વજ્ઞાનીઓ પાસેથી આપણે સાચા સુખનું તમામ મહાજ્ઞાન મેળવી શકીએ તેમ છીએ. પણ તે મેળવવાની સાચી ભાવના અને દૂરદર્શિતા જરૂરી છે.

***મોગરવાડી પાસે, હનુમાન ફળિયા, પારડી સાંઢપોર, ડાયમંડ કંપની નજીક, વલસાડ(ઈસ્ટ) 396001

મો.: 9429346387

————————————-

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: