શાત તોમાર છંદ-21

SHANT TOMAAR CHHAND-21

શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી/ રમણીકસોમેશ્વર/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી

રોજેરોજની ચિંતન યાત્રા

પાના: 42-43

દોહરો

રહિમન દેખી બડનકો, લઘુ ન દિજીએ ટારી

જહાં કામ આવે સૂઈ, ક્યા કરે તલવારી

–રહીમ

*******

આરત

આ દુનિયામાં એવા અસંખ્ય લોકો છે, જેમને ઘર નથી કે પોતાનું કહેવાય એવું કુટુંબ નથી. જેઓ છેકછેવાડે રહેલા છે કે સમાજથી તિરસ્કૃત થયેલા છે. જેઓ અંધ કે બધિર છે, કે અકસ્માત અથવા રોગમાં જેમણે અંગો ખોયાં છે.

જેઓ ઉઘાડાં મેદાનોમાં , ફૂટપાથ પર, ખૂણે ખાંચરે જેમ તેમ દિવસો વિતાવે છે, ઠંડી અને વરસાદમાં થથરે છે, ઉનળામાં દાઝે છે, ભૂખના કારમા દુ:ખમાં વ્યાકુળ રહે છે.

જેઓ અસાધ્ય રોગથી ઈસ્પિતાલના બિછાને પડેલા છે. જેઓ જેલમાં છે અને કરેલા કે ન કરેલા ગુનાની સજા ભોગવે છે. જેઓ ગુપ્ત ભયોથી ભરેલા અને દુર્દમ્ય ટેવોથી જકડાયેલા છે. માંદગી કે નબળાઈએ જેમને સમૂહથી અળગા પાડી દીધા છે, જેમણે પોતાના પ્રિયજનોને કોઈક રીતે ગુમાવ્યાં છે અને આ પળોમાં જેઓ તીવ્રપણે એકલતા અનુભવે છે.

આ સહુ માટે હું પ્રાર્થના કરું છું.

(‘પરમ સમીપે’માંથી)

**************************************************

પરોપકાર

ધર્મ અને અધર્મ ની સાદી, સરળ છતાં સચોટ વ્યાખ્યા આપતાં સંત  કવિ તુલસીદાસજીએ કહ્યું છે:

“ પરહિત સરિસ ધરમ નાહિ ભાઈ, પરપીડા સમ નાહિ અધમાઈ ”

બીજાનુ6 ભલું કરવું તે ધર્મ, બીજાને પીડા થાય તેવું કરવું તે પાપ. કબીર સાહેબ આ વાત જરા જુદી રીતે કહે છે:

“કબીર કહે કમાલ કૂં, દો બાતાં શીખ લે

કર સાહિબ કી બંદગી, ભૂખે કો અન્ન દે.”

ઈશ્વરની પ્રાર્થના અને ભૂખ્યાને ભોજન. પરોપકારનો મહિમા અહીં પણ છે.

ચીનના મહાત્મા કન્ફ્યુશિયસ એમના ડહાપણ અને તત્ત્વબોધ માટે જાણીતા.

ચીનના રાજાએ એક દિવસ તેમને કહ્યું: “ કન્ફ્યુશિયસ મને એવા માણસ પાસે લઈ જા.જે સાચે જ મહાન હોય.” કન્ફ્યુશિયસ કહે એ માટે બહુ દૂર જવાની જરૂર નથી.’આપ પોતે જ મહાન છો, કારણ કે સત્ય જાણવાની ઈચ્છા કરે છે તે મહાન જ છે.’ રાજા કહે ‘ મને મારાથી પણ મહાનહોય તેવા માણસ પાસે લઈ જા.’ કન્ફ્યુશિયસકહે, ‘ એ માટે પણ દૂર જવાની જરૂર નથી. હું પોતે જ આપની સામે ઊભો છું. જે સત્યને ચાહે છેતે વધુ મહાન છે.’ રાજા વિચારમાં પડી ગયો. આવી વાત તેણે કદી સાંભળી નહોતી.એ કહે, ‘તો પછી મને તારાથી વધુ મહાન હોય એવા માણસ પાસે લઈ જા.’ કન્ફ્યુશિયસ રાજાને ગામ બહાર એક અવાવરુ જગ્યામાં લઈ ગયો. જ્યાં એક વૃદ્ધ માનસ કૂવો ખોદી રહ્યો હતો. કન્ફ્યુશિયસ કહે, ‘આ માણસ સૌથી મહાન છે. તે વૃદ્ધ છે, દુર્બળ છે છતાં પરોપકાર માટે આ ઉંમરે પરિશ્રમ કરી કૂવો ખોદે છે અને એમાંથી આનંદ મેળવે છે.’ સત્યને જે આચરણમાં મૂકે છે તે મહાન છે. બીજા માટે ઘસાય છે તે મહાન છે. તેથી રવિશંકર મહારાજ કહેતા કે ‘ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ.’

પરોપકર અર્થે વપરાતી ક્ષણો જીવન—ઊર્જાને પ્રસન્નતાના તરંગોથી સભર બનાવે છે. સ્વાસ્થ્ય માટે પણ એ અત્યંત જરૂરી છે.

–રમેશ સંઘવી

===========================================

પ્રેરક પ્રસંગ

ડુંગરનું ચઢાણ આકરું હતું. યાત્રાળુના મોં પર થાકનાં ચિહ્ નો દેખાતાં હતાં. બધાંની સાથે બારેક વરસની એક છોકરી પણ ચડતી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈને દયા આવી, પૂછ્યું, “  અલી છોડી, આ છોકરાને ઊંચકીને ચડે છે, તે તને ભાર નથી લાગતો?”

છોકરીએ જવાબ આપ્યો, “  ભાર !—ના રે, એ તો મારો ભાઈ છે!”

–સનતકુમાર ભટ્ટ

=========

પ્રેરણા

શિષ્યે પૂછ્યું : “ પરમાત્મા સર્વત્ર છે—તે સમજાતું નથી. શી રીતે સમજવું?”

ત્યારે ગુરુ દાખલો આપી સમજાવવા લાગ્યા: “ આ પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું નાખ અને ઉપરથી પાણી ચાખી જો. કેવું લાગે છે?”

“ખારું” શિષ્યે કહ્યું.

ગુરુએ વળી પૂછ્યું: “ જરા વચ્ચેનું પાણી ચાખી જો તો?”

“એ ય ખારું લાગે છે.”

પણ પાછું ગુરુએ કહ્યું : “હવ નીચેના ભાગનું પાણી ચાખી જો, કેવું લાગે છે?” “ એય ખારું જ લાગે છે.” ત્યારે ગુરુએ સમજાવ્યું: “ જેમ પાણીમાં મીઠું દેખાતું નથી, પરંતુ એ ખારું લાગે છે એટલે એમાં મીઠું છે જ. એ જ રીતે ભગવાન પણ દેખાતા ન હોય તો પણ સર્વત્ર બિરાજમાન છે જ.”

–વિનોબા ભાવે

=============================================

પથ્ય

દવાને બદલે પોતે કુદરતી મદદથી જ રોગને દૂર રાખવા તે બહુ લાંબો સમય લેશે. કારણકે, ડૉક્ટરી વિજ્ઞાને આપણામાં ડર પેદા કરી દીધો છે, તેને લઈને આપણે અત્મવિશ્વાસ ગુમાવી બેઠા છીએ. આપણા મન-શરીરને તેણે ઔષધિ પર અકુદરતી ભૌતિક આધાર રાખવાની ટેવ પાડી દીધી છે અને તે ટેવને તેણે આપનો બીજો સ્વભાવ બનાવી મૂક્યો છે.

*******

દવા આપણાં શરીર માટે માત્ર રોગમાં જ જરૂરી છે. કારણ કે આપણા શરીર દવાઓ સિવાય સાજા ન થવાની કળા શીખી ગયાં છે. છતાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે જ્યારે ડૉકટરો અમુક દરદીને નિરાશાજનક ગણીને છોડી  દે છે, તે જ ક્ષણને કુદરત સાજો નરવો બનાવી દેવા માટે પસંદ કરે છે.

–શ્રી અરવિંદ

************

હાસ્યોપચાર

“મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો? “ સાહેબે પોતાના નવયુવાન કર્મચારીઓ પૈકી એકને પૂછ્યું.

“હા જી.”

“બસ, ત્યારે તો બધું બરાબર છે.” સાહેબે કહ્યું, “ગઈ કાલે તમે તમારા દાદાની અંતિમક્રિયા કરવા માટે ગયા પછી કલાકેક બાદ એ તમને મળવા અહીં આવેલા.”

*********

તમે એકલા નથી તે વાત કદી ભૂલશો નહિ. પ્રભુ તમારી સાથે છે અને તમને સહાય ને દોરવણી આપે છે. તે એવો સાથી છે જે તમને કદી તજતો નથી. તે એવો સન્મિત્ર છે જેનો પ્રેમ તમને આશ્વાસન અને બળ આપે છે. શ્રદ્ધા રાખો અને તે તમારા માટે દરેક વસ્તુ કરી લેશે.

–શ્રી માતાજી

*******************************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,821 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: