શાત તોમાર છંદ-13

SHANT TOMAAR CHHAND-13

શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીકસોમેશ્વર0મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી

રોજેરોજની ચિંતન યાત્રા

પાના: 26-27

દોહરો

ધર્મ પાલન મેં જહાં, જો જો બાધક હોય I

ચાહે જિતને પ્રિય લગેં, ત્યાગેં નિર્મળ હોય II

–સત્ય નારાયણ ગોયન્કા

*********

 આરત

રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે. બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે. તમને પ્રાર્થના કરવા હું મારા હ્રદયને શાંત કરું છુંમારા હ્રદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.

અલબત્ત, તમને  શબ્દોની કોઈ જરૂર નથી. તમે તો બધું જાણો જ છો. અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે. પછી કદાચ એની જરૂર ન રહે.

અનાદિ કાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ. અજ્ઞાન અને ઈચ્છાઓનાં બંદી છીએ. સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે. દુન્યવી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે. આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.

જીવન તો છે એક નિરંતર વહેતી નદી, કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.

પણ અમે વસ્તુમાં, વિચારોમાં, વલણોમાં અટકી પડીએ છીએ, ત્યારે સ્થગિત થઈ જઈએ છીએ. અમે જીવન સાથે વહી શકીએ, ભગવાન !

(‘પરમ સમીપે’માંથી)

************************************

   નિર્ભયતાની પગદંડી

એક નાનકડો છોકરો નિશાળમાં કોઈ એક સહપાઠી સાથે ઝગડ્યો હશે.ઘેર આવી મનોમન બબડવા લાગ્યો: ‘બદમાશ ! હરામખોર ! હુ6 તને મારી નાખીશ.’ મા સાંભળી ગઈ. કશું બોલી નહિ પણ છોકરાને પાસેના પહાડોમાં લઈ ગઈ. એક ઊંચા પહાડ પાર ચડી તેણે છોકરાને કહ્યું: ‘બેટા, તું ઘરમાં શું બબડતો હતો? અહી6 એ બધું છાતી ફાડીને બોલી નાખ. ‘ છોકરો પહેલાં તો શરમાયો પણ માએ આગ્રહ જારી રાખ્યો. સામે વિશાળ ખીણ પથરાયેલી હતી અને ત્યાર પછી ઊંચાં પહાડ માથું કાઢીને ઊભા હતા. છોકરાએ બૂમ પાડી કહ્યું: ‘બદમાશ !’ સામેથી એવો જ અવાજ આવ્યો:’બદમાશ !’ છોકરો બોલ્યો: હું તને મારી નાખીશ.’ જાણે સામેના પહાડો છોકરાને મારી નાખવા ધસમસતા હોય એવા પડછંદા પડ્યા:’તને મારી નાખીશ.’

છોકરો આ પડઘાનો નિયમ જાણતો હતો. પણ એ વખતે એ નિયમ તેના હ્રદયમાં ઘર કરી ગયો. માએ કહ્યું:’ બેટા, હવે જોરથી બોલ તો ! ભાઈ તું મને ખૂબ વહાલો છે.તારું ભલું થાય.’ સામેથી એજ શબ્દો ઉછળતા આવ્યા. માએ કહ્યું: ‘આ નિયમ કદી ન ભૂલતો.’

–મકરંદ દવે

*********

પમરાટ

હે ઈશ્વર,

મને તું પૈસા આપે તે કરતાં,

પ્રતિષ્ઠા આપે તે કરતાં,

પ્રેમ આપે તે કરતાં, સત્ય આપ.

–હેન્રી  ડેવીડ થોરો

**********

પથ્ય

અગ્નિ પર રાંધ્યા વિનાના બધા પ્રકારના પ્રકૃતિદત્ત ખાદ્યપદાર્થ, અન્ન, શાકભાજી, કંદમૂળ, ફળ અને સૂકો મેવો, કાચા આહાર અમૃતાન્નની શ્રેણીમાં આવે છે.

આપણું ભોજન જેટલું વધારે પ્રાકૃતિક, કાચું હશે તેટલા જ વધારે સ્વસ્થ, શક્તિશાળી અને દીર્ઘાયુ આપણે થઈ શકીએ છીએ.

અગ્નિ પર રાંધેલા ભોજન કરતાં અન્ન, શાકભાજી વગેરે કાચું ભોજન નિશ્ચિતપણે ઉત્કૃષ્ટ અન્ન માનવ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.                                            –ગાંધીજી

***********************************

હાસ્યોપચાર

“એલા ! આ ટોમેટો કેચઅપમાં કોળું જ વધારે લાગે છે.”

”ના સાહેબ, ફીફટી-ફીફટી જ છે.”

“એટલે?”

“સાહેબ, એક ટમેટાં દીઠ એક કોળું-ફીફટી ફીફટી !”

********

All healing power is within your body.

Nature is rich, let her enrich you.

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: