શાત તોમાર છંદ-12

S-12

શાત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના; 24-25

દોહરો

જો ચાહે અપના કુશલ, જો ચાહે નિર્વાણ I

સરલ, સરલ, અતિસરલ બન, છોડ કર અભિમાન II

સત્યનારાયણ ગોયન્કા

**********

આરત

હે પરમાત્મા,

અમને એવી સરળતા આપ કે અમે જીવનના નિર્દોષ સાત્વિક આનંદો સાથે માણી શકીએ; ખુલ્લી હવાનો આનંદ, સમી સાંજના આકાશનો આનંદ, તારાઓ નીરખવાનો અને ચાંદની રાતે ગીતો ગાવાનો આનંદ; ફૂલોને; વૃક્ષોને; પ્રાણીઓને, પુસ્તકોને ચાહવાનો આનંદ. બીજાને સુખી કરવાનો આનંદ.

ઉત્તમ રીતે પ્રગટ થવાનો આનંદ.

કામકાજની વચ્ચેથી હંમેશા સમય કાઢી લઈ, સાથે પ્રાર્થના કરવાનો આનંદ.

પરમાત્મા, મારી બધી યોજનાઓ અને ઉદ્દેશો, મારી બધી ઈચ્છાઓ અને આશાઓ હું છોડી દઉં છું.

અને મારા જીવન વિશે તમારી જે ઈચ્છા હોય તે સ્વીકારું છું. હું મારી જાતને અર્પું છું. મારું જીવન, મારું બધું જ તમને સમર્પું છું. સદૈવ તારી બની રહેવા માટે.

મને તમારા પવિત્ર પ્રાણથી ભરી દો અને તેના પર મહોર મારી દો. તમે ઈચ્છો તેમ મારો ઉપયોગ કરો. ઈચ્છો ત્યાં મને મોકલો. ગમે તે મૂલ્યે, તમારી સમગ્ર ઈચ્છા, મારા જીવનમાં કાર્યાન્વિત કરો અત્યારે અને હંમેશ માટે.

–બેટી સ્કોટ સ્ટેમ

******************************************

સાચો સંતોષ

જીવનમાં કરવા જેવી અનેક સરસ બાબતો છે, પણ તમે પોતે સારામાં સારું શું કરી શકો છો? શોધી કાઢો અને પછી એ કરવા માંડો અને કરવાનો આનંદ માણો. બીજું કાંઈક કરવાની ઝંખનામાં અથવા બીજા કોઈ સ્થળે બીજી તકો તકો મેળવવાની ઈચ્છામાં સમય અને શક્તિ ન વેડફો. નિશ્ચે  સમજી લો કે તમે યોગ્ય સમયે, યોગ્ય સ્થળે જ છો ને જ્યાં છો ત્યાં ચોક્કસ હેતુ માટેને ચોક્કસ કામગીરી બજાવવા સારુ જ છો. એટલા માટે તમારી પાસે હોય એ સઘળું એ કાર્યમાં રેડો; અને એ પ્રેમ અને આનંદથી કરો. જુઓ કે જિંદગીમાં કેટલી મઝા છે. ફક્ત તમારા પોતાને માટે નહિ પણ તમારી આસપાસના લોકો માટે પણ ! તમે જ્યાં સુધી તમારું ઉત્તમોત્તમ અખિલતાને ન આપો ત્યાં સુધી તમે એ અખિલતાના ભાગરૂપ થવાની અશા ન રાખી શકો. તમે એનાથી તમારી જાતને અલગ કરી લેશો તો તમારામાં અખિલતા રહેશે નહિ. જે કરવાનું છે અને જ્યારે તમે સંપૂર્ણપણે કરો છો અને અખિલના લાભ માટે કરો છો ત્યારે તમને કેટલો ઊંડો સંતોષ મળે છે તે જુઓ.

(‘ઊઘડતાં દ્વાર અંતરનાં’માંથી)

*********

આપણું શરીર પોતાની જાતે જ મરામત કરવાની શક્તિ ધરાવે છે. શરીરમાં જે ફેરફારો દવા કરે છે તે વગર દવાએ પણ મન કરી શકે છે; કેમ કે મન જ્યારે હુકમ કરે છે ત્યારે શરીર તે પ્રમાણે જરૂરી ઔષધરુપી પદાર્થ કે પ્રવાહી પેદા કરે છે.

************************************************

પ્રેરક પ્રસંગ

એક ફકીર વીસ વરસથી નિયમિત પણે મસ્જિદમાં દિવસની પાંચ નમાજ પઢતો હતો. તે જે જગ્યાએ નમાજ અદા કરતો હતો, એટલી જગ્યામાં એના હાથનાં અને પગનાં નિશાન પડી ગયેલાં ! વીસમું વરસ અને સાંજની છેલ્લી નમાજ જ્યારે અદા કરતો હતો, ત્યાં આકાશવાણી થઈ.

‘હે ફકીર, તું વીસ વરસથી એક જ જગ્યાએ રોજ પાંચ નમાજ અદા કરે છે પણ ખુદાના દરબરમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી !’

આ સાંભળી ફકીર તો આખી મસ્જિદમાં નાચવા લાગ્યો ! પાગલ બની ગયો !

એક મૌલવી બાજુમાં ઉભેલા. એ કહે: ‘ અરે બેવકૂફ ! તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ? વીસ વરસથી તું નમાજ પઢે છે અને ખુદાએ તારી એકેય નમાજ કબૂલી નથી તો તારે તો આંસુડાં પાડવા જોઈએ અને તું હસે છે?’

ફકીરે જવાબમાં કહ્યું:’  આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું !મારી બંદગી કબૂલ થાય કે ન થાય, એની કોને પરવા છે? પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે,  હું નમાજ પઢી રહ્યો છું. મારે માટે તો એટલું બસ છે.’  ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી મહોબ્બત છે, બંદગી સફળ.

–મોરારી બાપુ

********

પમરાટ

ઈશ્વર આપણા પક્ષે છે કે નહીં

એની મને ચિંતા નથી, આપણે ઈશ્વરના પક્ષે

છીએ કે કેમ એ વિચારવાનું છે.

–અબ્રહમ લિંકન

=========================================

પથ્ય

જાપાનમાં હાલ એકસોથી વધુ વર્ષના આયુષ્યવાળા એક હજારથી પણ વધુ નાગરિકો છે.આ પૈકી સૌથી મોટી ઉંમરના જૈફ વિધુરની ઉંમર 115 વર્ષની છે.કોઈ અખબારના પ્રતિનિધિએ તેમને પૂછ્યું:”વડીલ, તમે 115  વર્ષની ઉંમરેય સદાબહાર જણાઓ છો… તમારા સુદીર્ઘ અને તંદુરસ્ત જીવનનું રહસ્ય શું છે?” ત્યારે એ 115 વર્ષના ચીરયુવાને પ્રત્યુત્તર આપ્યો: “ હાસ્ય…. કોઈપણ નાની અમથી વાત પર દુ:ખી થવાને બદલે હું ખડખડાટ હસી પડું છું…”

=====================================

હાસ્યોપચાર

ચશ્માંની દુકાનના સફળ માલિક ઘરાકને બિલની રકમ કેવી રીતે કહેવી તેવું શિક્ષણ પોતાના પુત્રને આપી રહ્યા હતા.

“જો ભાઈ,” એ બોલ્યા, “ચશ્માં  બંધબેસતાં થઈ જાય પછી એ પૂછે કે, કેટલા પૈસા? એટલે તારે 80 રૂપિયા—કહીને જરાક અટકવું, ને જોવું કે એ થડકે છે? જો ઘરાક થડકારો ન અનુભવે તો પછી તારે આગળ વધવું—ફ્રેમના અને બીજા 80 રૂપિયા—અને પછી ફરીથી અટકવું—જરાક  જ અને થડકારો થાય છે કે કેમ તે જોવુ6. જો ઘરાક આ વખતે પણ ન થડકે તો ભાર દઈને કહેવું–દરેક કાચના.”

***********

તમને તમારી જાત સિવાય કોઈ જ મદદ કરી શકે નહીં. તમે કોઈની રાહ ન જુઓ. તમારી જાતમાં જુઓ, જાગ્રત થાઓ. બીજાનું વાંચવા કે સાંભળવાને બદલે તમારું જીવન-પુસ્તક ખોલો. તમારે ચેતનામાં જે ચાલે છે તેનાતી સભાન થાઓ, પણ શાંત રહો. ક્યાંય પહોંચવાની અધીરાઈ ન રાખો. જીવન યાત્રા છે, કોઈ મુકામ નથી.

–જે.કૃષ્ણમૂર્તિ.

*************************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: